તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Deepika Also Infected; Father Prakash Hospitalized In Bengaluru, Ujjawala In Positive And Sister Anisha In Home Isolation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદુકોણ ફેમિલીમાં કોરોના:દીપિકા પણ સંક્રમિત; પિતા પ્રકાશ બેંગલુરુમાં હોસ્પિટલાઈઝ, પોઝિટિવ મા ઉજ્જવલા અને બહેન અનિશા હોમ આઈસોલેશનમાં

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગઈ છે. જો કે આ સમાચાર દીપિકા કે તેમની ટીમ દ્વારા કન્ફર્મ નથી કરવામાં આવી. પરંતુ રિપોટ્સ મુજબ ગત દિવસોમાં તેઓ પોતાના પરિવારને મળવા બેંગલુરુ ગઈ હતી. ત્યારે જ તે સંક્રમિત થઈ ગઈ.

આ પહેલાં મંગળવારેે બપોરે તેમના પિતા અને પૂર્વ નેશનલ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણ સંક્રમિત થતાં તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

પ્રકાશ ઉપરાંત તેમના પત્ની ઉજ્જલા અને દીકરી અનિશા પણ કોરોના પોઝિટિવ થઈ છે. જો કે આ બંને હોમ આઈસોલેશનમાં છે. રિપોટ્સ મુજબ પ્રકાશની સ્થિતિ ઠીક છે અને તેમને આ સપ્તાહના અંત સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે.

સપ્તાહથી તાવમાં પટકાયા હતા પ્રકાશ
પ્રકાશ પાદુકોણના મિત્ર વિમલ કુમારના જણાવ્યા મુજબ પ્રકાશ અને તેમના પરિવારના સભ્યોમાં 10 દિવસ પહેલા કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે તેઓએ ટેસ્ટ કરાવ્યા તો પોઝિટિવ આવ્યા હતા. જો કે તમામે પોતાને આઈસોલેટ કરી દીધા હતા, પરંતુ સપ્તાહ બાદ પણ પ્રકાશનો તાવ ઓછો ન થયો તો તેઓને એડમિટ કરવામાં આ્યા. હવે તેઓ સ્વસ્થ છે અને આગામી બે-ત્રણ દિવસમાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

દીપિકાએ શરૂ કર્યું મેન્ટલ હેલ્થ પર કામ
દીપિકા પાદુકોણે કોરોના વાયરસ મહામારીને કારમએ મેન્ટલ હેલ્થ ઈશ્યૂનો સામનો કરી રહેલા લોકો માટે હાલમાં જ કેટલીક હેલ્પલાઈન નંબર શેર કરી છે. જેથી આ સમયગાળમાં લોકોને એકલતા ન અનુભવાય અને જીવન ખતમ કરવા જેવા કોઈ પગલાં પણ ન ઉઠાવી શકે. તેઓ લખે છે- આપણામાંથી લાખો ત્યાં સુધી કે હું અને મારી પેમિલી પણ એક બીજાથી દૂર રહેતા સંઘર્ષ કરી રહ્યાં છે, આપણે તે ન ભૂલવું જોઈએ કે આવા સંકટમાં આપણી ઈમોશનલ દેખભાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. યાદ રાખો, તમે એકલા નથી. આપણે બધાં જ આ સંકટમાં સાથે છીએ. અને સૌથી જરૂરી વાત આમાં જ એક આશા છુપાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો