• Gujarati News
  • Entertainment
  • BAFTA Awards 2021: Indian Actors Irrfan Khan And Rishi Kapoor Honoured Among Other More Than 40 Late Icons At Award Show

BAFTA 2021:ઈરફાન ખાન અને રિશી કપૂરને બાફ્ટા અવોર્ડ્સમાં યાદ કર્યા, વીડિયો ક્લિપથી અનેક દિગ્ગજ કલાકારોને શ્રદ્ધાંજલિ આપી

6 મહિનો પહેલા
કોરોના મહામારીને લીધે વર્ચ્યુઅલી અવોર્ડ્સ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું
  • વીડિયો ક્લિપની શરુઆત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ આપવા સાથે કરી
  • ફિલ્મ ‘બ્લેક પેન્થર’ના સ્ટાર ચેડવિક બોસમેનને શ્રદ્ધાંજલિ આપી

ધ બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવોર્ડ્સ 2021 પૂરો થઇ ગયો છે. બે દિવસ ચાલેલા 74મા એડિશનમાં ટોટલ 25 કેટેગરીના અવોર્ડ વિનર્સની જાહેરાત થઇ. આ દરમિયાન સેરેમનીમાં મેમોરિયલ સેગ્મેન્ટમાં દુનિયાભરના ઘણા દિવંગત એક્ટર્સને પણ યાદ કરવામાં આવ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બોલિવૂડના દિગ્ગજ દિવંગત એક્ટર ઈરફાન ખાન અને રિશી કપૂરને પણ યાદ કરવામાં આવ્યા. બંનેને સીન કોનેરી, કિર્ક ડગલસ અને ચેડવિક બોસમેન જેવા કલાકારોની સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

વીડિયો ક્લિપથી 40થી વધારે કલાકારોને શ્રદ્ધાંજલિ આપી
અવોર્ડ સેરેમનીના મેમોરિયલ સેગ્મેન્ટમાં એક વીડિયો ક્લિપ દ્વારા ગયા વર્ષે દુનિયાને અલવિદા કહી ચૂકેલા એક્ટર્સ, ડિરેક્ટર્સ, રાઈટર્સ, ટેક્નીશિયન સહિત દુનિયાના 40થી વધારે કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઈરફાન ખાન અને રિશી કપૂર બોલિવૂડના ફેમસ કલાકારમાંના એક હતા, પરંતુ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

ઈરફાનને ‘લાઈફ ઓફ પાઈ’ના ડાયલોગથી યાદ કર્યા
વીડિયો ક્લિપની શરુઆત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ આપવા સાથે કરી. એ પછી ઈરફાન ખાન અને રિશી કપૂર સહિત અન્ય કલાકારોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વીડિયો ક્લિપમાં ઈરફાનને વર્ષ 2012માં રિલીઝ થયેલી તેમની હોલિવૂડ ફિલ્મ લાઈફ ઓફ પાઈનાં એક ડાયલોગ સાથે યાદ કરવામાં આવ્યા.

ચેડવિક બોસમેન અને પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિની યાદીમાં ઈયાન હોલ્મ અને બારબરા વિંડસર સહિત અન્ય કલાકારો સામેલ રહ્યા. આ વીડિયો ક્લિપ ફિલ્મ ‘બ્લેક પેન્થર’ના સ્ટાર ચેડવિક બોસમેનને શ્રદ્ધાંજલિ સાથે પૂરી થઇ. 2 એપ્રિલે દુનિયાને અલવિદા કહી ચૂકેલા પ્રિન્સ ફિલિપને યાદ કરી બ્રિટનના શાહી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

ગયા વર્ષે ઈરફાન અને રિશીનાં જીવનનો દીપક ઓલવાયો હતો
ઈરફાન ખાને ગયા વર્ષે 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેના એક દિવસ પછી 30 એપ્રિલે રિશી કપૂરનું અવસાન થયું હતું. બંને તેમની એક્ટિંગ માટે આખી દુનિયામાં ફેમસ હતા. રિશી અને ઈરફાન એ બંનેએ બોલિવૂડ કરિયરમાં ઘણી સારી ફિલ્મ આપી. ઈરફાને ઘણી હોલિવૂડ ફિલ્મમાં પણ કામ કરી પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી.