તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂટી ગઈ જોડી:પ્રખ્યાત સંગીતકાર જોડી નદીમ-શ્રવણમાંથી શ્રવણ રાઠોડનું નિધન, કોરોના પોઝિટિવ હતા; 90ના દશકામાં આશિકી ફિલ્મથી મળી હતી ઓળખ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'આશિકી' ફિલ્મનું યાદગાર સંગીત આપનારા પ્રખ્યાત સંગીતકાર જોડી નદીમ-શ્રવણમાંથી શ્રવણ રાઠોડનું ગુરુવારે સાંજે નિધન થઈ ગયું છે. તેઓ બે દિવસ પહેલાં જ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તેમને ડાયાબિટીસ હોવાની સાથે સાથે કોરોનાથી તેમનાં ફેફસાં સંપૂર્ણપણે સંક્રમિત થઈ ગયાં હતાં. શ્રવણની સારવાર રહેજા હોસ્પિટલમાં ચાલી રહી હતી. ભાસ્કર સાથે શ્રવણના નિધનના સમાચાર ગીતકાર સમીરે શેર કર્યા.

અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું
રહેજા હોસ્પિટલના ડૉ. કીર્તિ ભૂષણે આ સમાચાર કન્ફર્મ કરી દીધા છે. ડૉ. ભૂષણે કહ્યું હતું કે- શ્રવણનું નિધન રાત્ર 9ઃ30 વાગ્યે થયું. અમે અમારા તરફથી પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ આ મુસીબતમાંથી બહાર ન આવી શક્યા. શ્રવણના મોતનું કારણ કોવિડ સંક્રમણથી થયેલું કાર્ડિયોમાયૌપેથી હતું, જેના કારણે તેમને પલ્મોનરી એડિમા અને મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થઈ ગયું હતું.

સમીરે કહ્યું- મારો મિત્ર જતો રહ્યો
સમીર અંજાને ભાવુક થઈને જણાવ્યું હતું કે 'મારો મિત્ર જતો રહ્યો. મારા શબ્દોને સંગીત આપનારો, લોકોનાં દિલ સુધી પહોંચાડનાર સંગીતકાર ચાલ્યો ગયો. આટલી ઉતાવળ શું હતી ભાઈ. ઈશ્વર તમને શ્રી ચરણોમાં સ્થાન આપે. ભાભીજી અને બાળકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.'

સૂરોથી સજાવ્યું હતું નાઈન્ટીઝનો દૌર
શ્રવણ બોલિવૂડના જાણીતા સંગીતકાર હતા. તેમણે સંગીતકાર નદીમની સાથે મળીને અનેક ફિલ્મોમાં ઉત્કૃષ્ટ સંગીત આપીને લોકપ્રિયતા મેળવી હતી. નદીમ-શ્રવણની જોડી 90ના દશકાની સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક ગણાતી હતી.

બંનેને જોડીએ પહેલી વખત 1977માં ભોજપુર ફિલ્મ 'દંગલ' માટે મ્યુઝિક આપ્યું હતું, જેમાં તેમનું કમ્પોઝ થયેલું ગીત 'કાશી હિલે પટના હિલે' ઘણું જ હિટ સાબિત થયું હતું. એ બાદ બંનેએ પહેલી વખત બોલિવૂડ ફિલ્મ 'જીના સીખ લિયા' માટે સંગીત આપ્યું હતું, પરંતુ બંનેને સક્સેસ 'આશિકી' ફિલ્મથી મળી હતી, જે ફિલ્મ તેના સંગીતને કારણે જ ઘણું હિટ ગયું હતું.

ગુલશન કુમારના મર્ડરમાં નદીમ ફંસાયો તો તૂટી ગઈ જોડી
ગુલશન કુમારના મર્ડર કેસમાં નદીમનું નામ સામે આવ્યા બાદ તે ઈંગ્લેન્ડ ભાગી ગયો. 2002માં એક ભારતીય કોર્ટે પુરાવા ન હોવાને કારણે તેની વિરુદ્ધ હત્યામાં સામેલ હોવાનો કેસ રદ કર્યો, પરંતુ તેની ધરપકડનું વોરંટ પાછું ન ખેંચ્યું, જેને કારણે નદીમ આજે પણ પરેશાન છે.

બાદમાં શ્રવણ સાથેની તેની જોડી તૂટી ગઈ અને બાદમાં 2005માં આવેલી 'દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરએવર' પછી કોઈ ફિલ્મમાં બંનેએ એકસાથે સંગીત આપ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...