• Gujarati News
  • Entertainment
  • BAFTA Film Awards 2021 Complete Winners List,'Nomadland' Wins 4 Awards, Frances Mcdormand, Anthony Hopkins

BAFTA 2021:ફર્સ્ટટાઇમ ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પ્રેઝેન્ટેટર બની, 63 વર્ષીય ફ્રાન્સિસ મેકડોરમેંડને બેસ્ટ એક્ટ્રેસ અને 83 વર્ષીય એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો

8 મહિનો પહેલા
કોરોના મહામારીને લીધે વર્ચ્યુઅલી અવૉર્ડ્સ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ‘નોમાડલેન્ડ’ ફિલ્મે સૌથી વધારે ચાર અવૉર્ડ જીત્યા
  • ‘નોમાડલેન્ડ’ ફિલ્મની લીડ એક્ટ્રેસ ફ્રાન્સિસ મેકડોરમેંડને બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો
  • 83 વર્ષીય એન્થની હોપકિન્સને ‘ધ ફાધર’ માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો

ધ બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્સ 2021ની શરૂઆત શનિવાર એટલે કે 10 એપ્રિલ (ભારતીય સમય પ્રમાણે 11 એપ્રિલ)ના રોજ થઈ હતી. એ પછી બીજે દિવસે બાકી 17 કેટેગરીના અવૉર્ડ્સ વિનર્સની જાહેરાત થઈ. 74મા BAFTA અવૉર્ડ્સની ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ મેકિંગની ક્રાફ્ટ્સ સાઈડ પર ફોકસ કરવામાં આવ્યું હતું. 25માંથી 8 કેટેગરીના અવૉર્ડ્સ વિનરની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના મહામારીને લીધે અવૉર્ડ્સ સેરેમનીનું વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવ્યું હતું. સેરેમનીના પ્રથમ દિવસે ફિલ્મ મેકિંગની ક્રાફ્ટ્સ સાઈડ પર ફોકસ કરવામાં આવ્યું હતું અને 8 કેટેગરીમાં અવૉર્ડ આપ્યા હતા.

પ્રિયંકા ચોપરાએ દેશનું ગૌરવ વધાર્યું​​​​​​

પ્રિયંકા હાલમાં લંડનમાં છે.
પ્રિયંકા હાલમાં લંડનમાં છે.

પ્રિયંકા ચોપરા 74મો બાફ્ટા અવૉર્ડની પ્રેઝેન્ટર્સની યાદીમાં સામેલ થઈ હતી. આ પહેલાં પ્રિયંકાએ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી. બાફ્ટાએ સો.મીડિયા પેજમાં પ્રેઝેન્ટર્સની યાદીના એક્ટર્સ તથા એક્ટ્રેસની તસવીર શૅર હતી.

સેરેમની દરમિયાન પ્રિયંકા ચોપરાનાં આઉટફિટે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. પતિ નિક જોનસ સાથેના ફોટોઝ જોઈ યુઝર્સે વખાણ કર્યાં હતાં.

પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ લૂકમાં પ્રિયંકા ચોપરા.
પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ લૂકમાં પ્રિયંકા ચોપરા.
બ્લેક આઉટફિટમાં પ્રિયંકાએ લોકોનાં દિલ જીત્યાં.
બ્લેક આઉટફિટમાં પ્રિયંકાએ લોકોનાં દિલ જીત્યાં.

‘નોમાડલેન્ડ’ ફિલ્મે સૌથી વધારે ચાર અવૉર્ડ જીત્યા
હોલિવૂડ ડ્રામા ફિલ્મ નોમાડલેન્ડએ સૌથી વધારે ચાર અવૉર્ડ જીત્યા છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ ફ્રાન્સિસ મેકડોરમેંડને બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે, જ્યારે ફિલ્મના નિર્દેશક ક્લો ઝાઓને બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો. બેસ્ટ સિનેમેટોગ્રાફી કેટેગરીનો અવૉર્ડ પણ નોમાડલેન્ડને મળ્યો. એન્થની હોપકિન્સને ધ ફાધર માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો.

