વીર દાસનો ‘પોએટ્રી બોમ્બ’:અમેરિકાના લાઇવ શૉમાં ભારતની ટીકા કરતી કવિતા વાંચનારો વીર દાસ કોણ છે? FIR બાદ વિવાદનો વંટોળ, કોમેડિયને ચોખવટ કરવી પડી

2 મહિનો પહેલા
  • વીર દાસના સપોર્ટમાં આવ્યા શશિ થરૂર અને કપિલ સિબ્બલ, અશોક પંડિતે કહ્યું- 'મને આ છોકરામાં આતંકવાદી દેખાય છે'
  • વીરના છ મિનિટના વીડિયોમાં અમેરિકાના લોકોની સામે ભારતના લોકોના બેવડા ચરિત્ર વિશે ઉલ્લેખ કર્યો છે

કોમેડિયન વીર દાસે અમેરિકાના લાઇવ શૉમાં રજૂ કરેલી ‘આઈ કમ ફ્રોમ ટુ ઇન્ડિયાઝ’ નામની કટાક્ષ કવિતાથી ભારે વિવાદમાં આવ્યો છે. તેણે પોતાની કવિતામાં ભારતનાં વિરોધાભાસી લક્ષણો વ્યક્ત કરતી લાઇન્સનું પઠન કર્યું. આ કવિતાનો છ મિનિટનો વીડિયો એણે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી શૅર કર્યો અને સ્વાભાવિક રીતે જ સોશિયલ મીડિયામાં તેના પર દેશનું અપમાન કરવાનો આરોપ લગાવીને ઉગ્ર વિરોધ થવા લાગ્યો. હવે વીર દાસની સામે મુંબઈમાં FIR પણ દાખલ થઈ ગઈ છે. વીર દાસે અમેરિકાના ના વોશિંગ્ટન DCમાં આવેલા 'જ્હોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ'માં પોતાના સ્ટેન્ડઅપ એક્ટમાં પોતાની આ કવિતાનું પઠન કર્યું હતું.

કોણ છે વીર દાસ?
ભારતમાં અંગ્રેજી સ્ટેન્ડઅપ કોમેડીનો પાયો નાખનારો યુવા કોમેડિયન વીર દાસ એક કાબેલ એક્ટર પણ છે. 31 મે, 1979ના રોજ દહેરાદૂનમાં જન્મેલા વીર દાસનો ઉછેર નાઇજિરિયામાં થયો હતો. એ પોતાની ‘ગો ગોવા ગોન’ અને ‘દિલ્હી બેલી’ જેવી ફિલ્મોથી સૌથી વધુ જાણીતો છે. એણે 2007માં આવેલી ‘નમસ્તે લંડન’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તે ઉપરાંત એણે ‘લવ આજકલ’, ‘બદમાશ કંપની’, ‘રિવોલ્વર રાની’, ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’, ‘મસ્તીઝાદે’ જેવી ફિલ્મો પણ કરી છે. અત્યાર સુધીમાં તેના નામે પંદરેક જેટલી ફિલ્મો બોલે છે.

ઇકોનોમિક્સ અને એક્ટિંગમાં ગ્રેજ્યુએશન કરનારા વીરે અમેરિકામાં અભ્યાસ કર્યો છે. અમેરિકાના ઇલિનોયમાં આવેલી નોક્સ કોલેજમાંથી એણે ઇકોનોમિક્સ અને થિયેટરમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવી હતી. બાળપણથી જ અમેરિકન કોમેડિયન બિલ કોસ્બીના વીડિયો જોઈ જોઇને વીર દાસને પણ સ્ટેન્ડઅપ કોમેડીમાં કરિયર બનાવવાની ઇચ્છા થઈ. અમેરિકાથી જ એણે ઓપન માઇકમાં સ્ટેન્ડઅપ કોમેડીની શરૂઆત કરી હતી. ભારત આવ્યા પછી એણે અનેક શોઝ કર્યા. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો માટે તે છથી વધુ સ્ટેન્ડ અપ સ્પેશિયલ શોઝ કર્યા છે. 2017માં ‘વેરાયટી’ મેગેઝિને વીર દાસને ‘10 કોમિક્સ ટુ વૉચ ફોર’ના લિસ્ટમાં સામેલ કર્યો હતો.

અગાઉ દિલ્હીમાં એક સ્ટેન્ડઅપ શૉ દરમિયાન ડૉ. અબ્દુલ કલામ વિશે ટિપ્પણી કરવા બદલ ઑડિયન્સમાંથી અમુક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને શૉને અધવચ્ચે જ અટકાવી દેવો પડ્યો હતો. એક ઑડિયન્સ મેમ્બરે પોલીસ ફરિયાદ પણ કરી હતી.

