તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ફિલ્મની જાહેરાત:સિદ્ધાર્થ રોય કપૂર અને અજય દેવગણ ‘ગોબર’ ફિલ્મ બનાવશે, સામાન્ય માણસની અસાધારણ વીરતાની સ્ટોરી હશે

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
અજયના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે
  • અજયના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે
  • આ કોમેડી ડ્રામા ઝોનરની ફિલ્મ છે

કોરોના કર્ફ્યુને લીધે ભલે ફિલ્મોનું શૂટિંગ બંધ થઇ ગયું હોય, પણ નવી ફિલ્મનું અનાઉન્સમેન્ટ તો ચાલુ જ છે. સિદ્ધાર્થ રોય કપૂર અને અજય દેવગણ ‘ગોબર’ નામની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી ડ્રામા ઝોનરની ફિલ્મ છે. વર્ષોથી એડ ફિલ્મો બનાવવામાં સક્રિય સબલ શેખાવત ડિરેક્ટ કરશે. સબલે આ ફિલ્મ સમ્ભીત મિશ્રા સાથે મળીને લખી છે.

ફિલ્મની સ્ટોરી 90ના દાયકાની છે
સબલનાં નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ફિલ્મની સ્ટોરી 90ના દાયકામાં સેટ છે. આ એક સટાયરિકલ ઝોનરની ફિલ્મ છે. હિન્દી હાર્ટલેન્ડની એક વેટરનરી ડૉક્ટરને લાવારિસ પ્રાણીઓથી ઘણો પ્રેમ હોય છે. પ્રાણીઓ માટે તે કંઇક કરવા માગે છે. પરંતુ તેના રસ્તામાં એક લોકલ હોસ્પિટલમાં કાર્યરત ભ્રષ્ટ અધિકારી આવે છે. તેવામાં તે ડૉક્ટર પ્રાણીઓને તેમનો હક કેવી રીતે અપાવે છે, ફિલ્મ તેની જર્ની વિશે છે.

પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું, હું અજય અને તેની પ્રોડક્શન ટીમ સાથે કામ કરવા માટે ઘણો ઉત્સુક છું
પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું, હું અજય અને તેની પ્રોડક્શન ટીમ સાથે કામ કરવા માટે ઘણો ઉત્સુક છું

સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ
ડિરેક્ટર અને રાઈટર સબલ શેખાવતે કહ્યું, ગોબર એક એવી ફિલ્મ છે, જે દર્શકોને 90ના દાયકાના આકર્ષક દિવસો અને નાના શહેરમાં રહેતા લોકોને સરળ જીવનની ઝલક કરાવશે. મેં સાચી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્ટોરી લખી છે. હું અજય અને સિદ્ધાર્થનો આભારી છું અને ખુશ છું. બંને પ્રોડક્શન હાઉસે સારી ફિલ્મ કરી છે અને મને આશા છે મારું નિર્દેશન પણ તેટલું જ સારું રહેશે. ડિરેક્ટર તરીકે કામ કરીને ઘણો ખુશ છું.

અજય દેવગણ:ગોબરની સ્ટોરી સારી છે
પ્રોડ્યુસર અજય દેવગણે કહ્યું, ગોબરની સ્ટોરી એકદમ અલગ, અદભૂત અને મનોરંજન પૂરું પાડનારી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ દર્શકોને થિયેટર તરફ આકર્ષિત કરશે. અમે ઈચ્છીએ છીએ દર્શકો હશે, આર્મ કરે, થોડું વિચારે અને સાથે આનંદ પણ માણે.

સામાન્ય માણસની અસાધારણ વીરતાની સ્ટોરી
પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું, આ એક સામાન્ય માણસની અસાધારણ વીરતાની સ્ટોરી છે. તે ભ્રષ્ટાચારનો સામનો કરે છે અને સંદેશ પહોંચાડે છે કે સામાન્ય માણસ પણ શક્તિશાળી હોય છે. આ સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે અને ભ્રષ્ટાચારની અંદરની દુનિયાનો ખુલાસો કરે છે. હું અજય અને તેની પ્રોડક્શન ટીમ સાથે કામ કરવા માટે ઘણો ઉત્સુક છું. કારણકે તેઓ આ ફિલ્મમાં જીવ રેડી દેશે.

કોરોનાના વધતા કેસોને લીધે અજયે દોહા જવાનું કેન્સલ કર્યું
કોરોનાના વધતા કેસોને લીધે અજયે દોહા જવાનું કેન્સલ કર્યું

અજયે ફિલ્મ 'મેડે'નું શૂટિંગ સ્થગિત કર્યું
ભારતમાં કોરોનાના વધતા કેસોને કારણે અજય દેવગણના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'મેડે'નું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. અજય તમામ પ્રિકોશન્સની સાથે મહામારી વચ્ચે ડિસેમ્બર 2020થી ફિલ્મને શૂટ કરી રહ્યો હતો. અજયની ફિલ્મો વિશે વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘તાનાજી’માં જોવા મળ્યો હતો. તેની અપકમિંગ ફિલ્મ 'ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા', 'મેદાન', 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'મેડે' છે.