'મા રેને બ્લેક બોટમ'એ 2 અવૉર્ડ જીત્યા
સેરેમનીના પહેલા દિવસે સાઉન્ડ, કાસ્ટિંગ, કોસ્ચ્યૂમ ડિઝાઈન, મેકઅપ એન્ડ હેર, પ્રોડક્શન ડિઝાઈન, બ્રિટિશ શોર્ટ ફિલ્મ, બ્રિટિશ શોર્ટ એનિમેશન તથા સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં અવૉર્ડ આપવામાં આવ્યા. 'મા રેને બ્લેક બોટમ'ને બે અવૉર્ડ મળ્યા. આ મ્યુઝિક ડ્રામા ફિલ્મને કોસ્ચ્યૂમ તથા મેકઅપ એન્ડ હેર કેટેગરીમાં અવૉર્ડ મળ્યો.

ક્રિસ્ટોફર નોલનની 'ટેનેટ'એ પણ અવૉર્ડ જીત્યો
પોપ્યુલર અમેરિકન ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની 'ટેનેટ'ને સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરી અવૉર્ડ મળ્યો. આ ઉપરાંત 'સાઉન્ડ ઓફ મેટલ', 'મેક', 'રોક્સ' સહિત અનેક ફિલ્મે અલગ અલગ કેટેગરીમાં અવૉર્ડ જીત્યા.

BAFTA અવૉર્ડ્સ 2021ના વિનર્સનું લિસ્ટ:

  • બેસ્ટ ફિલ્મ: નોમાડલેન્ડ
  • બેસ્ટ એક્ટર: એન્થની હોપકિન્સ (ધ ફાધર)
  • બેસ્ટ એક્ટ્રેસ: ફ્રાન્સિસ મેકડોરમેંડ (નોમાડલેન્ડ)
  • બેસ્ટ ડિરેક્ટર:ક્લો ઝાઓ (નોમાડલેન્ડ)
  • સપોર્ટિગ એક્ટ્રેસ: યુહ જુંગ યોન (મિનારી)
  • સપોર્ટિગ એક્ટર: ડેનિએલ કલય્યુ(જુદાસ એન્ડ બ્લેક મસીહા)
  • આઉટસ્ટેન્ડીંગ બ્રિટિશ ફિલ્મ: મિસિંગ યંગ વુમન
  • ઓરિજિનલ સ્ક્રીનપ્લે: પ્રોમિસિંગ યંગ વુમન
  • એડપ્ટેડ સ્ક્રીનપ્લે: ધ ફાધર
  • ડોક્યુમેન્ટરી: માય ઓક્ટોપસ ટીચર
  • ઓરિજિનલ સ્કોર: સોલ
  • એનિમેટેડ ફિલ્મ: સોલ
  • સિનેમેટોગ્રાફી: નોમાડલેન્ડ
  • એડિટિંગ: સાઉન્ડ ઓફ મેટલ
  • કાસ્ટિંગઃ રોક્સ
  • સાઉન્ડઃ સાઉન્ડ ઓફ મેટલ
  • મેકઅપ એન્ડ હેરઃ મા રેને બ્લેક બોટમ
  • કોસ્ચ્યૂમ ડિઝાઈનઃ મા રેને બ્લેક બોટમ
  • પ્રોડક્શન ડિઝાઈનઃ મેક
  • સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ ટેનેટ
  • બ્રિટિશ શોર્ટ ફિલ્મઃ ધ પ્રેઝેન્ટ
  • બ્રિટિશ શોર્ટ એનિમેશનઃ ધ આઉલ એન્ડ ધ પુસી કેટ
  • બ્રિટિશ રાઈટર, ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર આઉટસ્ટેન્ડિંગ ડેબ્યુ: રેમિ વિક્સ(હિઝ હાઉસ)
અન્ય સમાચારો પણ છે...