• Gujarati News
  • Entertainment
  • Facial Treatment Went Wrong Of Bigg Boss Tamil Fame Raiza Wilson Actress Blamed Dermatologist And Shared Her Photo

ચહેરો બગાડ્યો:ડર્મેટોલોજિસ્ટે જબરદસ્તી ફેશિયલ ટ્રીટમેન્ટ કરી, સાઉથ એક્ટ્રેસ રીઝા વિલ્સનની આંખ નીચે સોજા આવી ગયા

6 મહિનો પહેલા
એક્ટ્રેસે 3 વર્ષ પહેલાં કરિયર શરુ કર્યું હતું
  • બિગ બોસ તમિળની પ્રથમ સીઝનમાં ભાગ લેનારી રીઝા રિયાલીટી શોની બીજી સીઝનમાં ગેસ્ટ બનીને આવી હતી

બિગ બોસ તમિળની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી રીઝા વિલ્સનને સ્કિન ટ્રીટમેન્ટ લેવું ભારે પડ્યું છે. ફેશિયલ પછી તેના આંખ નીચે સોજા આવી ગયા. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. રીઝાની પોસ્ટ પછી ઘણા લોકો તેને ડાયરેક્ટ મેસેજ કર્યા છે. તેના સ્કિન શોટ પણ રીઝાએ શેર કર્યા છે.

ડૉક્ટર શહેર છોડીને ચાલી ગઈ
રીઝાએ લખ્યું, એક દિવસ પહેલાં હું ડૉ. ભૈરવી સેંથીલ પાસે સિમ્પલ ફેશિયલ ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. તેમણે મને જબરદસ્તી એક પ્રોસિઝર કરવાનું કહ્યું. તેની કોઈ જરૂર પણ નહોતી અને તેનું આ પરિણામ આવ્યું. તેણે મારી સાથે મળવા અને વાત કરવાની ના પાડી દીધી. સ્ટાફને એવું કહ્યું કે, પોતે શહેરની બહાર છે.

વધુ એક પોસ્ટમાં રીઝાએ લખ્યું, મારું ઇનબોક્સ મેસેજથી છલકાય ગયું છે. બીજા પણ ઘણા લોકોને આ ડૉક્ટરને લીધે તકલીફનો સામનો કરવો પડ્યો છે.

3 વર્ષ પહેલાં કરિયર શરુ કર્યું હતું
રીઝાએ 2018માં રિલીઝ થયેલી પ્યાર પ્રેમા કાધલથી કરિયરની શરુઆત કરી હતી. ફિલ્મમાં તે હરીશ કલ્યાણની સાથે દેખાઈ હતી. વર્ષ 2000માં વર્મા સાથે OTT ડેબ્યુ કર્યું હતું. તેના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં ધ ચેઝ, એલિસ, એફઆઈઆર અને હેશટેગ લવ સામેલ છે. બિગ બોસ તમિળની પ્રથમ સીઝનમાં ભાગ લેનારી રીઝા રિયાલીટી શોની બીજી સીઝનમાં ગેસ્ટ બનીને આવી હતી.