તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટરની સંપત્તિ:‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુકલા કરોડોની સંપત્તિનો માલિક હતો, જાણો એક્ટરની નેટવર્થ કેટલી હતી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2020 સુધી સિદ્ધાર્થની કુલ સંપત્તિ લગભગ 11.25 કરોડ રૂપિયાની આસપાસ હતી

અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું છે. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. રિપોર્ટના અનુસાર, એક્ટરનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. સિદ્ધાર્થ બિગ બોસ 13નો વિનર રહી ચૂક્યો છે. સિદ્ધાર્થના અવસાન બાદ ટીવી ઇન્ડસ્ટ્રી શોક ડૂબી ગઈ છે.

સિદ્ધાર્થ શુકલાએ ટીવી સિરિયલ દ્વારા ફેન્સની વચ્ચે એક ખાસ જગ્યા બનાવી હતી. એક્ટરે બાલિકા વધૂ જેવી સિરિયલમાં શિવની ભૂમિકા ભજવી હતી. અમે તમને જણાવી રહ્યા છીએ કે લોકપ્રિય અભિનેતાની નેટ વર્થ કેટલી હતી.

સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ
caknowledge ડોટ કોમના અનુસાર, દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાની નેટ વર્થ સારી એવી હતી. 2020 સુધી સિદ્ધાર્થની કુલ સંપત્તિ લગભગ 11.25 કરોડ રૂપિયાની આસપાસ હતી અને કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ એક ટીવી અભિનેતા માટે ઘણી મોટી હતી.

સિદ્ધાર્થ શુક્લાની મોટાભાગની કમાણી ટીવી શો અને મોટી બ્રાન્ડ્સની જાહેરાતમાંથી થતી હતી. સિદ્ધાર્થ જે કમાતો હતો તે એટલા જ મનથી દાન પણ કરતો હતો. સામાજીક કાર્યમાં સિદ્ધાર્થ હંમેશાં ભાગ લેતો અને દાન કરતો હતો હતો.

એક્ટરનું ઘર અને ગાડીઓ
સિદ્ધાર્થનું એક ઘર મુંબઈમાં હતું, જ્યાં તે પોતાના પરિવારની સાથે રહેતો હતો. તેને આ ઘર હાલમાં જ ખરીદ્યું હતું. ગાડીની વાત કરીએ તો એક્ટર ગાડીઓનો શોખીન હતો. તેની પાસે એક BMW X5 છે તેની સાથે તેની પાસે એક હાર્લે ડેવિડસન ફેટ બોબ મોટરસાયકલ પણ હતી.

સિદ્ધાર્થ એક સાદું જીવન જીવવાનું પસંદ કરતો હતો. એક્ટર અવારનવાર ફરતો જોવા મળતો હતો. બિગ બોસ 13 જીત્યા બાદ તે ઘણો લોકપ્રિય થયો હતો. આખા દેશમાંથી તેને ઘણા વોટ મળ્યા હતા. તાજેતરમાં એક્ટરે પોતાનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું, જ્યાં તે બ્રોકન બટ બ્યુટિફૂલમાં જોવા મળ્યો હતો. આ સિરીઝ માટે સિદ્ધાર્થના ઘણા વખાણ થયા હતા. બિગ બોસ જીત્યા બાદ એક્ટરના કરિયરને એક નવી ઉડાન મળી હતી.