• Gujarati News
  • Entertainment
  • Death On The Nile Star Ali Fazal Says: "This Is My Biggest Hollywood Release, I'm Lucky To Have Worked With Big Stars

ખાસ વાતચીત:'ડેથ ઓન ધ નાઈલ' સ્ટાર અલી ફઝલે કહ્યું- ‘આ મારી સૌથી મોટી હોલિવૂડ રિલીઝ છે, હું ભાગ્યશાળી છું કે મોટા સ્ટાર્સ સાથે કામ કરવા મળ્યું’

6 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

ઈન્ડિયાથી હોલિવૂડની ફિલ્મોમાં સતત કામ કરનારાઓમાં અલી ફઝલ પણ સામેલ છે. તે હોલિવૂડની ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’,‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7’માં જોવા મળ્યો હતો. આગળ, તેની 'કંધાર' અને 'કોડનેમ: જોની વોકર' રિલીઝ અને શૂટ થવા જઈ રહી છે. અત્યારે તેની ‘ડેથ ઓન ધ નાઈલ’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે.

તે વિખ્યાત બ્રિટિશ નવલકથાકાર અગાથા ક્રિસ્ટી દ્વારા લખવામાં આવેલી ક્રાઈમ થ્રિલર પર બેસ્ડ છે. અલી આ ફિલ્મમાં એક મર્ડરના સસ્પેક્ટ એન્ડ્ર્યુ કાચાડ્યુરિયનના રોલમાં છે. અલીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં હોલિવૂડની કાર્યપ્રણાલીથી લઈને પોતાના ઈન્ડિયન પ્રોજેક્ટ્સ વિશે રસપ્રદ વાતો શેર કરી છે. વાંચો વાતચીતના મુખ્ય અંશઃ-

એન્ડ્ર્યુ માટે તમને શું કોમ્પિલિમેન્ટ્સ મળી રહ્યા છે?
મને મારા વખાણ કરતા નથી આવડતા, પરંતુ મને વિશ્વભરમાંથી પ્રેમ મળી રહ્યો છે. આ મારી સૌથી મોટી હોલિવૂડ રિલીઝ છે. અમને દરેક દેશમાં ઘણી સ્ક્રીન મળી છે. તે એટલા માટે કારણ કે સમગ્ર વિશ્વમાં અગાથા ક્રિસ્ટીની વાર્તાઓના ચાહકો છે. હવે તેણે એક મોટી ફ્રેન્ચાઈઝીનું સ્વરૂપ પણ લઈ લીધું છે.'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7'માં કેમિયો હતો. અહીં મારો રોલ ફૂલ ફ્લેજેડ છે. તેથી હું મારી જાતને તેમાં મોટો સ્ટેકહોલ્ડર મહેસૂસ કરી રહ્યો છું.

ગેલ ગેડોટ અને અલી ફઝલ
ગેલ ગેડોટ અને અલી ફઝલ

અગાથા ક્રિસ્ટીની નોવેલ્સ એપિક છે. તેમાં કેટલો ફેરફાર કરીને ફિલ્મ બનાવવામાં આવી છે?
અમે જેટલી હદ સુધી તેમની વાર્તાની મૂળ એસેન્સ જાળવી શકતા હતા, તેમાં ફેરફાર નથી કર્યો. આ વાર્તા પર બેટ્ટી ડેવિસ અને મેગી સ્મિથે 70ના દાયકામાં સેમ ટાઈટલની ફિલ્મ કરી હતી. અહીં અમે આ વખતે થોડા ફેરફાર કર્યા છે. મારી ભૂમિકા ઓરિજિનલી જ્યોર્જ કેનેડીએ પ્લે કરી હતી. ત્યાં તેની ભૂમિકાનું નામ અંકલ એન્ડ્ર્યુ હતું. અહીં મારી ભૂમિકામાં ફેરફાર કરીને કઝીન એન્ડ્ર્યુ કરી નાખવામાં આવી છે, જેથી તેની ઉંમર ઘટી ગઈ છે. મેન લીડ એક્ટ્રેસ ગેલ ગેડોટ પ્લે કરી રહી છે. તેના પાત્રની એક હિસ્ટ્રી છે. મારું કેરેક્ટર અને તેનું કેરેક્ટર બંને કઝિન છે. હું તેમનો ફેમિલી લોયર છું. ત્યારબાદ તમામ હત્યામાં અમારી સાથે આઠ-નવ લોકો સસ્પેક્ટ છે. હર્ક્યુલ પોઇરો, જે મુખ્ય જાસૂસ છે, તેના પાત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે એટલા માટે કે તેનું પાત્ર આ ફ્રેન્ચાઈઝી માટે મહત્ત્વનું છે.

જે મેન ડિટેક્ટિવ હર્ક્યુલ પોઇરોની ભૂમિકા છે, તેની ખાસ પ્રકારની મૂછો છે. શા માટે તે આવી જ ડિઝાઇન રાખે છે? તેને કેનેથ બ્રેનાઘ દ્વારા ભજવવામાં આવ્યું છે?
તેનું કારણ એ છે કે હર્ક્યુલ પોઇરો યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા છે. તે એક સોલ્જર રહી ચૂક્યા છે. એક વખત એક માઈન બ્લાસ્ટમાં તેની નાકની નીચેનો એરિયા ફાટી જાય છે. તેને કવર કરવા માટે તેની મૂછોની ડિઝાઈન આવી જ રાખવામાં આવી છે. યોગાનુયોગ આ વખતે ફિલ્મમાં આ કારણનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગેલ ગેડોટ જેવી મોટી એક્સ્ટ્રેસનું વિઝન શું હોય છે?
હંમેશાં રોજિંદી વાતો થતી હતી. સેટ પર જ અમે ઘણા કલાકારો સાથે હતા. હું બધાને ઓબ્ઝર્વ કરતો હતો. રસેલ બ્રાન્ડ, જેનિફર સોન્ડર્સ, કેનેથ બ્રેનાઘ બાકીના બધા જ લોકો દિગ્ગજ છે. કેનેથ બ્રેનાઘની‘બેલફાસ્ટ’આ વખતે સાત ઓસ્કર કેટેગરીમાં નોમિનેટ થઈ છે. આ મારું સદ્ભાગ્ય છે કે મને તેમના જેવા દિગ્ગજોના ક્રાફ્ટને આટલી નજીકથી જોવાની તક મળી.

રિચા ચઢ્ઢાએ તિગ્માંશુ ધુલિયાની ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ કરી, તમે તેની સાથે ‘મિલન ટોકીઝ’ કરી હતી. તે ન ચાલવાનું કારણ તમે શું માનો છો?
તિગ્માંશુ સર મારા ગુરુ રહ્યા છે. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. 'મિલન ટોકીઝ' નિષ્ફળ રહી હતી. જો કે, તે સ્ટોરી સરની ઘણી નજીક હતી. મને લાગે છે કે આ ફિલ્મના માર્કેટિંગમાં કંઈક છેતરપિંડી થઈ હોય અથવા કોઈ ભૂલ થઈ હોય. તે કારણો હોવાં જોઈએ. મેં અને રિચાએ સાથે ‘ફૂકરે ’કરી છે, પરંતુ તેને હું કાઉન્ટ નથી કરતો, કેમ કે તેમાં અમારા સીન સાથે ઘણા ઓછા હતા. તે તેમાં વિલનની ભૂમિકામાં હતી. તે ઉપરાંત કોઈ અન્ય સ્ક્રિપ્ટ ઓફર થાય છે તો અમે તે જરૂર કરીશું.

અન્ય સમાચારો પણ છે...