બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે જ હાલ ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ, તે સોશિયલ મીડિયા પર પોતાના પતિ અને તેના બાળકોનાં પ્રેમ ભરેલા વીડિયોઝ અને ફોટોઝ શેર કરતી રહે છે. હાલ તેણીએ સોશિયલ મીડિયા પર પોતાના 2 વર્ષનાં દીકરા જયનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે, તે ઘરમાં પોતુ લગાવી રહ્યો છે.
પ્રીતિએ આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યુ, ‘જ્યારે તમે તમારા નાનકડા બાળકને સાફ-સફાઈ કરતા અને તમારી મદદ કરતા જુઓ એટલે જીવને અનેક ગણી ખુશીઓ મળે છે. અહી જુઓ નાનકડો જય ‘સ્વચ્છ ભારત’નાં સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી રહ્યો છે.’ સોશિયલ મીડિયા પર અભિનેત્રીનાં આ વીડિયોને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ તો જય હો મોમેન્ટ છે.’ તો બીજાએ કોમેન્ટ કરી, ‘સારુ છે કે નાની ઉંમરથી ઘરના કામ શીખી રહ્યો છે.’
વર્ષ 2016માં અભિનેત્રીએ લગ્ન કર્યા હતા
પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2016માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા, જે પછી તે તેની સાથે વિદેશમાં સેટલ થઈ ગઈ હતી. લગ્ન પછી પ્રીતિએ બોલિવૂડથી અંતર બનાવી લીધુ હતું. પ્રીતિનાં પતિ અમેરિકાની હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર કંપની એનલાઈન એનર્જીમાં વાઈસ પ્રેસિડન્ટ છે.
પ્રીતિએ પ્રિયંકા ચોપરાની સાથે વિદેશમાં હોળી રમી
પ્રીતિએ હાલમાં જ પતિ જીન ગુડઈનફ અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસની સાથે હોળી ઊજવી હતી, જેનો એક વીડિયો પ્રીતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. આ વીડિયોમાં બધા પ્રિયંકાનાં લોસ એન્જલસમાં સ્થિત ઘરમાં હોળી ઊજવતી જોવા મળી હતી.
આ સિવાય તેઓએ હોળીની ઊજવણીની અમુક ફોટોઝ પણ શેર કરી હતી. તેઓએ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યુ હતું કે, ‘તમામ લોકોને હોળીની શુભેચ્છાઓ. આજનો દિવસ કેટલો મજેદાર રહ્યો. આ પ્રકારનાં દયાળુ અને મજેદાર મેજબાન હોવાના કારણે @પ્રિયંકા ચોપરા @નિક જોનાસને ધન્યવાદ! તમારી લોકોની સાથે ખૂબ જ મજા પડી. ભગવાનનો આભાર કે વરસાદ નથી પડી રહ્યો અને બહાર તડકો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.