રણવીર-દીપિકા વચ્ચે બધું બરાબર !:અલગ થવાની અફવા વચ્ચે રણવીર પત્ની સાથે ઉપડ્યો વેકેશન પર, સ્ટોરી શેર કરીને લખ્યું, 'કયુટી'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડનું પાવર કપલ રણવીર-દીપિકા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તો વચ્ચે તો એવી પણ ખબર આવી હતી કે, બંને અલગ થઇ જશે. આ બધી જ અફવાહ વચ્ચે આ કપલ હાલ ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં રણવીર-દીપિકા નો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં દીપિકાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ક્યૂટ કપલ બોટ રાઇડનો આનંદ માણતા જોઇ શકાય છે. આ દરમિયાન રણવીર અને દીપિકા બંનેએ સફેદ ટી-શર્ટ પહેર્યું હતી. એક્ટ્રેસે તેના લુકને બ્લેક શોર્ટ્સ સાથે સફેદ સ્નીકર્સ અને સનગ્લાસથી પૂર્ણ કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે રણવીરે કેપ્શનમાં લખ્યું- '#Cutie.'

રણવીર-દીપિકાના ફેન્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કપલના ફેન પેજ પર પણ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, એવી ચર્ચા થતી કે રણવીર-દીપિકા વચ્ચે બધું ઠીક નથી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. બંને દિવાળીમાં પણ પોત-પોતાના કામમાં વ્યસ્ત છે. રણવીર હાલમાં સતત મુંબઈ બહાર ટ્રાવેલ કરે છે. તો દીપિકા શૂટિંગ પર ફોકસ કરી રહી છે. દીપિકાની તબિયત પણ સારી ના હોવાથી તે સાથે સાથે આરામ પણ કરી રહી છે.

દીપિકા પતિ રણવીર વગર એકલા કોઈ પાર્ટીમાં જવા માગતી નથી. સામાન્ય રીતે દીપિકા ફેસ્ટિવ સિઝન પરિવાર સાથે પસાર કરતી હોય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એક્ટર પ્રભાસ સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત અમિતાભ સાથે 'ધ ઇન્ટર્ન' કરી રહી છે. દીપિકા 'મહાભારત' પર આધારિત એક ફિલ્મમાં કામ કરી રહી છે. દીપિકા ફિલ્મ 'પઠાન'માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. તો રણવીર સિંહ 'સર્કસ' તથા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે.

2018માં કર્યા હતા લગ્ન
બંનેએ 2018માં ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. હાલમાં જ એવી અફવાઓ ઉડી હતી કે તેમની વચ્ચે બધું બરાબર નથી. જો કે, આ કપલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને બધાની બોલતી બંધ કરી દીધી છે.