તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કંગના રનૌત આજકાલ ખેડૂત આંદોલનનો વિરોધ કરવાને લીધે ચર્ચામાં છે. એક તરફ સોશિયલ મીડિયા પર કંગનાને લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે તો બીજી તરફ અભિનેત્રીને આ વિવાદથી ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેની તમામ બ્રાન્ડનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યો છે. કંગના રનૌતને ઘણા લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે, આવી સ્થિતિમાં કોઈપણ બ્રાન્ડ જોખમ લેવા માટે તૈયાર નથી. કંગનાની જેમ એવા ઘણા બોલિવૂડ સેલેબ્સ છે, જેમને વિવાદોમાં ફસાયા પછી નુકસાન વેઠવું પડ્યું હોય. જાણો કોણ છે તે સેલેબ્સ-
દીપિકા પાદુકોણ
વર્ષ 2020ની શરૂઆતમાં દીપિકા પાદુકોણ JNUમાં ચાલી રહેલા પ્રોટેસ્ટનો ભાગ બનીને વિવાદોમાં ફસાઈ ગઈ હતી. વિવાદોમાં આવ્યા બાદ એભિનેત્રીની ફિલ્મ છપાકના બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં ટેલિવિઝન પરથી દીપિકાની ઘણી એડને પણ હટાવી દેવામાં આવી હતી.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની બ્રાન્ડ વેલ્યુ તમામ અભિનેત્રીઓ કરતા વધારે છે. અભિનેત્રી વાર્ષિક એડ દ્વારા 125થી 150 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જો કે ડ્રગ કેસમાં નામ આવ્યા બાદ તેના હાથમાંથી ઘણી બ્રાન્ડ જતી રહી. દીપિકા તે સમયે બ્રિટાનિયા, લોરિયલ, વિસ્તારા એરલાઈન, એક્સિસ બેંક, મેડ લાઈફ, કેલોગ્સ, અને ઓપ્પો જેવી મોટી કંપનીઓની એમ્બેસેડર હતી, પરંતુ ઘણી કંપનીઓ જોખમમાં કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની ના પાડી દીધી હતી. જો કે હવે ક્લિન ચિટ મળી ગયા બાદ ફરીથી બ્રાન્ડ અભિનેત્રીના હાથમાં આવી ગઈ છે.
આમિર ખાન
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનનું એક કન્ટ્રોવર્શિયલ નિવેદન ઘણું ચર્ચામાં રહ્યું હતું. ઈનટોલરન્સ પર નિવેદન આપી કન્ટ્રોવર્સીમાં ફસાયેલા આમિરને સ્નેપડીલ જેવી મોટી કંપનીમાંથી અલવિદા કહેવું પડ્યું હતું. આટલું જ નહિ આમિરને ઈનક્રેડિબલ ઈન્ડિયા કેમ્પેઈનમાંથી પણ હાંકી કઢાયો હતો.
સલમાન ખાન
દેશમાં અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠ્યા પછી સલમાન ખાનને થમ્બ્સ અપ બ્રાન્ડથી હટાવાયો હતો. સલમાન ખાન ઘણી વખત તેના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. તેને લીધે ઘણી એડમાંથી તેને હાંકી કઢાયો છે. જોકે બિગ બોસ રિયાલિટી શૉનો ભાગ બન્યા પછી ઘણી બ્રાન્ડ્સે તેને ફરી એડ માટે સાઈન કર્યો હતો.
ભારતી સિંહ
ભારતી સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનાં માધ્યમથી સારી કમાણી કરે છે. વર્ષ 2020માં ભારતીના ઘરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. તેને લીધે ભારતીએ જેલ જવું પડ્યું. આ મામલામાં ફસાયા બાદ ભારતી પાસે સોશિયલ મીડિયા એડ આવવાની બંધ થઈ ગઈ. તો તેને થોડાક સમય માટે કપિલ શર્મા શૉમાંથી પણ હટાવાઈ. જોકે મામલો પૂરો થતાં ભારતીએ ટ્રેક પર કમબેક કર્યું છે.
શાહરૂખ ખાન
બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન હંમેશાં વિવાદોમાં રહે છે. ક્યારેક સ્ટેડિયમમાં ઝઘડો તો ક્યારેક પાકિસ્તાનની તરફેણમાં આપેલા નિવેદનને લઈ શાહરુખે ઘણી બ્રાન્ડ્સથી થતાં ફાયદાઓ ગુમાવ્યા છે. આટલું જ નહિ એક્ટરે વર્ષ 2010માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાકિસ્તાની ક્રિકેટર્સેને IPL માટે તક આપવી જોઈએ. તે સમયે ભારત અને પાકિસ્તાનનાં સંબંધો વધુ ખરાબ બનેલા હતા. શાહરુખના નિવેદનને કારણે લોકોએ તેની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ બૅન કરવાની માગ કરી હતી. આ ફિલ્મ ઘણી વિવાદોમાં ફસાઈ હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.