• Gujarati News
  • Entertainment
  • 'Breakpoint' Will Feature Leander Paes And Mahesh Bhupathi's On off Court Story, Web Series Trailer Released

અપકમિંગ સિરીઝ:'બ્રેક પોઈન્ટ'માં લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની ઓન-ઓફ કોર્ટ સ્ટોરી જોવા મળશે, વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સિરીઝમાં સ્પોર્ટ્સ દિગ્ગજ પેસ અને ભૂપતિનો ઈન્ટરવ્યૂ છે
  • ટેનિસ ડબલ્સની જોડી સાથે અન્ય સ્પોર્ટ્સ પર્સન્સના પણ તેમાં ઈન્ટરવ્યૂ છે
  • આ સિરીઝ ‘દંગલ’ ફેમ નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે

'દંગલ' સહિતની દિગ્ગજ ફિલ્મ ડાયરેક્ટ કરનાર નિતેશ તિવારીની અપકમિંગ વેબ સિરીઝ 'બ્રેક પોઈન્ટ'નું પ્રથમ ટ્રેલર રિલીઝ થયું છે. આ સિરીઝ ભારતીય ટેનિસ સ્ટાર્સ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની પાર્ટનરશિપ અને તેમની સફર પર છે. નિતેશની પત્ની અશ્વિની અય્યર તિવારીએ આ સિરીઝ કો-ડાયરેક્ટ કરી છે. 1 ઓક્ટોબરે આ સિરીઝ OTT પર રિલીઝ થશે.

આ સિરીઝમાં ડાયરેક્ટર તિવારીએ બંને સ્પોર્ટ્સ દિગ્ગજ પેસ અને ભૂપતિના અલગ અલગ ઈન્ટરવ્યૂ લીધા છે. આ સાથે જ સાનિયા મિર્ઝા સહિતના સ્પોર્ટ્સ સ્ટાર્સના પણ તેમાં ઈન્ટરવ્યૂ જોવા મળશે. ટ્રેલરમાં સાનિયા મિર્ઝા બંનેની જોડીનાં વખાણ કરતાં જણાવે છે કે, ડબલ્સમાં દુનિયામાં બંનેને સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવતા હતા. તેઓ બંને એકબીજાના સ્પોર્ટ્સ અને ટેક્નિકના પૂરક હતા અને તેમને કોઈ રોકી શકતું નથી.

બ્રેક પોઈન્ટ માટે એક્સાઈટમેન્ટ

‘બ્રેક પોઇન્ટ’ વેબ સિરીઝ 1 ઓક્ટોબરથી ઝી-5 પર આવશે
‘બ્રેક પોઇન્ટ’ વેબ સિરીઝ 1 ઓક્ટોબરથી ઝી-5 પર આવશે

તિવારીએ જણાવ્યું કે,'અમે હંમેશાં આઈકોન પાછળના વ્યક્તિત્વને જાણવા અને તેને દર્શાવવા માટે એક્સાઈટેડ રહીએ છીએ. આ વસ્તુ જ 'બ્રેક પોઈન્ટ'માં જણાવવાનો પ્રયાસ થયો છે. લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ બંને ચેમ્પિયન છે. આ સિરીઝમાં તેઓ ફ્રેન્ડ્સ તરીકે વ્યક્ત થયાં છે, જે દિલ ખોલીને પોતાનાં ઈમોશન્સ લોકો સમક્ષ મૂકશે. તેમની હિડન સ્ટોરીઝ રિવીલ કરી અમે અમારી જાતને સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ. શું કરવું અને શું ન કરવું આવા વિચારો ધરાવતા યુથ માટે આ એક સારી પાર્ટનરશિપ છે. સિરીઝ માટે ZEE5 સાથે પાર્ટનરશિપ માટે પણ એક્સાઈટેડ છીએ.'

પોતાને સ્ક્રીન પર જોઈ સારું લાગે છે: પેસ
સિરીઝ અંગે લિએન્ડર પેસ જણાવે છે કે, ‘પોતાની જાતને સ્ક્રીન પર જોઈને સારું લાગે છે. દુનિયાને કંઈક બતાવવા આખાં જીવવની મહેનત લાગે છે, પરંતુ મને લાગે છે કે અમારી જોડી અંગે ઘણા અનુમાન લગાવવામાં આવ્યાં છે, તેને શાંત કરવા માટેની આ સારી રીત છે. અમારી સ્ટોરી જણાવવાનો અમને પ્રથમ અવસર મળી રહ્યો છે. આશા છે કે દર્શક અમારી ઓન કોર્ટ પાર્ટનરશિપના વખાણ કરતા રહેશે અને બ્રેક અપનાં કારણોને માન આપશે.’

'Lee-Hesh'ની પાર્ટનરશિપે ઈતિહાસ રચ્યો
લિએન્ડર કહે છે, ‘તમામ પાર્ટનરશિપ ઊથલ-પાથલ અને ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. અમારી પાર્ટનરશિપ પણ આવી જ રહી છે. અત્યાર સુધી દુનિયાને અમારી ઓન કોર્ટ પાર્ટનરશિપની જાણ છે અમારી ઓફ કોર્ટ લાઈફ અને રિલેશન આ સિરીઝથી લોકો જાણી શકશે. અમારી જીત અને ઉપલબ્ધિઓ છીનવાઈ ન જવી જોઈએ કારણ કે, મતભેદો હોવા છતાં 'Lee-Hesh'ની જોડીએ ઈતિહાસ રચ્યો છે અને અમને ગર્વ છે.’