બીગબોસ OTT:પ્રથમ સિઝનના અંતે દિવ્યા અગ્રવાલ બની વિજેતા, ફર્સ્ટ રનરઅપ રહ્યો નિશાંત ભટ્ટ, ત્રણ સ્પર્ધક ફિનાલેની રેસમાં યથાવત રહેલા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બિગબોસ OTTની પ્રથમ સિઝન હવે પૂરી થઈ છે અને શોને તેની પ્રથમ વિજેતા મળી ગઈ છે. દિવ્યા અગ્રવાલે બિગ બોસ OTTની ટ્રોફી જીતી છે. આ જીત બદલ તે ખૂબ જ ખુશ હતી. સૌએ તેને અભિનંદન આપ્યા હતા. શોના અંતમાં ત્રણ સ્પર્ધક ફિનાલેની રેસમાં યથાવત રહેલા અને ટોપ 3માં પહોંચેલા. જેમાં શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને દિવ્યા અગ્રવાલનો સમાવેશ થતો હતો. રનરઅપ રહેલા નિશાંત ભટ્ટ અને શમિતા શેટ્ટી શોમાં ત્રીજા નંબર પર રહેલા. પ્રતીક સહજપાલે બિગ બોસ 15માં જવાનો વિકલ્પ પસંદ કરી બિગબોસ OTTના વિનરની રેરસમાંથી બહાર કરવામાં આવેલો. જ્યારે રાકેશ બાપત ચોથા નંબર પર રહેલો.

ફાઈનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા 5 સ્પર્ધકો

ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોએ ઘણી મહેનત કરેલી. તમામ સ્પર્ધકોએ આ સમયે ફેન્સને એન્ટરટેન કરવાનો પ્રયત્ન કરેલો. અનેક ફેન્સે નેહા ભસીનને શો સમયે વધારે એન્ટરટેનિંગ કહેલી. જોકે ખેદ એ વાતનો રહ્યો કે તે શોમાં ફિનાલે રાઉન્ડ અગાઉ જ બહાર થઈ ગયેલી.શોમાં ફિનાલે રાઉન્ડમાં રાકેશ બાપત, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, દિવ્યા અગ્રવાલ અને નિશાંત ભટ્ટ પણ જોવા મળ્યા હતા.

પ્રતીક સહજપાલ બન્યો બિગબોસ 15નો હિસ્સો
પ્રતીક સહજપાલે બિગ બોસ OTTના ફિનાલેમાં મોટો નિર્ણય લીધો. તેણે પોતાની જાતે જ બિગ બોસ OTTના વિનરની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો અને સલમાન ખાનના શો બિગ બોસ 15માં ભાગ લેવાનો વિકલ્પ પસંદ કર્યો. આ સાથે સલમાન ખાનના શો બિગબોસ 15ના કન્ફર્મ્ડ સ્પર્ધક બની ગયો. હવે બિગ બોસ 15નો હિસ્સો બનશે અને તેણે આ નિર્ણય કરીને પોતાની જાતને વધુ એક તક આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના ગુસ્સાને લીધે તે શોમાં સૌના ધ્યાનમાં આવ્યો. શોમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે ભાગ લીધો અને સૌને એન્ટરટેઈન કર્યાં. જ્યારે નેહા ભાસીને પણ ખૂબ જ સારું પર્ફોમન્સ રજૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...