• Gujarati News
  • Entertainment
  • At Katrina's Wedding, The Sisters Carried A Bouquet Of Flowers In Their Hands, At Diya's Wedding, The Female Pandit Recited Mantras, While The Traditions Were Broken At The Wedding!

સેલેબ્સે તોડી સ્ટીરિયોટાઇપ્સ ઈમેજ:કેટરીનાના લગ્નમાં બહેનોએ હાથમાં ફૂલોની ચાદર ઉઠાવી, દીયાના લગ્નમાં મહિલા પંડિતે મંત્ર વાંચ્યા, જ્યારે લગ્નમાં તોડવામાં આવી પરંપરાઓ!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકુમાર પહેલા પત્રલેખાની માંગ ભરે છે અને પછી પત્રલેખાને કહે છે કે લે તું પણ મારી માંગમાં સિંદૂર લગાવ

બોલિવૂડ સેલેબ્સના લગ્ન હંમેશાં ચર્ચામાં રહે છે. આ લગ્નમાં મહેમાનો માટે કરવામાં આવતી વ્યવસ્થાથી લઈને વર-વધુના ડિઝાઈનર આઉટફિટ્સ, જ્વેલરી વગેરે પર બધાની નજર રહે છે પરંતુ વર્તમાન સમયમાં કેટલાક સેલેબ્સના લગ્ન પણ ઘણી રીતે ટ્રેન્ડસેટર સાબિત થયા છે. હકીકતમાં આ લગ્નમાં રીત- રિવાજોનું પાલન કરવામાં આવતું હતું પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ કરવામાં આવી હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

કેટરીના કૈફ-વિકી કૌશલ
કેટરીના અને વિકીએ 9 ડિસેમ્બરના રોજ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટમાં ધુમધામથી લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન એક તસવીર કેટરીનાએ શેર કરી હતી જેમાં ફૂલોની ચાદર તેની બહેનોએ ઉપાડી હતી. સામાન્ય રીતે આ ધાર્મિક વિધિ કન્યાના ભાઈ દ્વારા કરવામાં આવે. પરંતુ આ પાછળનું કારણ જણાવતા કેટરીનાએ લખ્યું, મોટા થઈને અમે બહેનોએ હંમેશાં એકબીજાને પ્રોટેક્ટ કરતા આવ્યા છીએ. આ મારા માટે પિલર્સ એટલે કે એક મજબૂત સ્તંભની જેમ છે.

દીયા મિર્ઝા
દીયાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ મુંબઈના બિઝનેસમેન વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. દીયાના આ ઈકો ફ્રેન્ડલી લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. દીયાના લગ્નમાં કન્યાદાન અને વિદાય જેવી પરંપરા રાખવામાં નહોતી આવી. તે ઉપરાંચ મહિલા પંડિતે લગ્નની વિધિ કરાવી હતી. સામાન્ય રીતે પુરુષ પંડિત જ લગ્નમાં બધી વિધિ કરાવે છે પરંતુ કોઈ સેલેબના લગ્નમાં આ પહેલી વખત હશે જ્યારે કોઈ મહિલા પંડિતે લગ્નની વિધિ કરાવી હોય. દીયાના આ નિર્ણય પર સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી હતી.

સુહાસિની મુલે
એક્ટ્રેસ સુહાસિની મુલેએ 60 વર્ષની ઉંમરમાં લગ્ન કરીને અનેક માન્યતાઓને તોડી નાખી હતી. મુલે ઘણા સમય સુધી લિવ ઈન રિલેશનશિપમાં હતી જેનો 1990માં અંત આવ્યો.

ત્યારબાદ તેને પ્રોફેસર અતુલ ગુર્ટૂ સાથે 16 જાન્યુઆરી 2011ના રોજ લગ્ન કર્યા હતા. સુહાસિનીએ લગ્ન બાદ જણાવ્યું હતું કે, લગ્ન પછી તેના પર મિત્રો અને સંબંધીઓ તરફથી ઘણું દબાણ હતું, પરંતુ તેણે સાત ફેરા ત્યારે જ લીધા જ્યારે તે માનસિક રીતે તેના માટે તૈયાર હતી. સામાન્ય રીતે સમાજ ત્રીણ વર્ષની ઉંમરમાં પણ મહિલાઓને ટોણા મારે છે તેથી સુહાસિનીએ 60 વર્ષની ઉંમરમાં લગ્ન કરવાની ઘણી માન્યતાઓને તોડી નાખી હતી.

પુરબ કોહલી
એક્ટર પુરબ કોહલીએ પોતાના દીકરાના જન્મના બે વર્ષ બાદ પોતાની પાર્ટનર લુસી પેટન સાથે લગ્ન કર્યા હતા. સામાન્ય રીતે ઈન્ડિયામાં લગ્ન બાદ પેરેન્ટ્સ બનવાનું સામાન્ય રીતે યોગ્ય માનવામાં આવે છે પરંતુ પુરબે લગ્ન પહેલા પિતા બનીને નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો.

સોનમ કપૂર-અનુષ્કા શર્મા
સામાન્ય રીતે લગ્ન બાદ વિદાય દરમિયાન છોકરીઓ ધ્રુસકે ધ્રસકે રડતી જોવા મળે છે પરંતુ સોનમ કપૂર અને અનુષ્કા શર્મા તેનાથી વિપરિત પોતાની વિદાયમાં ઘણી ખુશ અને હસતી જોવા મળી હતી જેના કારણે તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

રાજકુમાર રાવ

રાજકુમારે 15 નવેમ્બરના રોજ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રાજકુમાર પહેલા પત્રલેખાની માંગ ભરે છે અને પછી પત્રલેખાને કહે છે કે લે તું પણ મારી માંગમાં સિંદૂર લગાવ.