તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
'મેહંદી', 'ફરેબ' જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનને સુપુર્દ-એ-ખાક કર્યાના એક દિવસ બાદ તેમના ભાઈ ફાહમાનને શૂટિંગ કમિટમેન્ટના કારણે મુંબઈ પાછા ફરવું પડ્યું. તેઓ તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા શૉ 'અપના ટાઇમ આયેગા'માં ડૉ. વીર પ્રતાપ સિંહ રાજાવતની ભૂમિકા નિભાવી રહ્યો છે. ગુરુવારે ફાહમાન મુંબઈ પરત આવ્યો હતો અને તે જ દિવસે શૂટિંગ પણ શરૂ કરી દીધું. એક એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટ સાથેની વાતચીતમાં ફરાઝની બીમારી પર વાત કરી હતી. તે ઉપરાંત એમ પણ કહ્યું હતું કે તેના મૃત્યુથી આખા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
તેમની બીમારી રેર હતીઃ ફાહમાન
એન્ટરટેનમેન્ટ પોર્ટલ સ્પોટબૉય સાથે વાતચીતમાં ફાહમાને કહ્યું, 'હકીકત કહું તો તેમની બીમારી રેર હતી. ડૉક્ટર્સે શક્ય એટલા તમામ પ્રયાસ કર્યા. જો બીજા વાઈરસની સાથે બાયફરકેટ કરવામાં આવે તો તે ડેડલી વાઈરસ નહોતો. ડૉક્ટરે અમને જણાવ્યું હતું કે, તેમની બોડીમાં જે બેક્ટેરિયા હતા, તેને એવા બેક્ટેરિયા ડેવલપ કર્યા જે એન્ટિબાયોટિક્સ આપતી વખતે બેસી જતા હતા.'
ઈમ્યુનિટી ઘટી ગઈ હતી
ફાહમાનના કહેવા પ્રમાણે, 'મનુષ્યના શરીરમાં ઈમ્યુનિટી ઓછામાં ઓછી લગભગ 700 હોવી જોઈએ, પરંતુ તેમની ઈમ્યુનિટી 23.9 ટકા ઘટી ગઈ હતી. તેથી તેમની બોડી પર કોઈ એન્ટિબાયોટfક કામ નહોતી કરી શકતી. આવું છેલ્લા થોડા સમયથી ચાલી રહ્યું હતું. મને એક્ઝેક્ટલી મેડિકલ ટર્મ તો યાદ નથી, પરંતુ તેમના મગજમાં કોઈ વાઈરસ આવી ગયો હતો, જેના કારણે તેમને ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ હતી અને ત્યારબાદ તેના શરીરે જવાબ આપી દીધો.'
લગભગ દોઢ વર્ષથી બીમાર હતો ફરાઝ
ફાહમાનના જણાવ્યા પ્રમાણે, ફરાઝ લગભગ દોઢ વર્ષથી બીમાર હતો. તે કહે છે, 'તેઓ લગભગ દોઢ વર્ષથી હેલ્થ સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. શરૂઆતમાં તેમને ટીબી થયો હતો. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમના શરીરમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયાનું કોમ્બિનેશન થઈ ગયું.'
શૂટિંગથી પાછા આવતાં જ મૃત્યુના સમાચાર મળ્યા
ફાહમાન જણાવે છે કે, હું મારા પરિવાર સાથે સતત સંપર્કમાં હતો. જે દિવસે સવારે મને કહેવામાં આવ્યું કે તેની હાલત ગંભીર છે, તે રાતે લગભગ 9:40 વાગે પરિવારે મને તેમના નિધનની જાણ કરી. જે ક્ષણે તેણે અંતિમ શ્વાસ લીધા, ત્યારે મારો એક બીજો ભાઈ, તેની પત્ની અને મારો કઝિન હોસ્પિટલમાં જ હતા. જ્યારે મને આ દુઃખદ સમાચાર મળ્યા ત્યારે હું શૂટિંગથી ઘરે જ પહોંચ્યો હતો. બીજે દિવસે સવારે હું તેના જનાઝામાં સામેલ થવા બેંગલુરુ પહોંચી ગયો.'
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.