વાઇરલ વીડિયો:ધનશ્રીએ ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન સાથે ઠૂમકા લગાવ્યા, ફેન્સે કર્યાં ભરપેટ વખાણ

15 દિવસ પહેલા

સો.મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રીએ થોડા સમય પહેલાં પોતાના સો.મીડિયા હેન્ડલ પરથી 'ચહલ' સરનેમ હટાવી દીધી હતી. આ બાદ યુઝવેન્દ્ર ચહલે સ્પષ્ટતા કરી હતી. હાલમાં જ ધનશ્રીનો એક થ્રો બેક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેમાં તે ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન સાથે ભાંગડા કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં બંને એકબીજાને ટક્કર આપતાં જોવા મળ્યાં હતાં.ટીમ ઈન્ડિયાના ગબ્બર શિખર ધવન પંજાબી મુંડે છે અને તે પણ અવારનવાર ડાન્સ વીડિયો શેર કરતા રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં બંનેએ આઈપીએલ દરમિયાન આ ભાંગડાનો વીડિયો શેર કર્યો હતો. તો બીજી તરફ ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ધનશ્રી ને યુઝવેન્દ્રની ઓનલાઇન ક્લાસથી મિત્રતા શરૂ થઈ હતી
યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યાં હતાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું હતું અને અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

2020માં સંબંધો ઓફિશિયલ કર્યા
9 ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે રોકા સેરેમનીની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેની તસવીર શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.