આ મામલો સામે આવ્યા બાદ એક તરફ કોંગ્રેસ નેતા તેનો સપોર્ટ કરી રહ્યા છે તો બીજી તરફ રાજુ શ્રીવાસ્તવ અને અશોક પંડિત જેવા ઘણા લોકો દેશનું અપમાન કરવા પર તેની આકરી ટિકા કરી રહ્યા છે.

કોમેડિયનના સપોર્ટમાં આવ્યા કોંગ્રેસના નેતાઓ
આ મામલો સામે આવ્યા બાદ એક તરફ કોંગ્રેસ નેતા તેનો સપોર્ટ કરી રહ્યા છે. શશિ થરૂર, કપિલ સિબ્બલ જેવા ઘણા લોકો વીર દાસના સમર્થનમાં આગળ આવ્યા છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ સોશિયલ મીડિયા પર વીરની આકરી નિંદા કરી છે.

બે પક્ષોમાં લોકો વિભાજિત થયા
વીડિયો સામે આવતા જ બોમ્બે હાઈ કોર્ટના એડવોકેટ આશુતોષ જે દુબેએ કોમેડિયનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ બે પક્ષો વિભાજિત થઈ ગયા છે. રાજુ શ્રીવાસ્તવ અને અશોક પંડિત જેવા ઘણા લોકો દેશનું અપમાન કરવા પર તેની આકરી ટિકા કરી રહ્યા છે.

રાજુએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને કહ્યું, કોમેડિયન હોય કે દેશનો કોઈ નાગરિક હોય, કોઈને પણ એ અધિકાર નથી કે તે પોતાના દેશની મજાક ઉડાવે. વિદેશની ધરતી પર ભારતની મજાક ઉડાવવી યોગ્ય નથી.

મુશ્કેલી હોય તો પહેલા દેશમાં અવાજ ઉઠાવો
વીડિયોમાં રાજુએ આગળ કહ્યું કે, થઈ શકે છે કે વીર દાસની પાસે કેટલાક પોઈન્ટ્સ હોય, કરપ્શનની વિરુદ્ધ કંઈક હોય, જેમાં તે ફેરફાર ઈચ્છે છે અથવા સુધારો ઈચ્છે છે. તો સૌથી પહેલા અહીં મીડિયાને લખો, સરકારને લખો. જો તે જાગૃત નાગરિક છે, વધારે જાગૃત છે તો અહીંની સમસ્યાને લઈને સૌથી પહેલા અહીં ઉઠાવવો જોઈએ. વિદેશમાં તમે ભારતની સમસ્યા કહો તો એ લોકો તેનો ઉકેલ નહીં લાવે. વિદેશ જાવ, ક્યાંય પણ જાવ, ત્યાં તમારા દેશને ઉપર રાખો, દેશ સર્વોપરી છે.

વીર દાસ અત્યારે અમેરિકામાં છે. તાજેતરમાં, તેણે તેની યુટ્યુબ ચેનલ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ' નામનો વિડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં વીર દાસ ભારત પર એક કવિતા કહેતો સંભળાય છે.

કોમેડિયનની વિરુદ્ધ ફરિયાદ દાખલ
બોમ્બે હાઈ કોર્ટના એડવોકેટ આશુતોષ જે. દુબેએ કોમેડિયનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેની એક કોપી તેમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘મેં કોમેડિયન વીર દાસ વિરુદ્ધ અમેરિકામાં ભારતની છબિ ખરાબ કરવાને લઈને ફરિયાદ નોંધાવી છે, જે ઉશ્કેરણીજનક છે. તેને જાણી જોઈને ભારત, ભારતીય મહિલાઓ અને ભારતના PM સામે લોકોને ઉશ્કેરવા માટે અપમાનજનક નિવેદન આપ્યું છે.’

વીર દાસ અત્યારે અમેરિકામાં છે. તાજેતરમાં, તેણે તેની યુટ્યુબ ચેનલ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ' નામનો વિડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં વીર દાસ ભારત પર એક કવિતા કહેતો સંભળાય છે.

વીર દાસની કવિતા 'ટુ ઈન્ડિયાઝ'

‘મૈં ઉસ ભારત સે આતા હું, જહાં AQI 9000 હૈ લેકિન હમ ફિર ભી અપની છતોં પર લેટકર રાત મેં તારે દેખતે હૈં.
મૈં ઉસ ભારત સે આતા હું, જહાં હમ દિન મેં ઔરતો કી પૂજા કરતે હૈ ઔર રાત મેં ગેંગરેપ કરતે હૈ.
મૈં ઉસ ભારત સે આતા હું, જ્હાં આપ હમારી હંસી કી ખિલખિલાહટ હમારે ઘર કી દીવારો કે પાર સે ભી સુન સકતે હૈ.

