તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Just 4 Competitors In The Winner's Race Now, Rakhi Left The Show Taking Rs 14 Lakh; Salman Wore A Bracelet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14- FINALE:રુબીના દિલાઇક બની બિગ બોસ સીઝન 14ની વિનર, સલમાને કહ્યું- સારું લાગ્યું કે ટ્રોફી લેવાને બદલે તે પહેલા પરિવારને મળવા દોડી

2 મહિનો પહેલા

રુબીના દિલાઇક બિગ બોસ 14ની વિનર બની છે. 140 દિવસ સુધી જોવા મળેલી ઉગ્ર ચર્ચા, લડાઈ અને ડ્રામા પછી ફાઈનલમાં રુબીના દિલાઈક, રાહુલ વૈદ્ય, અલી ગોની, નિક્કી તમ્બોલી અને રાખી સાવંત પહોંચ્યા હતા જો કે રાખીએ ઓપ્શનમાં આપેલા 14 લાખ રૂપિયા લઈને શો છોડી દીધો.

તો અલી ગોનીને સૌથી ઓછા વોટ મળ્યા, જેના કારણે તે શોમાંથી બહાર થઈ ગયો. સલમાને રાખી અને અલીને બ્રેસ્લેટ ભેટમાં આપ્યા.

બિગ બોસ 14 ફિનાલે ટાઈમલાઈન

 • સલમાન ખાને સીઝન-14ના રી-કેપ દેખાડી. જેમાં બતાવવામાં આવ્યું કે પ્રતિસ્પર્ધકોએ કઈ રીતે લડાઈ અને તોડફોડ કરી. તેમના વિવાદિત નિવેદનોને દેખાડવામાં આવ્યા.
 • સલમાને કહ્યું કે સીઝનમાં અનેક વખત ભારે-ભારે શબ્દ સાંભળવા મળ્યા. ઉર્દૂમાં ખૈર, તલફ્ફુસ, ઈલ્ઝામાત, તકવ્વુર, ગૈરત જેવાં શબ્દોના સ્પર્ધકોએ ખોટો ઉપયોગ કર્યો અને મજાક ઉડાવી છે.
 • માધુરી દીક્ષિતે પોતાના જ અંદાજમાં શોના ફાઈનલિસ્ટની જર્ની અને તેમની વિશેષતાઓથી ઈન્ટ્રોડ્યુસ કરાવ્યા. જેમાં માધુરીએ જણાવ્યું કે તેમાંથી જે કોઈ પણ જીતે છે તે જીત કોની હશે.
 • ફાઈનાલિસ્ટમાં રાખી સાવંતના ડાન્સ શોની સાથે અન્ય સ્પર્ધકોના પર્ફોમન્સ શરૂ થયા. તેઓએ પરદેસિયા, જૂલી ઉપરાંત તેમના વાયરલ થયેલા ડાયલોગ યે સાંડુણી... પર ડાન્સ કર્યો.
 • શોમાં નાના બાળક સોહેલે સલમાનની ફિલ્મ સુલ્તાનના સોંગ પર ડાન્સ પર્ફોમન્સ આપ્યું. સલમાને તેના પર્ફોમન્સે જોઈને તેને બોનલેસ નામ આપ્યું. બાળકે સલમાનને પોતાના મોટા ભાઈ કહ્યાં તો સલમાને કહ્યું કે જો મારા યોગ્ય સમયે લગ્ન થઈ ગયા હોત તો તારા જેવડાં મારા ગ્રાન્ડ સન હોત.
 • શોમાં ધર્મેન્દ્રએ પણ જટ યમલા પગલ દીવાના ગીત પર એન્ટ્રી કરી. તેઓએ શોલેનો સીન રિક્રિએટ કર્યો. સલમાન ગબ્બર અને રાખીએ બસંતીની ભૂમિકા ભજવી
હાય ગર્મી સોન્ગ પર સિગ્નેચર સ્ટેપ કરતાં સલમાન ખાન અને નોરા ફતેહી.
હાય ગર્મી સોન્ગ પર સિગ્નેચર સ્ટેપ કરતાં સલમાન ખાન અને નોરા ફતેહી.

