• Gujarati News
  • Entertainment
  • Dedicating The Filmfare Award To Siddharth, Jay Said, Thank You For Coming Into My Life, I Am Who I Am Today Because Of You.

સિદ્ધાર્થને યાદ કરીને ભાવુક થઇ શહનાઝ:ફિલ્મફેર એવોર્ડ સિદ્ધાર્થને ડેડિકેટ કરતા બોલી જે, આભાર મારી જિંદગીમાં આવવા માટે, હું આજે જે છું તે તારા કારણે છું

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

'પંજાબની કેટરીના કૈફ' તરીકે લોકપ્રિય એવી શહનાઝ ગિલ વારંવાર પ્રેમી સિદ્ધાર્થને યાદ કરી ઈમોશનલ થઇ જાય છે. સિદ્ધાર્થના નિધનને 1 વર્ષથી વધુનો સમય થઇ ગયો હોવા છતાં પણ હજુ સિદ્ધાર્થને યાદ કરે છે. હાલમાં જ એવોર્ડ ફંક્શનમાં સિદ્ધાર્થને યાદ કરીને ભાવુક થઇ હતી.

શહનાઝ ગિલ હાલમાં જ દુબઇમાં ફિલ્મ ફેર મિડિલ ઇસ્ટ અચીવર્સ એવોર્ડ ફંક્શનમાં સામેલ થઇ હતી અને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી હતી. શહનાઝે આ એવોર્ડ સિદ્ધાર્થેને ડેડિકેટ કર્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

એવોર્ડ મળ્યા બાદ બે શબ્દ બોલવાનું કહેવામાં આવતા તે કહે છે કે, 'હું આ એવોર્ડ મારા પરિવાર, મિત્ર કે ટીમને બિલકુલ સમર્પિત નહીં કરું કારણકે આ મારી મહેનતનો છે. તું મારો છે અને મારો જ રહીશ. અને હું એક-એક માણસને થેંક્યુ કહેવા માગું છું. થેંક્યુ મારી જિંદગીમાં આવવા માટે. મારા પર એટલું રોકાણ કર્યું કે, આજે હું અહીં પહોંચી ગઈ છું. સિદ્ધાર્થ શુક્લા આ તમારા માટે છે.'

શહનાઝની સ્પીચથી લોકોના આંખમાં આવ્યા આંસુ
શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના પ્રેમથી ઘણા લોકો પ્રેમ કરવાનું શીખ્યા જ્યાં. શહનાઝે બધા લોકોની સામે સિદ્ધાર્થ શુક્લાનું નામ લઈને બધાને ભાવુક કરી દીધા હતા. એક્ટ્રેસનો વીડિયો જોઈને બધા નિશબ્દ છે. તો લાગી રહ્યું છે કે, શહનાઝ ઉપરથી હસતી હોય તેવું લાગી શકે છે. પરંતુ અંદરથી તે સિદ્ધાર્થ શુક્લાને દરેક પળ યાદ કરે છે.

બંનેએ ક્યારે પણ સંબંધનો જાહેરમાં સ્વીકાર કર્યો ન હતો
શહનાઝ અને સિદ્ધાર્થ 'બિગ બોસ 13'માં સાથે જોવા મળ્યા હતા. શોમાં બંને સારા મિત્રો બની ગયા અને તેમનીવચ્ચે નિકટતા વધી ગઈ હતી. આ સિદ્ધાર્થ અને શહનાઝની જોડીને ફેન્સે ઘણો પ્રેમ આપ્યો હતો. શો બાદ પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. કહેવાય છે કે સિદ્ધાર્થ-શહનાઝ રિલેશનશિપમાં હતા અને ટૂંક સમયમાં જ એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. જો કે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા ન હતા અને હંમેશા પોતાને ખૂબ જ નજીકના અને ખાસ મિત્રો ગણાવ્યા હતા.

સિદ્ધાર્થનું ગત વર્ષે જ થયું હતું નિધન
સિદ્ધાર્થનું ગત વર્ષે 2 સપ્ટેમ્બરે 40 વર્ષની વયે નિધન થયું હતું. તેને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને મુંબઇની કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવાય છે કે સિદ્ધાર્થે સૂતા પહેલા કેટલીક દવાઓ લીધી હતી. ત્યારે જ તેની હાલત બગડી હતી. સિદ્ધાર્થે શહનાઝના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.