• Gujarati News
  • Entertainment
  • Ajay Devgn Made Contribution Of Rs 1 Crore To Help Set Up 20 Bed ICU For COVID Patients At Shivaji Park Area In Mumbai

મદદ:અક્ષય કુમાર પછી અજય દેવગણે 20 ICU બેડની ઈમર્જન્સી હોસ્પિટલ માટે BMCને 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા

7 મહિનો પહેલા
એક્ટર ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘રુદ્ર’થી ડિજિટલ ડેબ્યુ કરશે
  • ગયા વર્ષે પણ એક્ટરે ધારાવીમાં સારવાર કરાવી રહેલા દર્દીઓ માટે વેન્ટિલેટર ડોનેટ કર્યા હતા
  • 20 બેડની ઈમર્જન્સી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર થશે

હાલ કોરોનાવાઈરસને લીધે દેશની કપરી સ્થિતિ જોઈને અજય દેવગણ એકવાર ફરીથી મદદ માટે આગળ આવ્યો છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસ અને ઓછા સાધનો વચ્ચે અજયે મુંબઈના શિવાજી પાર્કમાં 20 ICU બેડની વ્યવસ્થા કરી છે. જેથી અહીં કોરોના દર્દીઓ સારવાર કરાવી શકે. ગયા વર્ષે પણ એક્ટરે ધારાવીમાં સારવાર કરાવી રહેલા દર્દીઓ માટે વેન્ટિલેટર ડોનેટ કર્યા હતા.

1 કરોડ રૂપિયાનું ડોનેશન
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અજયે BMCને આશરે 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે જેથી 20 બેડની ઈમર્જન્સી હોસ્પિટલ બની શકે. અક્ષય ઉપરાંત ભૂમિ પેડનેકર, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ કોવિડ વોરિયર્સની મદદ માટે આગળ આવ્યા છે.

અક્ષય કુમારે 1 કરોડ રૂપિયા આપી મદદ કરી
અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. આ વાતની જાણકારી ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. કોરોના મહામારીની બીજી લહેરમાં પણ સુપરસ્ટાર અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો. તેણે ક્રિકેટરમાંથી પોલિટિશિયન બનેલા ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા. જેથી જરૂરિયાતમંદ કોરોના દર્દીઓની મદદ કરી શકાય. શનિવારે આ જાણકારી ગૌતમે સોશિયલ મીડિયા પર શેર કરી.

ગૌતમે લખ્યું, આ નિરાશામાં દરેક મદદ એક આશાનું કિરણ બનીને આવે છે. જરૂરિયાતમંદ માટે ભોજન, દવાઓ અને ઓક્સિજન માટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અક્ષય કુમાર. ભગવાન તમારું ભલું કરે.

કોરોનાની પ્રથમ લહેરમાં પણ મદદ કરી હતી
દેશમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ અક્ષય કુમારે દિલ ખોલીને મદદ કરી હતી. તેણે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. એ પછી BMCને PPE કિટ્સ ખરીદવા 3 કરોડ રૂપિયા આપ્યા હતા. મુંબઈ પોલીસની મદદ કરવા 2 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. એટલું જ નહિ પણ શ્રમિકોથી લઈને ઇન્ડસ્ટ્રીના ફોટોગ્રાફર્સ સુધી આર્થિક મદદ પહોંચાડી હતી.

અજય પાસે ઘણા પ્રોજેક્ટ છે
એક્ટરના અપકમિંગ પ્રોજેક્ટમાં ‘ગંગુબાઈ કાઠીયાવાડી’,‘RRR’,‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ અને ‘મેદાન’ સામેલ છે. ‘મેડે’થી ડાયરેક્શનમાં ડેબ્યુ અને ‘રુદ્ર’થી ડિજિટલ ડેબ્યુ કરશે.