બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂર અને સુનીતા કપૂરની નાની દીકરી અને ફિલ્મ પ્રોડ્યુસર રિયા કપૂર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. રિયા કપૂર તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે આજે ગુપચુપ રીતે લગ્ન કરવા જઈ રહી છે. રિયા કપૂર અને કરણ બુલાની છેલ્લા 13 વર્ષથી રિલેશનશિપમાં છે અને આજે અનિલ કપૂરના જૂહુના બંગલા પર તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.
આજે રિયા-કરણના લગ્ન થશે
સૂત્રોના અનુસાર, રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્ન સમારોહ બે-ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. જોકે, કપૂર પરિવારના સત્તાવાર પ્રવક્તાએ હજી સુધી તેની પુષ્ટિ નથી કરી. તેમજ આ લગ્ન સમારોહમાં નજીકના લોકો જ હાજર હશે. તે ઉપરાંત અને દુલ્હા અને દુલ્હનના નજીકના મિત્રો જ સામેલ હશે.
લગ્નની તૈયારીઓ શરૂ થઈ
રિયા કપૂરના લગ્નની તૈયારીઓ અનિલ કપૂરના ઘરે શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં દુલ્હા અને તેના મિત્રોની તસવીર સામે આવી છે. કરણ બુલાની લગ્ન માટે ગોલ્ડન રંગ કલરનો સૂટ પહેરશે.
લગ્નના થોડા કલાકો પહેલા કરણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ભગવાન શિવ અને પાર્વતીની તસવીર શેર કરી હતી.
બંને લવ બર્ડ્સ આ પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. રિયા કપૂર હંમેશાં સોશિયલ મીડિયા પર કરણની તસવીરો શેર કરતી જોવા મળી છે. તેમજ કરણ બુલાની પણ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. અત્યારે રિયા પ્રોડ્યુસર હોવાની સાથે પોતાની બહેન સોનમની સાથે રેસન નામની ફેશન બ્રાન્ડ પર પણ કામ કરી રહી છે. તેમજ એક વર્ષથી લંડનમાં રહ્યા બાદ સોનમ કપૂર જુલાઈમાં મુંબઈ પાછી આવી હતી, તેનો પતિ આનંદ આહુજા પણ હાલમાં મુંબઈમાં છે.
કોણ છે કરણ બુલાની
કરણ બુલાનીની વાત કરીએ તો તે એક ફિલ્મ નિર્માતા છે, જેણે લગભગ 500 જાહેરાતો બનાવી છે. તે ઉપરાંત તેણે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે અનિલ કપૂરની સાથે સિલેક્શન ડેમાં કામ કર્યું છે અને શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તે ઉપરાંત કરણે ઘણી ફિલ્મો અને શોમાં ડિરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું કામ પણ કર્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.