5 સીઝન પહેલાં બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનારી નોરા ફતેહીએ પણ પોતાના હિટ ડાન્સ નંબર્સ પર પર્ફોમન્સ આપ્યું. જેમાં સાકી, હાય ગર્મી જેવાં ગીત સામેલ હતા.સલમાને નોરા સાથે સાકી-સાકી સોંગ પર પર્ફોમ કર્યું. તે પર્ફોન્સમાં ડાન્સ મૂવ દેખાડતાં દેખાડતાં સીડીઓથી નીચે આવી ગયો હતો.

નિક્કી પણ ઈચ્છતી હતી 14 લાખ લઈને શોથી બહાર થવાનું
રિતેશ દેશમુખે કહ્યું કે હું એક કેસના કારણે અહીં આવ્યો છું. તે બિગ બોસના ઘરમાં બનેલા થિયેટરમાં ગયા. તેને કહ્યું કે એક જ વિનર 36 લાખ રૂપિયાની પ્રાઈઝ મની લઈને જશે. તેને કહ્યું કે બિગ બોસમાં તમને તક આપી છે કે તમે કંઈકને કંઈક લઈને જાવ. તેને તમામ પ્રતિસ્પર્ધકોને ઓપ્શન આપ્યા 14 લાખ રૂપિયા લઈ જવાનો. 10 સેકન્ડની ટાઈમ લિમિટમાં રાખી અને નિક્કીએ બઝર દબાવ્યું. પહેલું બઝર રાખીએ દબાવ્યું હતું તેથી તેને 14 લાખ આપવામાં આવ્યા, પરંતુ તે વિનરની રેસમાંથી બહાર થઈ ગઈ.

રાખી સાવંત ફાઈનલમાં પહોંચનારી બીજી સ્પર્ધક છે. ડિસેમ્બર 2020માં તે આ શોમાં ચેલેન્જર તરીકે આવી હતી. ફાઈનલમાં રાખીની મુલાકાત રિતેશ સાથે મુલાકાત કરાવવામાં આવી. જો કે તે રાખીના પતિ રિતેશ નહીં, પરંતુ એક્ટર રિતેશ દેશમુખ હતા.

વ્હાઈટ સૂટમાં જોવા મળ્યો સલમાન
ફાઈનલની પહેલાં ડિઝાઈનર અશ્લે રેબેલોએ શોમાં સલમાનના પ્રેઝન્ટેશનને લઈને ખુલાસો કર્યો. રેબેલોએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ કલરનો સૂટ શેર કર્યો અને ફેન્સને હિંટ આપી છે કે સલમાન ફાઈનલ શોમાં વ્હાઈટ કલરના સૂટમાં નજરે પડશે, સલમાન શોમાં પણ આ લુકમાં જ પહોંચ્યો.

શો ડાન્સ દિવાનેનું એલાન, સલમાને કરી માધુરી સાથે વાત
સલમાન ખાને કહ્યું કે એન્ટરટેઈનમેન્ટનું આ બેન્ટન હવે ડાન્સ દિવાનાને આપવામાં આવશે. જેમાં મારી ફેવરેટ કો-સ્ટાર માધુરી દીક્ષિત હશે. સલમાને માધુરીને ફોન કર્યો અને કહ્યું કે તમે હંમેશાની જેમ ઘણી જ સુંદર દેખાવ છો. સલમાન ખાને હમ આપકે હૈ કૌનમાં માધુરીનો ટ્રેડ માર્ક ડાયલોગ બોલ્યું- ઉહ્હૂ-ઉહ્હૂ. તેઓએ કહ્યું કે પહેલાં આ ઉહ્હૂ-ઉહ્હૂ ઘણું જ કામનું હતું, પરંતુ આજકાલ આવું કરો તો લોકો તમને ઘુરી ઘુરીને જુવે છે અને દૂર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો