• Gujarati News
  • Entertainment
  • CORONA Update: Satish Kaushik, Deepika Chikhalia, Himani Shivpuri, Gulki Joshi And Seema Pahwa Shares How They Fought With COVID 19

જંગ સામે જીત મેળવી:કોરોના સામે લડી ચૂકેલા સતીશ કૌશિક, દીપિકા ચિખલિયા જેવા સેલેબ્સે પોતાની તકલીફ કહી, ઘરેલુ ઉપચારથી બીમારીમાંથી સ્વસ્થ થયા

6 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
સેલેબ્સે ઘરગથ્થુ ઉપચાર કરીને કોરોનાવાઈરસથી છૂટકારો મેળવ્યો
  • સતીશ કૌશિકે કહ્યું, બ્રેક ધ ચેન્જ ફોલો કરીશું, ત્યારે કોરોના ફ્રી થઈશું
  • હિમાની શિવપુરીએ જણાવ્યું, હું શાકાહારી છું, પણ કોરોનાની બીકે નોનવેજીટેરીયન ખાવાનું શરુ કર્યું હતું

કોરોના મહામારીથી નિપટવા માટે હજુ સુધી કોઈ સોલ્યુશન મળ્યું નથી. અનુભવને આધારે બધા અલગ-અલગ નુસખા કહે છે. દિવ્ય ભાસ્કરે કોરોના સામે જંગ જીતી ચૂકેલા સેલેબ્સ સાથે વાત કરી. તેમણે આ બીમારીમાંથી કેવી રીતે સ્વસ્થ થયા? કોરોનાની લાઈફ પર કેવી અસર થઇ? કોરોનાથી રિકવર થયા પછી દિનચર્યામાં શું ફેરફાર આવ્યા? કોરોના નેગેટિવ આવવા માટે ઘરેલું ઉપાયમાં શું કર્યું? વાંચો ફિલ્મ અને ટીવી સ્ટાર્સની આપવીતી.....

બ્રેક ધ ચેન્જ ફોલો કરીશું, ત્યારે કોરોના ફ્રી થઈશું-સતીશ કૌશિક
હું, મારી 8 વર્ષની છોકરી વંશિકા અને ત્રણ સર્વન્ટ, ઘરમાં કુલ પાંચ લોકો કોરોના પોઝિટિવ થયા હતા. પરંતુ મારી પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દરમિયાન ઘરમાં વધારે તણાવ હતો. આ મારા પરિવાર માટે મુશ્કેલ સમય હતો. કારણકે મારે આ દરમિયાન મારું અને મારી દીકરીનું ધ્યાન રાખવાનું હતું. લાઈફમાં પહેલીવાર આટલી બધી તકલીફ પડી હતી.

દીકરીના આવતા અઠવાડિયેથી ઓનલાઈન ક્લાસ ચાલુ થવાના છે. તેમ છતાં અમે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે. હાથ સેનિટાઈઝ કરી રહ્યા છીએ. સાથે ભોજન કરીએ છીએ. હાલ તો સર્વન્ટ નથી આથી બધું કામ અમે જાતે કરીએ છીએ. 13 એપ્રિલે વંશિકાએ મારો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો. ઘરેલું ઉપાયમાં ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરતો હતો. ઉકાળો પીતો હતો અને સ્ટ્રીમ લેતો હતો. ઘરનું ભોજન જમું છું.

એક મહિનાનો સમય વધારે ટફ હતો. લોકોને એક જ વાત કહીશ, પોતાના બાળકોનું ધ્યાન રાખો. કારણકે કોરોનાની બીજી લહેર બાળકોને વધારે ઈફેક્ટ કરી રહી છે. દર એક કલાકે હાથ સેનિટાઈઝ કરવા જોઈએ. બધાએ માસ્ક પહેરવા જોઈએ. બ્રેક ધ ચેનને ફોલો કરીશું, તો જ કોરોના ફ્રી થઈશું.

