• Gujarati News
  • Entertainment
  • Akshay And Salam Were Advised To Stay Away From Sukesh, The Thugs Also Gave An Expensive Bike To Please The Manager.

સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી જેકલિન!:અક્ષય અને સલમાને સુકેશથી દૂર રહેવાની આપી હતી સલાહ, તો મેનેજરને ખુશ કરવા પણ ઠગે આપી હતી મોંઘી બાઈક

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇકોનૉમિક અફેન્સિસ વિંગ (EOW)ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલિનની પુછપરછ કરી હતી. હવે આ ઘટનામાં વળાંક આવ્યો છે. તપાસ ટીમના એક સિનિયર પોલીસ ઓફિસરે દાવો કર્યો છે કે, અક્ષય કુમાર અને સલમાન ખાને જેકલિનને સુકેશથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ એક્ટ્રેસે આ બંનેની વાતને નજર અંદાજ કરી હતી. તો બીજી તરફ માહિતી તો એવી પણ મળી રહી છે કે, જેકલિને અક્ષય અને સલમાનને જણાવ્યું હતું કે, સુકેશ એક બિઝનેસમેન અને રાજકારણી છે અને તે તેની સાથે લગ્ન કરવા માગે છે.

પ્રાઇવેટ તસ્વીરોને પુરાવા તરીકે રાખવામાં આવી
પ્રાઇવેટ તસ્વીરોને પુરાવા તરીકે રાખવામાં આવી

સુકેશે જેકલિનના મેનેજરને પણ બાઈક ગિફ્ટ કરી હતી ફ્રી પ્રેસ જર્નલના એક રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસની ઇકોનૉમિક અફેન્સિસ વિંગના વડા રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, જેકલિનને તેના સહ કલાકારોએ પણ સુકેશની ઝાળમાં ન ફસાવવાની સલાહ આપી હતી, તેમ છતાં જેકલિને કોઈની વાત માની ન હતી અને તેની સાથેનો સંપર્ક પણ યથાવત રાખ્યો હતો. જેકલિન ઠગ સુકેશને મળવાનું ચાલુ રાખ્યું અને તેની પાસેથી મોંઘી ભેટ પણ લેતી રહી હતી. જેકલિનને પ્રભાવિત કરવા માટે સુકેશે તેના મેનેજર પ્રશાંતને ડુકાટી બાઇક પણ ગિફ્ટ કરી હતી જે હવે જપ્ત કરવામાં આવી છે. આ બાઇકની કિંમત 8 લાખ રૂપિયા છે.

જેકલિન સુકેશની બધી વાતથી વાકેફ હતી, આમ છતાં સંબંધ રાખ્યો હતો
તો એક રિપોર્ટ અનુસાર, જેકલિને EOWને પણ કહ્યું હતું કે, સુકેશ તેનો સપનાનો રાજકુમાર હતો અને તેની સાથે લગ્ન કરવા પણ માગતી હતી. EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. આ રિંગમાં J અને S બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, જેકલિને એ પણ સ્વીકાર્યું હતું કે, તેણે સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લીધી હતી. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું.

મોંઘી બિલાડીઓ ગિફ્ટ કરી હતી
મોંઘી બિલાડીઓ ગિફ્ટ કરી હતી

પ્રાઇવેટ તસવીરો પુરાવા તરીકે રાખવામાં આવી
જેકલિન તથા સુકેશ રિલેશનમાં હતાં. તેમની પ્રાઇવેટ તસવીરો પણ સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. ત્યાર બાદ EDએ જેકલિનની પૂછપરછ કરી હતી. બંનેની તસવીરો પુરાવા તરીકે રાખવામાં આવી છે.

સુકેશે મોંઘીદાટ ગીફ્ટો આપી
સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.

200 કરોડના મની લોન્ડરિંગનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી હતી.