ઔર મૈં ઉસ ભારત સે ભી આતા હું, જો કોમેડી ક્લબ કી દીવારે તોડ દેતા હૈ, જબ ઉસકે અંદર સે હંસી કી આવાજ આતી હૈ.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં ઓલ્ડ લીડર્સ અપને મેરે પિતા કે બારે મેં બાત કરના બંધ નહીં કરતે ઔર ન્યૂ લીડર્સ અપની જીવિત માં કે રાસ્તોં પર ચલના શરૂ નહીં કરતે.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં કી એક બડી આબાદી 30 સાલ સે છોટી હૈ, લેકિન ફિર ભી 75 સાલ કે લીડર્સ કે 150 સાલ પુરાને આઈડિયાઝ કો સુનના બંધ નહીં કરતી.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં લોગ ક્લબ કે બહાર સડકો પર સોતે હૈ, લેકિન સાલ મેં 20 બાર તો સડક હી ક્લબ હોતી હૈ.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં હમ વેજિટેરિયન હોને મેં ગર્વ મહસૂસ કરતે હૈ, લેકિન ઉન્હી કિસાનોં કો કુચલ દેતે હૈં, જો યે સબ્જિયાં ઉગાતે હૈં.

મૈં ઉસ ભારત સે આતા હું, જો કભી ચુપ નહીં હોતા ઔર મૈં ઉસ ભારત સે આતા હું જો કભી નહીં બોલતા.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં બચ્ચે માસ્ક લગા કર એક દૂસરે કા હાથ થામતે હૈં ઔર મૈં ઉસ ભારત સે ભી આતા હું, જહાં કે લીડર્સ બિના માસ્ક લગાયે ગલે મિલતે હૈં.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં હમ બોલિવૂડ કી વજહ સે ટ્વિટર પર બંટે હોતે હૈ, લેકિન થિયેટર કે અંધેરે મૈં ઉસી બોલિવૂડ કી વઝહ સે એક સાથ હોતે હૈં.

મૈં ઉસ ભારત સે આતા હું, જહાં હમ જબ ભી 'ગ્રીન' કે સાથ ખેલતે હૈં, બ્લીડ બ્લૂ કા નારા દેતે હૈ, લેકિન ગ્રીન સે હારને પર હમ અચાનક સે ઓરેન્જ હો જાતે હૈં.

મૈં ઉસ ભારત સે આતા હું, જહા મ્યુઝિક હમારા 'બહુત હાર્ડ' હૈ, લેકિન જઝ્બાત 'બહુત સોફ્ટ' હૈ.

મૈં ઉસ ભારત સે આતા હું, જો યે દેખેગા ઔર કહેગા 'યે કોમેડી નહીં હૈ...જોક કહાં હૈ?' ઔર મેં ઉસ ભારત સે ભી આતા હું, જો યે દેખેગા ઓન જાનેગા કિ યે બહુત બડા જોક હી હૈ, બસ ફની નહીં હૈ.’

વીર દાસને હવે આ કવિતા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેને દેશદ્રોહી પણ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં આ વીડિયોને શેર કરીને બીજેપી કાર્યકર્તા પ્રીતિ ગાંધીએ પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે લખ્યું છે કે, દેશ વિશે આ નિવેદન ઘૃણાસ્પદ અને બકવાસ છે. મામલો વધતો જોઈને વીર દાસે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે.

કોમેડિયને ખુલાસો આપ્યો
વીર દાસે પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી અને લખ્યું કે, ‘તેનો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તેનો ઈરાદો એ યાદ અપાવવાનો હતો કે દેશ તેના તમામ મુદ્દાઓ પછી પણ 'મહાન' છે. તેને કહ્યું કે, એક જ વિષય વિશે બે અલગ અલગ વિચારો ધરાવતા લોકો વિશે વીડિયોમાં વાત કરવામાં આવી છે અને તે કોઈ પ્રકારનું રહસ્ય નથી, જે લોકો જાણતા નથી. વીર દાસે આગળ જણાવ્યું કે, લોકો ભારતને એક આશાની નજરે જુએ છે. લોકો ભારત માટે તાળીઓ પાડે છે, સન્માન આપે છે અને મને મારા દેશ પર ગર્વ છે. હું આ ગૌરવ સાથે જીવું છું.’ વીર દાસે એવું પણ કહ્યું કે લોકો તે વીડિયોમાંથી ટુકડા કાપીને ફોરવર્ડ કરી રહ્યા છે, તેનાથી મૂર્ખ ન બનશો. છ મિનિટનો આખો વીડિયો જોજો. એણે લખ્યું કે, ‘ઓડિયન્સ તરીકે હું તમને પણ એ જ અપીલ કરું છું કે ઉજળી બાજુ પર ફોકસ કરો, આપણી મહાનતાને યાદ રાખો, અને પ્રેમ ફેલાવો.’