આ ચાર-પાંચ વસ્તુઓ જરૂરી છે, તે કરવું જોઈએ-દીપિકા ચિખલિયા ટોપીવાલા

કોરોનાની ઝપટમાં જે પણ આવી રહ્યા છે, તે બધાને લક્ષણો અલગ-અલગ છે. કોઈને તાવ, કોઈને ઉધરસ તો કોઈને શરીર દુખે છે. કદાચ જેનું શરીર નબળું છે તેને વધારે ઈફેક્ટ કરે છે. તે બોડી પ્રમાણે હોય છે. જે સંક્રમિત થયા છે, તેઓ પ્રોટીન વધારે લે. બીજું પાણી અને લિક્વિડ વધારે લો. હું ત્રણ લીટર પાણી પીતી હતી અને દોઢ લીટર લીંબુ પાણી, મગનું પાણી, જ્યુસ અને સૂપ પીતી હતી. ઓછામાં ઓછું ચાર લીટર લિક્વિડ બોડીમાં જવું જોઈએ.

ત્રીજું ક્મ્પલીટ આરામ. આ ઘણું જરૂરી છે. ઈચ્છો તો યોગ કરો. જેમ કે ચાઈલ્ડ પોઝ, બ્રાહ્મી પ્રાણાયમ, ભસ્ત્રિકા પ્રાણાયામ, પર્વતાસન, પવન આસન જેવા બેઝિક આસન બેડ પર બેસીને કરો, જેનાથી શરીરમાં તકલીફ ના થાય. તેનાથી રિકવરી જલ્દી થાય છે. ચોથું, ગરમ ભોજન લો. કોઈ પણ ગરમ વસ્તુ ખાઓ. ગરમ પાણી, ગરમ સૂપ, ગરમ ભોજન કરો. ફ્રિજનું કે વાસી ભોજન ના ખાઓ.

મારું માનવું છે કે, સોશિયલ મીડિયા પર આવતા મેસેજથી દૂર રહો, મેં પોતે જોયું છે, મેસેજ આવે છે કે અહીં લોકો મરી રહ્યા છે, હોસ્પિટલમાં જગ્યા નથી, દવા મલ્ટી નથી. વાત સાચી હોય શકે છે પણ તેનાથી ડર લાગે છે. આપણી અંદર નેગેટિવિટી વધે છે. સારી વાતો વાંચો અને સાંભળો.

મારો પર્સનલી અનુભવ છે કે, કપૂરની સ્મેલ લેવાથી ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. ગરમ પાણીના કોગળા અને સ્ટ્રીમ કરવાથી મેં ફાયદો થયો. ઉકાળો, હળદરનું પાણી અને લીંબુ પાણી પીવાથી પણ આરામ લાગ્યો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મારા સસરા, પતિ અને દીકરી પણ સંક્રમિત થઇ ગયા છે. આથી આ 4-5 વસ્તુનું વધારે ધ્યાન રાખવું જોઈએ.

સ્ટ્રેન્થ વધારવા માટે નોનવેજ ખાધું-હિમાની શિવપુરી
પર્સનલ અનુભવને આધારે કહું તો આ બીમારી વિશે વધારે લોકોને ખબર નહોતી ત્યારે હું સંક્રમિત થઇ હતી. હજુ પણ તેની વધારે ખબર નથી. મને શૂટિંગ દરમિયાન થાક અને તાવ આવતો હતો. ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ થઇ. તે સમયે હોસ્પિટલમાં રહેવું વધારે પીડાદાયક હતું. કારણકે કોઈને મળી શકતી નહોતી. ડૉક્ટર્સ અને નર્સ પણ દૂરથી વાત કરતા હતા. ભોજન પણ દરવાજા પર મૂકીને જતા રહેતા હતા.

આ બીમારી પછી બહુ નબળાઈ આવી જાય છે. મને રિકવર થતા આશરે 2 મહિનાનો સમય લાગ્યો. સ્ટ્રેન્થ વધારવા માટે હોસ્પિટલમાં ચાલવાનું અને પ્રાણાયામ શરુ કર્યા.

હોસ્પિટલમાં જ્યારે બધા સવારે 4-5 વાગ્યા સુધી ઊંઘી રહેતા હતા ત્યારે હું વોક કરતી હતી. હોસ્પિટલથી ઘરે આવી ત્યારે એટલી સ્ટ્રોંગ દવા આપવામાં આવી હતી તે જોઇને લાગતું કે હાર્ટ અટેક આવી જશે. તેને લીધે બ્લડ પ્રેશર અને એસિડીટી પણ વધી ગયું. હું ડરી ગઈ હતી કે હોસ્પિટલ પાછુ ના જવું પડે.

