• Gujarati News
  • Entertainment
  • Bhedia's Film Copies Poster Of 2018 Thriller Film 'Radarum', These Films Have Also Been Accused Of Plagiarism

કોપીકેટ:ભેડિયા' ફિલ્મે 2018ની થ્રિલર ફિલ્મ 'રેડરમ' નું પોસ્ટર કોપી કર્યું, આ ફિલ્મો પર પણ પોસ્ટર ચોરી કરવાનો આરોપ લાગ્યો છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાવનનું પોસ્ટર હોલિવૂડ ફિલ્મ બેટમેન બિગનમાંથી કોપી કરવામાં આવ્યું હતું

વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ભેડિયાનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. 25 નવેમ્બર 2022માં રિલીઝ થનારી આ ફિલ્મનું પોસ્ટ વર્ષ 2018માં થ્રિલર ફિલ્મ રેડરમ જેવું જ છે. પોસ્ટર સામે આવતા જ લોકો મેકર્સ પર પોસ્ટર ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જો કે આ પહેલી વખત નથી કે જ્યારે કોઈ મોટી ફિલ્મે પોસ્ટર ચોરી કર્યું હોય-

રાધે-શ્યામ- પોર્ટુગલ બ્લોગર્સનું પોસ્ટર
પેન ઈન્ડિયાની ફિલ્મ રાધે-શ્યામનું પોસ્ટર થોડા દિવસ પહેલા ઘણું ચર્ચામાં હતું. તેનું કારણ હતું ફિલ્મના પોસ્ટરને પોર્ટુગલના ટ્રેવર બ્લોગર્સ રાક્વેલ અને મોગલના પોસ્ટરથી મળતું આવતું હતું. ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા હેગડે બ્લોગર્સનો પોઝ કોપી કરતા જોવા મળ્યા હતા.

બાહુબલીઃ ધ બિગિનિંગ- ઓંગ બેક 2-સિમોન બ્રિંચ
વર્ષ 2015ની ફિલ્મ બાહુબલીઃ ધ બિગિનિંગ પોતાની યુનિક સ્ટોરીના કારણે ચર્ચામાં હતી, જો કે, આ ફિલ્મના બે પોસ્ટર હોલિવૂડ ફિલ્મોમાંથી કોપી કરવામાં આવ્યા હતા. હાથી પર ચઢેલા પ્રભાસનું પોસ્ટર 2008ની ફિલ્મ ઓંગ બેક 2માંથી કોપી કરવામાં આવ્યું હતું, જ્યારે પાણીમાં બાહુબલીના નવજાતનને હાથમાં ઉઠાવતી શિવગામીવાળુ પોસ્ટર સિમોન બ્રિંચ ફિલ્મમાંથી ચોરવામાં આવ્યું હતું.

પીકે-ક્વિમ બેરોજ આલ્બમ
વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ પીકેની સારી કહાની જોઈને બધા ઈમ્પ્રેસ થયા હતા, જો કે, આ ફિલ્મનું પોસ્ટર ઈંગ્લિશ સિંગર ક્વિમ બરેરોજના મ્યુઝિક આલ્બમ કવરમાંથી ચોરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં આમિર કપડા વગર રેડિયો લઈને ઊભો છે. આ પોસ્ટર ન્યૂડિટીના કારણે પણ વિવાદોમાં આવ્યું હતું.

ગજની- ધ ઈનક્રેડિબલ હલ્ક
વર્ષ 2009ની ફિલ્મ ગજનીના પોસ્ટરમાં આમિર ખાન અને તેની અગ્રેસિવ ભૂમિકાની સાથે જોવા મળ્યો હતો. આ પોસ્ટર હોલિવૂડ સુપર હીરો ફિલ્મ ધ ઈનક્રેડિબલ હલ્ક જેવું જ હતું.

મર્ડર 2- એન્ટી ક્રાઈસ્ટ
જેકલીન ફર્નાન્ડિસ અને ઈમરાન હાશમી સ્ટારર ફિલ્મ બોલ્ડ સીન ઉપરાંત પોસ્ટરના કારણે પણ ચર્ચામાં હતી. ફિલ્મના પોસ્ટરનો આઈડિયા હોલિવૂડ ફિલ્મ એન્ટિ ક્રાઈસ્ટમાંથી ચોરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કલાકારો લાશની સામે રોમાન્સ કરતા જોવા મળે છે.

થપ્પડ-આફ્ટર લૂસિયા
તાપસી પન્નુની વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ થપ્પડનું પોસ્ટર વર્ષ 2013ની હોલિવૂડ ડ્રામા ફિલ્મ આફ્ટર લુસિયામાંથી કોપી કરવામાં આવ્યું છે.

દિલવાલે- ધ બેસ્ટ ઓફ મી
જોવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે વર્ષ 2015ની મલ્ટીસ્ટારર ફિલ્મ દિલવાલેનું પોસ્ટર ધ બેસ્ટ ઓફ મીમાંથી કોપી કરવામાં આવ્યું છે. હોલિવૂડ ફિલ્મ, બોલિવૂડની દિલવાલેના એક વર્ષ પહેલા 2014માં રિલીઝ થઈ હતી. ​​​​​​​

રાવન-બેટમેન બિગન
વર્ષ 2011માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને કરિના કપૂર સ્ટારર ફિલ્મ રાવનનું પોસ્ટર હોલિવૂડ ફિલ્મ બેટમેન બિગનમાંથી કોપી કરવામાં આવ્યું હતું. બેટમેન એક પોપ્યુલર સિરીઝ છે જેના કારણે આ ચોરી કોઈની નજરોથી બચી ન શકી.

એજન્ટ વિનોદ- જોની ઈંગ્લિશ
સૈફ અલી ખાનની ફિલ્મ એજન્ટ વિનોદનું પોસ્ટર એકદમ કલરફૂલ અને એક્શનથી ભરપૂર બનાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર 2002માં આવેલી હોલીવૂડ ફિલ્મ જોની ઈંગ્લિશના પોસ્ટર જેવું જ છે. ઓરિજિનલ પોસ્ટરમાં રોવાન એટકિન્સનએક્શન કરતો જોવા મળતો હતો.

અનજાના-અનજાની- એન એજ્યુકેશન
પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂરની ફિલ્મ અનજાના-અનજાનીનું પોસ્ટ એન એજ્યુકેશનના પોસ્ટર જેવું જ હતું. એવું કહેવું ખોટું નહીં હોય કે મેકર્સે આ આઈડિયા કોપી કર્યો છે. ફિલ્મને વર્ષ 2010માં રિલીઝ કરવામાં આવી હતી.

આ પણ કોપી કરેલા પોસ્ટરો છે

જજમેન્ટલ હૈ ક્યા - પોસ્ટર આર્ટિસ્ટમાંથી ચોરવામાં આવ્યું