કન્ફ્યુઝન:સિદ્ધાર્થ શુક્લાના નિધનને લઈ ફેન્સ કન્ફ્યુઝ થયા, યુઝર્સે રંગ દે બસંતીના એક્ટરને શ્રદ્ધાંજલી પાઠવી

2 મહિનો પહેલા
  • તમિલ એક્ટર સિદ્ધાર્થે આ લોકોની ટ્વીટ શેર કરીને જવાબ આપ્યો
  • જો કે કેટલાક યુઝર્સે સિદ્ધાર્થને લઈને ખરાબ કમેન્ટ કરી હતી

બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઈ ગયું છે. 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. એક્ટરના નિધનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો છે.

ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ સિદ્ધાર્થ શુક્લાને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી પાઠવી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ પોસ્ટ કરી રહ્યા છે. જો કે, કેટલાક યુઝર્સ એવા પણ છે જે કન્ફ્યુઝ થઈ ગયા અને તેમને કોઈ બીજા સિદ્ધાર્થને આત્માની શાંતિની પ્રાર્થના કરી.

યુઝર્સે ભૂલથી તમિલ એક્ટરને શ્રદ્ધાંજલી પાઠવી
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ એવા હતા જેમણે તમિલ એક્ટર સિદ્ધાર્થનો ફોટો પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો. જો કે આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ સિદ્ધાર્થને લઈને ખોટી વાતો પણ લખી હતી.

તમિલ એક્ટર સિદ્ધાર્થે આ લોકોની ટ્વીટ શેર કરીને જવાબ આપ્યો. એક ટ્વીટ શેર કરતા સિદ્ધાર્થે લખ્યું, આ ટ્વીટ અને તેનો રિપ્લાય. મારી પાસે શબ્દો નથી. આ ટ્વીટના રિપ્લાયમાં કેટલાક યુઝર્સે લખ્યું હતું કે ભગવાને સિદ્ધાર્થ શુક્લાની જગ્યાએ સિદ્ધાર્થને ઉઠાવી લેવાની જરૂર હતી.

તેમજ અન્ય એક ટ્વીટમાં યુઝરે સિદ્ધાર્થનો ફોટો શેર કરીને RIP લખ્યું છે અને રડતું ઈમોજી મૂક્યું છે. તેને શેર કરતા સિદ્ધાર્થે લખ્યું, ટાર્ગેટ કરીને નફરત ફેલાવવામાં આવી છે અને આ શોષણ છે. આપણે કેવા બની ગયા છીએ.

રંગ દે બસંતીમાં જોવા મળ્યો હતો
તમિલ એક્ટર સિદ્ધાર્થ સુરહિટ ફિલ્મ રંગ દે બસંતીમાં કામ કર્યું હતું. ફિલ્મમાં તે ભગત સિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 2006માં આવેલી ફિલ્મ રંગ દે બસંતીમાં સિદ્ધાર્થની સાથે આમિર ખાન, કુણાલ કપૂર, સોહા અલી ખાન, આર માધવન અને શરમન જોશી પણ હતો.

આજે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર થશે

કૂપર હોસ્પિટલ આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપાશે. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવશે. ઘરે બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકો પોતાના રીત-રિવાજ પ્રમાણે પૂજાપાઠ કરશે. પાર્થિવદેહને થોડીવાર માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...