તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • "Ask Yourself If You Want To Improve Your Religion Or Brutality," He Told Indian Muslims Celebrating The Taliban's Victory.

નસીરુદ્દીન શાહ ફરી ભડક્યા:તાલિબાનની જીતનો જશ્ન મનાવી રહેલા ભારતીય મુસ્લિમોને ખખડાવ્યા, ‘તમારી જાતને પૂછો કે તમારા ધર્મમાં સુધારો લાવવો છે કે ઘાતકીપણું?’

મુંબઈ21 દિવસ પહેલા

પોતાના બેધડક અભિપ્રાયો માટે જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે તાલિબાનનું સમર્થન કરી રહેલા ભારતીય મુસ્લિમોને બરાબરના ખખડાવ્યા છે. તેમણે બુધવારે એક વીડિયો રિલીઝ કર્યો છે. એ વીડિયોમાં તેમણે ભારતીય મુસ્લિમો અને દુનિયાના બાકીના વિસ્તારોમાં ફેલાયેલા ઇસ્લામ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે.

નસીરુદ્દીન શાહે સવાલ પૂછ્યો છે કે તાલિબાનની તરફેણ કરનારા ભારતીય મુસલમાનોએ પોતાના ધર્મમાં સુધારો લાવવો છે પછી વીતી ગયેલી સદીઓ જેવા ઘાતકીપણાથી જ જીવવું છે? તેઓ બોલ્યા કે, ‘હિન્દુસ્તાની ઇસ્લામ કાયમ દુનિયાભરના બાકી ઇસ્લામથી અલગ રહ્યો છે, અને ખુદા એવો સમય ન બતાવે કે તે એટલો બધો બદલાઈ જાય કે આપણે તેમને ઓળખી પણ ન શકીએ.’

શુદ્ધ ઉર્દૂમાં રેકોર્ડ થયો છે આ વીડિયો
શુદ્ધ ઉર્દૂમાં રેકોર્ડ થયેલા આ વીડિયોમાં શાહે કહ્યું છે કે, ‘જોકે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા પર વાપસી આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે, પરંતુ ભારતીય મુસલમાનોનો એક વર્ગ આ બર્બરતાનો જશ્ન મનાવી રહ્યો છે, તે પણ કંઈ કમ ખતરનાક નથી.’

‘મારે રાજકીય ધર્મની જરૂર નથી’
પોતાની વાતમાં આગળ ઉમેરતાં શાહે કહ્યું કે, ‘દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને સવાલ પૂછવો જોઇએ કે તેમને પોતાના ધર્મમાં રિફોર્મ (સુધાર), જિદ્દત પસંદી (આધુનિકતા, નવીનતા) જોઇએ છે કે પછી તે વીતેલી સદીઓ જેવી ક્રૂરતા અને ઘાતકીપણું જ જોઇએ છે? હું હિન્દુસ્તાની મુસલમાન છું છે અને મિર્ઝા ગાલિબ એક સમયે કહી ગયા હતા તેમ, મારા ભગવાન સાથે મારો સંબંધ અનૌપચારિક છે. મારે સિયાસી મઝહબ (રાજકીય ધર્મ)ની જરૂર નથી.’

અન્ય સમાચારો પણ છે...