તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં આત્મહત્યા:આર્ટ ડાયરેક્ટર રાજેશ મારુતિ સાપટેએ આત્મહત્યા કરી, વીડિયો શેર કરીને લેબર યુનિયનના રાકેશ મૌર્યને જવાબદાર ઠેરવ્યો

3 મહિનો પહેલા
આત્મહત્યા પહેલા રાજેશ સાપટેએ વીડિયો બનાવ્યો હતો.
  • વીડિયોમાં તેણે લેબર યુનિયન સાથે સંબંધિત રાકેશ મૌર્ય પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા
  • રાકેશ મૌર્ય તેણે લાંબા સમયથી માનસિક રીતે ત્રાસ આપતો હતો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આર્ટ ડાયરેક્ટર રાજેશ મારુતિ સાપટેએ પુણેમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. તેણે સુસાઈડ કરતા પહેલા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે લેબર યુનિયન સાથે સંબંધિત રાકેશ મૌર્ય પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તે ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, રાકેશ મૌર્ય તેણે લાંબા સમયથી માનસિક રીતે ત્રાસ આપતો હતો. તેથી કંટાળીને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો.

રાજેશ સાપટેએ વીડિયોમાં શું કહ્યું? રાજેશ મારુતિ સાપટેએ વીડિયોમાં જણાવ્યું કે, લેબર યુનિયન સાથે સંબંધિત રાકેશ મૌર્ય મને માનસિક રીતે હેરાન કરી રહ્યો છે. મારા દ્વારા લેબરની કોઈપણ ચૂકવણી બંધ કરવામાં નથી આવી. તમામ ચૂકવણી નિયમિત રીતે કરવામાં આવી છે. તેમ છતાં રાકેશ મૌર્ય સંઘના કેટલાક મજૂરો દ્વારા ફોન કરાવીને મને સતત હેરાન કરી રહ્યો છે, જ્યારે મેં તેમને કહ્યું છે કે મેં દોઢ લાખનું સંપૂર્ણ પેમેન્ટ કરી દીધું છે.

રાજેશે વીડિયોમાં આગળ કહ્યું, વર્તમાનમાં મારી પાસે 5 પ્રોજેક્ટ છે, જેને હું તરત શરૂ કરવા માગું છું. પરંતુ મારે એક પ્રોજેક્ટ છોડવો પડ્યો, કેમ કે, રાકેશ મને કામ નહોતો કરવા દેતો. તેના કારણે કંટાળીને હું આજે આત્મહત્યા કરી રહ્યો છું. મને ન્યાય અપાવવાનો પ્રયાસ કરો.