ઘરેલુ ઉપાય તો પહેલેથી કરતી હતી. તેમાં ગિલોય, અશ્વગંધા સામેલ છે. ભોજન વ્યવસ્થિત કરવું જોઈએ. તે સમયે ભોજનનો ટેસ્ટ આવતો નહોતો. આમ તો હું વેજીટેરીયન છું પરંતુ ઈમ્યુનિટી વધારવા માટે ચીકન અને ઈંડાં ખાતી હતી. લોકો કહેતા હતા કે તાકાત વધારવી હોય તો નોનવેજ ખાવું પડશે. તે પણ ખાધું. આદુ, તુલસીના પાનની ચા, ગરમ પાણી પીતી હતી. સવાર-સાંજ હળદરનું પાણી પીવું છું. યોગ અને પ્રાણાયામ કરું છું. ડાયાબિટીસ છે એટલે રોજ વોક કરું છું.

અજમો અને કપૂરની પોટલી બનાવી સુંઘતી હતી- સીમા પાહવા
બીમાર થવું કોઈને ગમતું નથી. એ પણ એવી રીતે કે તમારે 14 દિવસ પરિવારજનોથી દૂર એક રૂમમાં બંધ રહેવું પડે. આ સમય દરેકનો ખરાબ પસાર થાય છે કારણ કે એકલા બેસી દિવાલો સામે જોવું પડે છે. બીમારી સામે ઝઝુમવું પડે છે. શરીર દુખે છે તાવ પણ છે દવા લઈ રહ્યા છે અને તેનું રિએક્શન પણ થઈ રહ્યું છે. આ 14 દિવસ તકલીફ દાયક હોય છે, પરંતુ શું થાય બીમારીનું રૂપ જ એવું છે કે તેને ભોગવવી જ પડે છે.

હું 14 દિવસ હોસ્પિટલમાં રહીને આવી છું. હાલ એટલી શક્તિ નથી કે રૂટિનમાં કમબેક કરું. કારણ કે આ બીમારી થાક આપે છે. સારવારમાં એટલા હેવી ડોઝ આપવામાં આવે છે કે બોડી સારી રીતે રિએક્ટ નથી કરી શકતી. તેમાં સમય લાગશે. પરંતુ મારો પ્રયાસ રહે છે કે 5થી 10 મિનિટ વોક કરી લઉં. તેથી હું મારા રૂમમાં જ ચાલતી હતી. બ્રીધિંગ એક્સર્સાઈઝ કરતી હતી. તેનાથી ઘણો ફરક પડ્યો. હવે પોતાની જાતને કોઈ એક્ટિવિટીમાં સામેલ કરવાના પ્રયાસ કરીશ.

જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે લોકો જાત જાતના નુસ્ખા કરે છે. લોકો જે પણ શીખામણ આપે છે તે માને છે. મેં પણ તેમ કર્યું. આ બીમારીની હજુ સુધી કોઈ પ્રોપર દવા નથી. ડૉક્ટરે જે પણ દવાઓ આપી તેની સાથે ઉકાળો, ગ્રીન ટી, ગરમ પાણી પણ લીધું. દિવસમાં 3-4 વખત નાશ લીધો. ભરપૂર ઓક્સીજન માટે અજમો અને કપૂરની પોટલી બનાવી સુંઘતી હતી. ડૉક્ટરની દવાઓ સિવાય આ બધા ઘરેલુ ઉપચાર ચાલી રહ્યા છે. વધારેમાં વધારે પાણી પીઓ. આ સિવાય તુલસી, અજમો, કાળા મરી, લવિંગ વગેરેનો ઉકાળો બનાવો અને તેને દિવસમાં 3-4 વખત પીઓ.

