ફિલ્મી ઈન્ડસ્ટ્રીઝમાં કોનું નામ કયારે કોની સાથે જોડાઈ જાય એ કહી શકવું થોડું મુશ્કેલ છે. ફિલ્મી સિતારાઓ પણ અફેરને લઈને હંમેશાં ચર્ચાનો વિષય રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ અને 'કેદારનાથ' ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાન આજકાલ ક્રિકેટર શુભમન ગિલ સાથેના સંબંધોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. બંનેને ક્યારેક લંચ ડેટ પર તો ક્યારેક ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ તેના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી. હાલમાં જ એક ચેટ શો દરમિયાન શુભમને સારા સાથેના અફેરની ખબરો પર રિએક્ટ કર્યું હતું.
શુભમને ચેટ શોમાં સારા સાથેના સંબંધને લઈને કર્યો ખુલાસો
જાણીતો પંજાબી શો ' દિલ દિયા ગલ્લા'માં શુભમનને પૂછવામાં આવ્યું હતું કે બોલિવૂડની સૌથી ફિટ ફીમેલ એક્ટ્રેસ કોણ છે? શુભમને કઈપણ વિચાર્યા વગર સારાનું નામ આપી દીધું હતું. આ બાદ ફરીથી સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે? આ સવાલનો જવાબ હતો ' શાયદ.' આ બાદ શુભમનને પૂછવામાં આવ્યું હતું કે સારાની સત્ય હકીકત જણાવો. ક્રિકેટરે શરમાતાં-શરમાતાં જવાબ આપ્યો હતો કે સારાની સત્ય હકીકત તો જણાવી દીધી છે,
સારા અને શુભમનને હાલમાં જ કરવામાં આવ્યા હતા સ્પોટ
સારા અને શુભમનને વારંવાર સ્પોટ કરવામાં તો આવે જ છે. થોડા દિવસ પહેલાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સારા ફ્લાઇટમાં કેટલાક ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. શુભમન સારાની બાજુની સીટ પર જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલાં બંને મુંબઈની એક રેસ્ટોરાંમાં ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તેમને દિલ્હીની એક હોટલની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યાં હતાં.
સારા આ પહેલાં કાર્તિક આર્યનને કરી ચૂકી છે ડેટ
સારા અને શુભમનના ફેન્સ હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બંને ક્યારે તેમના સંબંધને ઓફિશિયલ કરશે. સારા અલી ખાન આ પહેલાં કાર્તિક આર્યનને ડેટ કરી ચૂકી છે. આ સાથે જ શુભમનનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે બંને ક્યારેય જાહેરમાં સાથે જોવા મળ્યા નથી કે ડેટિંગના સમાચારની ક્યારેય પુષ્ટિ પણ નથી કરી. બંને સોશિયલ મીડિયા પર માત્ર એકબીજાના ફોટા પર કોમેન્ટ કરતા જોવા મળ્યાં હતાં.
સારાના દાદા ક્રિકેટર હતા
નોંધનીય છે કે સારા અલી ખાનના દાદા નવાબ મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. સારાને પણ દાદાને કારણે ક્રિકેટમાં ઘણો જ રસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.