બ્રેકઅપના સમાચાર વચ્ચે ઈશાને આપ્યું ચોંકાવનારું નિવેદન:'કોફી વિથ કરન' શોમાં જણાવ્યું, સંબંધ તૂટવા પાછળ અનન્યા પાંડે જવાબદાર, કહ્યું, આજે પણ તે એટલી જ ક્યૂટ જ છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કોફી વિથ કરન'માં આ વખતે કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી તથા ઈશાન ખટ્ટર જોવા મળ્યાં હતાં. શો દરમિયાન કરને ત્રણેય સેલેબ્સનાં ઘણાં રહસ્યો ખોલ્યા હતા. આ દરમિયાન કરને ઈશાન અને અનન્યા પાંડેના બ્રેકઅપને લઈને સવાલ કર્યો હતો, જેના જવાબમાં ઈશાને કન્ફર્મ કર્યું હતું. આ પહેલાં આ કપલે ક્યારેય તેના સંબંધનો જાહેરમાં સ્વીકાર કર્યો નહોતો કે ના તો બ્રેકઅપને લઈને જણાવ્યું હતું, પરંતુ ઈશાને કરનના શોમાં તેના અને અનન્યા પાંડેના બ્રેકઅપની વાતને સ્વીકારી હતી.

સિદ્ધાંત ચતુર્વેદી હજુ પણ સિંગલ છે
કરને પહેલા સિદ્ધાંતને તેના રિલેશનશિપ સ્ટેટસને લઈને પણ પ્રશ્ન કર્યો હતો, જેના પર સિદ્ધાંતે સિંગલ હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે 'હું એટલો સિંગલ છું કે મારી સાથે ફર્યા બાદ ઈશાન પણ સિંગલ થઇ ગયો છે. એના પર કરને ઇશાનને કહ્યું હતું કે તમે હાલમાં જ અનન્યા સાથે બ્રેકઅપ કરી લીધું છે.'

સંબંધ તૂટવા પાછળ અનન્યા જવાબદાર
તો બીજી તરફ ઈશાને કરનના નિવેદન પર વાંધો ઉઠાવતાં જણાવ્યું હતું કે 'શું મેં તમને પૂછ્યું છે, તો હું કહેવા માગું છું કે અનન્યાએ મારી સાથે બ્રેકઅપ કર્યું છે. આ સાથે જ ઈશાને કરનને તેના માટે યોગ્ય શબ્દો પસંદ કરવા માટે મજાકના અંદાજમાં કહ્યું હતું કે તમે તેમના માટે ખૂબ સ્વાર્થી છે.

પરસ્પર સમજૂતીથી બ્રેકઅપ થયું
કરીને કહ્યું, બ્રેકઅપ હંમેશાં પરસ્પર સહમતીથી થાય છે, જેના પર કેટરીના કૈફે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, 'શું બ્રેકઅપ હંમેશાં પરસ્પર સહમતીથી થાય છે?' આ સાંભળીને એવું લાગી રહ્યું હતું કે કેટરીના કોઈ જૂના સંબંધ વિશે ઈશારો કરી રહી છે.

ભવિષ્યમાં પણ મિત્ર બનીને રહે એવી ઈચ્છા
કરને ઈશાનને સવાલ કર્યો હતો કે શું તે અનન્યા સાથે મિત્રતા રાખશે? જેના જવાબમાં ઈશાને કહ્યું હતું કે બ્રેકઅપ કોણે કર્યું અને કેમ કર્યું એનાથી કોઈ ફરક પડતો નથી. હું માનું છું કે હું તેને મારી આખી જિંદગી માટે એક મિત્ર તરીકે રાખવા ઇચ્છું છું. હું અત્યારસુધી જે લોકોને મળ્યો છું તે બધામાં સૌથી અલગ છે. તે એક પ્રેમિકા છે, જે તેને મળશે તે જ કહેશે. ઈશાને આગળ કહ્યું- આ બધા સવાલોને બાજુ પર રાખો, તે એવી વ્યક્તિ છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું અને હંમેશાં કરતો રહીશ.

શોમાં અત્યારસુધી કોણ કોણ આવ્યું?
શોમાં આલિયા ભટ્ટ-રણવીર સિંહ, અક્ષય કુમાર-સમંથા રૂથ પ્રભુ, જાહન્વી કપૂર-સારા અલી ખાન, અનન્યા પાંડે-વિજય દેવરકોંડા, આમિર ખાન-કરીના કપૂર, શાહિદ કપૂર-કિઆરા અડવાણી, ટાઇગર શ્રોફ-ક્રિતિ સેનન, અર્જુન કપૂર-સોનમ કપૂર તથા સિદ્ધાર્થ મલ્હોત્રા-વિકી કૌશલ આવ્યાં છે.