દિવસમાં 3-4 વખત નાશ લો અને ગરમ પાણીના કોગળા કરો. તેનાથી પણ ફાયદો થશે. બને તો હળવું ભોજન લો. કારણ કે તે સયમે એક્ટિવિટી ઓછી હોય છે. ઘરનું જ ભોજન લો. જેટલી સાવચેતી રાખશો તેટલા જલ્દી સ્વસ્થ થઈ જશો. ઓક્સિજન લેવલ નીચું ન જાય તેના માટે અજમો અને કપૂરની પોટલી બનાવી સુંઘતા રહો. તેનાથી મને ઘણો ફાયદો થયો છે.

મેં જે ઉપાય કર્યો, તેનાથી કોરોનાને સમજણ પડી ગઈ કે અહીં કશું થઈ શકે તેમ નથી- ગુલકી જોશી

કોરોનાએ મારા પર તીવ્ર અટેક કર્યો હતો. મને તેની ગંભીર અસર થઈ. તે સમયે મને ખૂબ થાક લાગતો હતો. વોશરૂમમાં પણ દિવાલ પકડીને જતી હતી. કોરોનાએ મારા પર હાવી થવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ હું બચી ગઈ. જે પણ ઉકાળા વિશે આપણે સાંભળ્યું અથવા ડૉક્ટર્સે આપણને જણાવ્યું તે ખૂબ સારા છે, પરંતુ તેનું સેવન લિમિટમાં કરવું જોઈએ. દિવસમાં 50 વખત ઉકાળો પીવાથી કોરોના ભાગી નહિ જાય. દિવસમાં 2 વખત પી શકાય છે. તે સિવાય પોતાના ફેફસાંને મજબૂત કરો.

યોગ, પ્રાણાયામ કરો. પ્રાણાયામ પર વધારે ધ્યાન આપો. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે હું પ્રાણાયામ કરતી હતી. તેનાથી મને ઘણી રાહત મળી. કારણ કે સૌથી પહેલાં કોરોના ફેફસાં પર અસર કરે છે. જો ફેફસાં મજબૂત રહેશે તો કંઈ નહિ થાય. આ સિવાય વિટામિન C પણ લો. લીંબું પાણી, નારંગી અથવા વિટામિન Cની ટેબ્લેટ્સ તમને જે યોગ્ય લાગે તે રીતે લો. તે આખી સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટેની સરળ રીત છે.

જ્યારે હું કોરોના પોઝિટિવ હતી ત્યારે કોઈ ફાલતું દવાઓ લીધી નથી. માત્ર ગરમ પાણી અને ઉકાળો પીતી હતી. વિટામિન C લેતી હતી અને પ્રાણાયામ કરતી હતી. તેનું સેવન કરવાથી 15 દિવસમાં કોરોનાને સમજાઈ ગયું કે અહીં કશું થાય તેમ નથી. તેથી તે જતો રહ્યો.

બને ત્યાં સુધી હળવો ખોરાક લો. ભારે ખોરાક લેવાથી શરીરનું લોહી અને બધી તાકાત તેને પચાવવામાં જતી રહે છે. પ્લીઝ જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો. તેનાથી તમે પોતાની જાત અને પરિવારને પ્રોટેક્ટ કરી શકશો. આપણા વડાપ્રધાનથી લઈને મોટા સેલેબ્સ પણ હાથ જોડીને આ જ સલાહ આપી રહ્યા છે. હવે તો લોકોને સમજાઈ જવું જોઈએ.

અન્ય દેશોમાં બીજી લહેર આવી અને જતી પણ રહી ખબર પણ પડી નથી, પરંતુ આપણો દેશ હજુ પણ આ બીમારીથી પીડિત છે. પહેલાં તો માત્ર સાંભળવામાં આવતું અને આપણે ન્યૂઝમાં જોતાં હતાં, પરંતુ હવે તે આપણી આસપાસ જ જોવા મળી રહી છે. લોકો સાથે વાત કરીએ તો દરેક ચોથી વ્યક્તિના ઘરે કોઈને કોરોના થયો હોય છે. પ્લીઝ ઘરે જ રહો. દુનિયાભરની બુક્સ વાંચો, ટીવી પ્રોગ્રામ અને ઓનલાઈન સિરીઝ જુઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ખુશ રહો અને મસ્ત રહો.