એક્ટર પર હુમલો:બેંગલુરુ એરપોર્ટ પર વિજય સેતુપતિ પર કો-પેસેન્જરે હુમલો કર્યો, દારૂના નશામાં એક્ટરના આસિસ્ટન્ટ સાથે રકઝક થઈ હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચાનક થયેલા હુમલાથી વિજય પણ સ્તબ્ધ થઈ ગયો
  • વિજય, સંતોષ સિવનની 'મુંબઈકર'થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરશે

બેંગલુરુ એરપોર્ટ પર એક મિસ્ટ્રી મેને સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પર હુમલો કરી દીધો. હુમલાનો વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં વિજય બહાર આવતો દેખાઈ રહ્યો છે, ત્યારે હુમલાખોરે પાછળથી તેના પર હુમલો કર્યો. અચાનક થયેલા હુમલાથી વિજય પણ સ્તબ્ધ થઈ ગયો. વિજયને જોઈને લાગતું હતું કે તે વળતો હુમલો કરવા માગતો હતો પરંતુ એરપોર્ટ સિક્યોરિટીએ તેને આવું કરવાથી અટકાવ્યો.

દારૂના નશામાં પેસેન્જર હતો
રિપોર્ટ્સના અનુસાર, શૂટિંગ માટે બેંગલુરુ ગયો હતો. મનોબાલા વિજય બાલને આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેના પર એક ટ્વિટર યુઝરે જવાબ આપ્યો- ઘટના ગઈ કાલે રાત્રે કેઆઈએએલમાં બની હતી.

યુઝરે દાવો કર્યો કે વિજય સેતુપતિના આસિસ્ટન્ટ અને એક કો-પેસેન્જર વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ તેને વિજયના આસિસ્ટન્ટ પર હુમલો કર્યો. જો કે, બાદમાં તે હુમલાખોરે માફી માગી લીધી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.

વિજય સેતુપતિની આગામી ફિલ્મ
વિજયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે 'એનાબેલે સેતુપતિ'માં જોવા મળ્યો હતો, જેમાં તાપસી પન્નુ પણ હતી. હોરર કોમેડીનું પ્રીમિયર 17 સપ્ટેમ્બર, 2021ના રોજ ડાયરેક્ટ ડિઝ્ની+હોટસ્ટાર પર થયું હતું. સેતુપતિની પાસે ઘણા પ્રોજેક્ટ છે, જેમાં 'કદૈસી વિવાસયી', 'વિક્રમ', 'વિદુથલાઈ' સામેલ છે.

તે રાજ અને ડીકેની અપકમિંગ વેબ સિરીઝમાં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે, જે બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરનું ડિજિટલ ડેબ્યુ હશે. તેમાં રાશિ ખન્ના પણ છે. વિજય, સંતોષ સિવનની 'મુંબઈકર'થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરશે. એક્શન થ્રિલરમાં વિક્રાંત મેસી અને રણવીર શૌરી પણ હશે.