વિચિત્ર અકસ્માતનો શિકાર:એ.આર.રહેમાનનો પુત્ર સેટ પર ઝુમ્મર પડતાં માંડ-માંડ બચ્યો, આઘાતમાંથી બહાર આવી શક્યો નથી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાનનો પુત્ર એ.આર. અમીન થોડા દિવસો પહેલા જ સેટ પર થયેલા એક વિચિત્ર અકસ્માતમાંથી ચમત્કારીક રીતે બચી ગયો હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઘટનાનાં ફોટોઝ શેર કર્યા હતા અને ત્યારે શું થયુ તે કેપ્શનમાં જણાવ્યું. જો કે, આ ઘટનામાં અમીનને કોઈ ઈજા તો થઈ ન હતી પણ આ ઘટનાનાં ત્રણ દિવસ પછી પણ તે હજુ આધાતમાં છે.

ભગવાનનો આભારી છુ, ‘હું આજે સલામત અને જીવંત છું’
એ.આર. અમીને જ્યાં આ દુર્ઘટના બની હતી તે સેટ પરની પહેલાની અને પછીની ફોટોઝ પોસ્ટ કરી હતી. તેણે તેની સલામતી માટે ભગવાનનો આભાર માન્યો. તેણે લખ્યું, ‘હું સર્વશક્તિમાન ઈશ્વર, મારા માતા-પિતા, પરિવાર, શુભેચ્છકો અને મારા આધ્યાત્મિક શિક્ષકનો આભારી છું કે, હું આજે સલામત અને જીવંત છું. હજી ત્રણ રાત પહેલાં જ હું એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો અને મને વિશ્વાસ હતો કે, ટીમ સલામતીનું ધ્યાન રાખશે, જ્યારે હું કેમેરા સામે પરફોર્મ કરવા પર ધ્યાન આપી રહ્યો હતો.’

મને વિશ્વાસ હતો કે, ટીમ સલામતીનું ધ્યાન રાખશે, જ્યારે હું કેમેરા સામે પરફોર્મ કરવા પર ધ્યાન આપી રહ્યો હતો
મને વિશ્વાસ હતો કે, ટીમ સલામતીનું ધ્યાન રાખશે, જ્યારે હું કેમેરા સામે પરફોર્મ કરવા પર ધ્યાન આપી રહ્યો હતો

હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી
તેણે વધુમાં યાદ કર્યું કે, ‘ક્રેનમાં લટકાવવામાં આવેલા આખા ટ્રસ અને ઝુમ્મર નીચે તૂટીને પડ્યા. જ્યારે હું સેટની મધ્યમાં જ હતો. જો હુ થોડો પણ આગળ કે પાછળ થયો હોત તો આખી રિગ મારા માથા પર પડી ગઈ હોત. મને અને મારી ટીમને આ આઘાત લાગ્યો છે અને આ આઘાતમાંથી બહાર આવવામાં હજુ પણ અસમર્થ છીએ.’ તેણે પોતાનો અનુભવ શેર કર્યા પછી ઘણા લોકો તેને ટેકો આપવા આગળ આવ્યા. તેમની સાથે તેમની બહેન રહીમા રહેમાને કોમેન્ટ કરી હતી કે, ‘ભગવાનની કૃપા, મારા ભાઈ. અમે અહીંયા તારા માટે જ છીએ.’ બીજા કોઈએ ઉમેર્યું, ‘OMG! તું સલામત છે એ જાણીને આનંદ થયો અમીન. કાળજી લો.’

જો હુ થોડો પણ આગળ કે પાછળ થયો હોત તો આખી રિગ મારા માથા પર પડી ગઈ હોત
જો હુ થોડો પણ આગળ કે પાછળ થયો હોત તો આખી રિગ મારા માથા પર પડી ગઈ હોત

ચાહકોએ સાંત્વના આપી
એક ચાહકે લખ્યું, ‘આશા છે કે, તમારી તબિયત હવે સારી છે.’ બીજાએ લખ્યું, ‘આ સાંભળીને દુઃખ થયું. તમે બધા શારીરિક રીતે સુરક્ષિત છો, તે માટે ભગવાનનો આભાર. આશા રાખું છું કે, તમે આ અકસ્માતનાં આઘાતમાંથી સાજા થઈ જશો.’ ચોંકી ગયેલી કનિકા કપૂરે લખ્યું, ‘OMG!’

પ્લેબેક સિંગર તરીકે કરિયરની શરુઆત કરી હતી
એ.આર.રહેમાનનાં ત્રણ બાળકો છે - ખતીજા રહેમાન, રહીમા રહેમાન અને એ.આર.અમીન. અમીને વર્ષ 2015માં આવેલી તમિલ ફિલ્મ ‘ઓ કાધલ કાનમાની’થી પ્લેબેક સિંગર તરીકે કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે ‘મૌલા વા સલીમ’ ગીત ગાયું હતું. ત્યારબાદ તેણે અનેક ભારતીય ભાષાઓમાં ગાયું છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતની દિલ બેચારા ફિલ્મ માટે ‘નેવર સે ગુડબાય’ ગીતનો પણ સમાવેશ થાય છે.