રોકી અને રાની ફિલ્મનાં સેટ પરથી વીડિયો લીક થયો:એકસાથે દેખાયા આલિયા, કરણ અને રણવીર સિંહ, અલગ અંદાજમાં નજર આવી અભિનેત્રી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જલ્દી જ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં એકસાથે નજર આવશે. હાલમાં જ બંને ફિલ્મનાં છેલ્લા ગીતનાં શૂટિંગ માટે કાશ્મીર રવાના થયા. હાલ આ શૂટિંગ દરમિયાનનાં અમુક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે, જેને જોઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ વીડિયોમાં ન્યૂ મોમ આલિયા એક કારમાં બેઠી છે અને તે સીનને એક કેમેરામાં શૂટ કરવામાં આવી રહ્યું છે. આ સીનમાં અભિનેત્રીએ લાલ રંગનું ટોપ અને સાથે જ લાલ રંગનું બ્લેઝર પણ પહેર્યું છે. ટ્વિટર પર આ વીડિયોને શેર કરતાં એક ચાહકે લખ્યુ, ‘આલિયા ભટ્ટ રાણી ચેટર્જીનાં રુપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.’

એકસાથે દેખાયા આલિયા-રણવીર, કરણ જોહર
બીજા વીડિયોમાં શૂટિંગ દરમિયાન આલિયા અને રણવીર સેટ પર કરણ જોહરની સાથે બેઠા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી લાલ રંગની ડ્રેસમાં દેખાઈ રહી છે જ્યારે રણવીર પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક પેન્ટમાં નજરે પડી રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં ત્રણેય કંઈક ચર્ચા કરતા દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન આલિયાએ સેટ પર એક ચાહક સાથે સેલ્ફી પણ કરાવી છે.

ક્યારે રિલીઝ થશે ‘રોકી અને રાણીની પ્રેમકહાની’?
તમને જણાવી દઈએ કે, ‘રોકી અને રાણીની પ્રેમ કહાની’ પહેલા આ વર્ષે એપ્રિલમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ, હાલમાં જ ટીમ વિશે તેઓએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. હવે આ ફિલ્મ 28 જુલાઈ, 2023નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો કરણ જોહરનાં ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ લીડ રોલમાં જોવા મળશે.