તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Filmmaker Hansal Mehta Wrote On Media, 'I Lost My Cousin Living In Ahmedabad, The Condition Of Gujarat Is Very Bad'

કોવિડને લીધે નિધન:ફિલ્મમેકર હંસલ મહેતાએ સો. મીડિયા પર લખ્યું, ‘અમદાવાદમાં રહેતો કઝિન ગુમાવ્યો, ગુજરાતની હાલત બહુ ખરાબ છે’

2 મહિનો પહેલા
ઘણા લોકોએ ગુજરાતની સ્થિતિ ભયાનક કહેવા પર તેમને ટ્રોલ પણ કર્યા
  • એક યુઝરે ડિરેક્ટરની પોસ્ટ પર કમેન્ટ કરી, એકવાર છત્તીસગઢનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણશો તો તમારા ચહેરા પરથી હવા ઊડી જશે
  • એક્ટ્રેસ સયાની ગુપ્તા લખ્યું, ‘આ જ સ્થિતિ ઘણાં રાજ્યોની છે’

કોરોનાવાયરસને લીધે હંસલ મહેતાના કઝિનનું નિધન થયું છે. ફિલ્મમેકર આ વાતની જાણકારી સો. મીડિયા પર આપતાં કહ્યું છે કે કોવિડ 19ને લીધે અમદાવાદમાં મારા એક નજીકના કઝિનને ગુમાવ્યો. તેની પત્નીની સ્થિતિ પણ ગંભીર છે. ગુજરાતની હાલત બહુ ખરાબ છે, જેટલું કહેવામાં આવી રહ્યું છે એના કરતાં ઘણું વધારે. હંસલની પોસ્ટ જોયા પછી તેમના મિત્રો અને ફેમિલી મેમ્બર્સ કઝિનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકોએ ગુજરાતની સ્થિતિ ભયાનક કહેવા પર તેમને ટ્રોલ પણ કર્યા.

ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનો રિસ્પોન્સ
એક્ટર રાહુલ દેવે લખ્યું, ‘પ્રિય હંસલ, વિનમ્ર શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ’ સ્ક્રિપ્ટ રાઈટર હરનીત સિંહે લખ્યું, ‘જાણીને દુઃખ થયું’ અનુરુદ્ધ ગુહાએ લખ્યું, ‘શ્રદ્ધાંજલિ હંસલ. આશા છે કે તેમની પત્ની જલદી રિકવર થઇ જાય’ એક્ટ્રેસ સયાની ગુપ્તા લખ્યું, ‘આ જ સ્થિતિ ઘણાં રાજ્યોની છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ ખરાબ છે, પરંતુ ત્યાંથી ન્યૂઝ નહિ આવે, કારણ કે લાખો લોકો સાથે ચૂંટણીની રેલી વધારે જરૂરી છે.’

હંસલ મહેતાની પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું, ‘માત્ર ગુજરાત નહિ, પણ બધે સ્થિતિ ખરાબ છે’. અન્ય યુઝરે લખ્યું, સુરતની હાલત ઘણી ખરાબ છે. બીજા યુઝરે કમેન્ટ કરી કે ‘મોદી સાહેબ અને અમિત શાહ કેમ હવે દેખાતા નથી?’

અંશુલ દુબે નામનાં યુઝરે લખ્યું, ‘એકવાર છત્તીસગઢનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણશો તો તમારા ચહેરા પરથી હવા ઊડી જશે.’

નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર
હંસલ મહેતા નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર છે. 2013માં ફિલ્મ શાહિદ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેમણે ‘દસ કહાનિયા’, ‘રાખ’, ‘સિટીલાઈટ’, ‘અલીગઢ’, ‘સિમરન’, ‘ઓમર્ટા’, ‘સ્કેમ 1992’ (વેબ સિરીઝ) અને‘છલાંગ’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.