તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Divya Agarwal Called Karan Johar Right Or Wrong, Saying He Has Talked About Me In A Way That Is Causing Me Trouble Here.

બિગ બોસ OTT:દિવ્યા અગ્રવાલે કરણ જોહરને ખરું-ખોટું સંભળાવ્યું, કહ્યું- તેમણે મારા વિશે એવી વાત કરી છે કે જેના કારણે અહીં મારે તકલીફ ભોગવવી પડી રહી છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાએ કરણને કહ્યું-તમે શું બોલિવૂડના રાજા છો
  • કરણ પર રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીની વચ્ચે તકરાર પેદા કરવાનો પણ આરોપ લગાવ્યો

વીકેન્ડ પર બિગ બોસ OTT પર હોસ્ટ કરણ જોહરે કન્ટેસ્ટન્ટ દિવ્યા અગ્રવાલને ઠપકો આપ્યો હતો. હકીકતમાં શોમં કરણ, શમિતા શેટ્ટીનું સમર્થન કરે છે. જ્યારે દિવ્યાની ઉપર તે ખોટા આરોપ લગાવે છે. જેના કારણે દિવ્યાને ઘરમાં રહેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે દિવ્યા અગ્રવાલે પણ કરણ જોહર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું કે તે પોતાને બોલિવૂડનો રાજા માને છે.

દિવ્યા કરણથી ગુસ્સે
અક્ષરા સિંહની સાથે વાતચીત દરમિયાન દિવ્યાએ કરણ વિશે કહ્યું, કરણ જોહરે મારા વિશે જે વાતો કરી છે તેના કારણે મારે અહીં મુશ્કેલી સહન કરવી પડી રહી છે. તો પછી કેમ હું ગુસ્સે કેમ ન થઉં, કેમ ન બોલું, કોણ મારું શું બગાડી લેશે? તેને આગળ કહ્યું, તમે માનો છો કે તમે બોલિવૂડના રાજા છો. તમારા મોઢામાંથી બોલાયેલા દરેક શબ્દ લોકો સાંભળે છે. તમે જે બોલશો લોકો તેના પર વિશ્વાસ કરશે. તમે મારા વિશે આવું કેવી રીતે બોલી શકો છો?

કરણે દિવ્યાને શોમાં લાઈનને જાળવી રાખવા કહ્યું
વીકેન્ડના એપિસોડમાં કરણે દિવ્યાને કહ્યું હતું કે તે શોની કન્ટેસ્ટન્ટ છે અને કરણ શોના હોસ્ટ છે અને તેને તે લાઈનને જાળવી રાખવી જોઈએ. તેને કરણ પર જાણી જોઈને રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીની વચ્ચે તકરાર પેદા કરવાનો પણ આરોપ લગાવ્યો, જેમની વચ્ચે મિત્રતા વધતી જોવા મળી રહી છે.

દિવ્યાએ કહ્યું જો તેને લાગશે તો તે ફરીથી આ વાતને આગળ પુનરાવર્તિત કરશે
દિવ્યાને શોમાંથી કાઢી મૂકવામાં આવે તેવી સંભાવના વિશે કરતા દિવ્યાએ કહ્યું, હું એક કલાકાર છું અને હું કામ કરતી રહીશ, અહીં નહીં તો બીજે ક્યાંક. તે ઉપરાંત એ પણ કહ્યું કે જો તેને જરૂર પડશે તો ભવિષ્યમના એપિસોડમાં આ વાત કરણની સામે ફરીથી કરશે પરંતુ હાર નહીં માને.