• Home
  • Entertainment
  • Cannes Film Festival opens hall doors for homeless people, pestilence causes event to be postponed until June July

કોરોના ઈફેક્ટ / કાન ફિલ્મ ફેસ્ટિવલે બેઘર લોકો માટે હૉલના દરવાજા ખોલ્યા, મહામારીના કારણે જૂન-જુલાઈ સુધી ઈવેન્ટ પાછી ઠેલવામાં આવી

Cannes Film Festival opens hall doors for homeless people, pestilence causes event to be postponed until June-July
X
Cannes Film Festival opens hall doors for homeless people, pestilence causes event to be postponed until June-July

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:10 PM IST

એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ  કોરોના વાઈરસના કારણે કેન્સલ કરવામાં આવેલ કાન ફિલ્મ ફેસ્ટિવલ લોકોને મદદ કરી રહ્યો છે. ઈવેન્ટની જગ્યા પેલેસ ધ ફેસ્ટિવલ હૉલમાં સંસ્થા બેઘર લોકોને રહેવાની જગ્યા આપી રહી છે. આ એવા લોકો છે કે જેમણે કોરોનાવાયરસ કારણે લોકડાઉનને પગલે પોતાનું નિવાસ સ્થાન ગુમાવ્યું છે.

12થી 23 મે દરમિયાન યોજાનાર આ ફેસ્ટિવલને કોરોના વાઈરસના કારણે જૂન અથવા જુલાઈ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. શુક્રવારે આયોજકોએ જરૂરિયાતમંદ લોકો માટે હૉલના દરવાજા ખોલ્યા હતા. કાન ટાઉન હૉલના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, દરરોજ રાત્રે લગભગ 50 થી 70 લોકો અહીં રોકાય છે. 

આયોજકોએ 16 એપ્રિલે યોજાનાર ફેસ્ટિવલની પ્રેસ કોન્ફરન્સ પણ હાલ માટે મુલતવી રાખી છે. 74 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કાનની તારીખને લંબાવવામાં આવી છે. આ અગાઉ તેને 1968માં વિદ્યાર્થી આંદોલનને કારણે કેન્સલ કરવામાં આવ્યો હતો. 


અંગ્રેજી વેબસાઈટ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના PM ઇમેન્યુઅલ મેક્રોંએ થોડા દિવસ પહેલાં ફ્રાન્સના 6 કરોડથી વધુ લોકોને ઘરે રહેવાની અપીલ કરી હતી. દેશમાં લગભગ 12 હજાર લોકો બેઘર છે. વર્લ્ડમીટરના રિપોર્ટ મુજબ, ફ્રાન્સમાં ગુરુવારે કોરોના વાઈરસથી 131 લોકોનાં મોત થયાં છે. તો બીજી તરફ  25 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી