વિક-કેટના લગ્નને એક મહિનો પૂરો:કેટરીના-વિકી વન મંથ ઓફ વેડિંગ સેલિબ્રેટ કરી રહ્યા છે, જુઓ વિકી-કેટરીનાના લગ્નની તસવીરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટમાં કેટરીનાએ વિકીની સાથે એક સેલ્ફી પણ શેર કરી છે. જેમાં વિકી પત્ની કેટરીનાને ગળે લગાડતો જોવા મળી રહ્યો છે

કેટરીના કૈફ અને વિકી કૌશલ આજે (9 જાન્યુઆરી)એ પોતાની વન મંથ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ પ્રસંગે કેટરીનાએ પતિ વિકી કૌશલ માટે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી તેને લગ્નને એક મહિનો પૂરો થવા પર શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં કેટરીનાએ વિકીની સાથે એક સેલ્ફી પણ શેર કરી છે. જેમાં વિકી પત્ની કેટરીનાને ગળે લગાડતો જોવા મળી રહ્યો છે.

હેપ્પી વન મંથ માય લવઃ કેટરીના
કેટરીના કૈફે જે ફોટો શેર કર્યો છે, તેમાં તે બ્લેક ટેંક ટોપ પહેર્યું છે. તેમજ વિકીએ બ્લુ કલરનો ફૂલ સ્લીવ ટી-શર્ટ પહેર્યો છે. ફોટોમાં કપલના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આ ફોટો પર ઘણા ફેન્સ અને સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે.

એક મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયા હતા કેટરીના-વિકી
કેટરીના કૈફ અને વિકી કૌશલ એક મહિના પહેલા એટલે કે ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના જલ્દી સલમાન ખાનની સાથે 'ટાઈગર-3'માં જોવા મળશે. તે ઉપરાંત તે 'ફોન ભૂત'માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની સાથે જોવા મળશે.

વિકી-કેટરીનાના લગ્નની સેરેમનીની તસવીરો-

અન્ય સમાચારો પણ છે...