તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Big Announcement On First Death Anniversary: T Series's Bhushan Kumar Is Making A Biopic On Choreographer Saroj Khan's Life, Daughter Sukaina And Son Raju Agreed

ડેથ એનિવર્સરી પર મોટી જાહેરાત:પ્રોડ્યુસર ભૂષણ કુમાર કોરિયોગ્રાફર સરોજ ખાનનાં જીવન પર બાયોપિક બનાવશે, દીકરી સુકૈના અને રાજુએ પરમિશન આપી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી - Divya Bhaskar
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી
  • બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું
  • 40 વર્ષના કરિયરમાં સરોજ ખાને અંદાજે બે હજાર ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં

બોલિવૂડના ઘણા બ્લોકબસ્ટર સોંગમાં કોરિયોગ્રાફની પાછળનો ચહેરો એટલે કે સરોજ ખાને 3 જૂલાઈએ દુનિયાને અલવિદા કહ્યું હતું. લેજેન્ડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું મૃત્યુ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો લોસ હતો. આજે તેમના મૃત્યુને એક વર્ષ પછી પ્રોડ્યુસર ભૂષણ કુમારે તેમના સંઘર્ષ ભરેલા જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.

સરોજ ખાનની પ્રથમ ડેથ એનિવર્સરી પર ટી-સિરીઝે તેમની બાયોપિક બનાવવાની ઓફિશિયલ જાહેરાત કરી છે. ફિલ્મ બનાવવા માટે મેકર્સે સરોજના સંતાન સુકૈના અને રાજુ ખાન પાસેથી અનુમતિ લઇ લીધી છે.

ભૂષણ કુમારે કહ્યું, સરોજ ખાને માત્ર તેમના ડાન્સથી એક્ટર્સના પર્ફોમન્સ યાદગાર બનાવ્યા એવું નથી પણ હિન્દી સિનેમામાં કોરિયોગ્રાફીમાં એક ક્રાંતિ લાવ્યા છે. તેમના ડાન્સમાં અનેક સ્ટોરી હોય છે. એક ફિલ્મમેકર માટે આ ખૂબ મદદગાર છે.

વધુમાં તેમણે કહ્યું, સરોજ ખાનની જર્ની 3 વર્ષની ઉંમરમાં શરુ થઈ હતી. આખી જિંદગી દરમિયાન તેમણે અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો. મને આજે પણ યાદ છે જ્યારે હું મારા પિતા સાથે સેટ પર જતો હતો અને તેમની કોરિયોગ્રાફી સોંગમાં સ્પષ્ટ ઝલકતી નથી. તેમની લગન દરેકનું ધ્યાન ખેંચે તેવી હતી. મને ખુશી છે કે તેમના સંતાન માતાની બાયોપિક માટે ખુશ થયા છે.

બોલિવૂડની મોટાભાગની બિગ એક્ટ્રેસિસે સરોજ ખાનના ડિરેક્શનમાં ડાન્સ કર્યો છે
બોલિવૂડની મોટાભાગની બિગ એક્ટ્રેસિસે સરોજ ખાનના ડિરેક્શનમાં ડાન્સ કર્યો છે

સરોજના દીકરા રાજુ ખાને તેની માતાની બાયોપિક વિશે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારી માતાને ડાન્સિંગ ખૂબ ગમતું હતું અને આપણે બધા જાણીએ છીએ તેમ એમણે આખું જીવન ડાન્સને સમર્પિત કર્યું. મને ખુશી છે કે, હું તેમના જ રસ્તે ચાલ્યો. મારી માતાને ઇન્ડસ્ટ્રી દ્વારા ખૂબ પ્રેમ અને સન્માન મળ્યું અને આ મારા તથા પરિવાર માટે ગર્વની વાત છે કે દુનિયા તેમની સ્ટોરી જોશે.

40 વર્ષના કરિયરમાં સરોજ ખાને અંદાજે બે હજાર ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. તેમને ત્રણવાર નેશનલ અવોર્ડ જીત્યા હતાં. શ્રીદેવી, માધુરી દીક્ષિત સહિત બોલિવૂડની બિગ એક્ટ્રેસિસને કોરિયોગ્રાફ કરી હતી. આ ઉપરાંત સાઉથની અનેક ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી.

સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું
સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું

સાધનાથી લઈ કરીના સહિતની એક્ટ્રેસિસને ડાન્સ શીખવ્યો
બોલિવૂડની મોટાભાગની બિગ એક્ટ્રેસિસે સરોજ ખાનના ડિરેક્શનમાં ડાન્સ કર્યો છે. સરોજ ખાને સાધના, વૈજયંતીમાલા, કુમકુમ, હેલન, શર્મિલા ટાગોર, માલા સિંહા, વહીદા રહેમાન, જિન્નત અમાનથી લઈને રેખા, શ્રીદેવી, માધુરી દીક્ષિત, કરિશ્મા કપૂર, ઉર્મિલા માતોડકર, ઐશ્વર્યા રાય, કરીના કપૂર, સની લિયોની જેવી એક્ટ્રેસિસને ડાન્સ શીખવ્યો છે. માધુરી દીક્ષિત તેમની ફેવરિટ એક્ટ્રેસ હતી. સાઉથની પણ ઘણી એક્ટ્રેસિસને ડાન્સ શીખવ્યો હતો.

ત્રણ વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ બન્યા હતાં
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દાયકામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા હતાં. 1974માં ‘ગીતા મેરા નામ’માં સ્વંતત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો. સરોજ ખાને પોતાની કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. આથી જ તેમને ‘મધર ઓફ ડાન્સ’ પણ કહેવામાં આવે છે.