તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • After Watching The Trailer Of 'The Family Man 2', Kangana Ranaut Fell In Love With Samantha Akkineni's Acting, Said This Young Lady Won My Heart

વખાણ:'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર જોયા બાદ સામંથા અક્કિનેનીની એક્ટિંગ પર ફીદા થઈ કંગના રનૌત, કહ્યું- આ યુવતીએ મારૂં દિલ જીતી લીધું

3 મહિનો પહેલા

કંગના રનૌતે 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર જોયા બાદ સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ સામંથા અક્કિનેનીના ઘણા વખાણ કર્યા છે. મનોજ વાજપેઈ અને સામંથા અક્કિનેની સ્ટારર મોસ્ટ અવેટેડ વેબ સિરીઝનું ટ્રેલર એક દિવસ પહેલાં 19 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ થયા બાદથી ફેન્સ મનોજ અને સામંથાની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન કંગનાએ પણ સોશિયલ મીડિયા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને આ વેબ સિરીઝમાં સામંથાની એક્ટિંગના વખાણ કર્યા છે.

આ યુવતીએ મારું દિલ જીતી લીધુંઃ કંગના
કંગના રનૌતે વેબ સિરીઝમાંથી સામંથાના પાત્રની તસવીર શેર કરી લખ્યું, 'આ યુવતીએ મારૂં દિલ જીતી લીધું.' સામંથાએ કંગનાના વખાણ કરવા પર કમેન્ટ કરતા આભાર માન્યો છે. ત્યાં જ નાગ ચૈતન્યે પણ પત્નીની શાનદાર એક્ટિંગથી ઈમ્પ્રેસ થઈ ટ્રેલરના વખાણ કર્યા છે. તેને પોસ્ટ શેર કરીને લખ્યું, 'લવ ઈટ 10/10'. આ પોસ્ટ પર સામંથાએ કમેન્ટ કરતા મજેદાર સવાલ કર્યો છે. સામંથાએ લખ્યું, 'આ રેટિંગ ટ્રેલર માટે છે કે મારા માટે'. બુધવારે સામંથાએ ટ્રેલર શેર કરીને લખ્યું હતું, 'આશા છે કે તમને પસંદ આવશે'. 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે.' સિરીઝનું ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે અને તેઓ ખૂબ વખાણ કરી રહ્યા છે.

મહિલા આતંકવાદી રાજીના પાત્રમાં દેખાઈ સામંથા
આ એક્શન ડ્રામા વેબ સિરીઝના ટ્રેલરમાં મનોજ વાજપેયી અને સામંથા બંને એક્શન અવતારમાં જોવા મળે છે. મનોજ સિરીઝમાં શ્રીકાંત તિવારીના પાત્રમાં છે. તે એક ડિટેક્ટીવ છે, જે તેના પરિવારને પણ નથી જણાવી શકતો કે તે શું કરે છે. પરિવારના લોકો તેને સામાન્ય ઓફિસમાં કામ કરનાર કોઈ કર્મચારી તરીકે જ માન આપે છે. જોકે, તેના પ્રોફેશનમાં શ્રીકાંતને જીવનો જોખમ રહે છે. ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સિઝનમાં પણ મનોજ વાજપેયી પરિવાર, ઓફિસ અને દેશની જવાબદારી નિભાવતો જોવા મળશે. ત્યાં જ, સામંથા અક્કિનેની સિરીઝમાં એક મહિલા આતંકવાદીના રાજીના મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં ડિટેક્ટિવ મનોજ અને આતંકવાદી સામંથા વચ્ચે એક્શન સીન પણ બતાવવામાં આવ્યા છે. સામંથા આ સિરીઝથી ડિજીટલ ડેબ્યુ પણ કરી રહી છે.

'ધ ફેમિલી મેન 2' 4 જૂનના રોજ રિલીઝ થશે
મેકર્સે હાલમાં વેબ સિરિઝની રિલીઝ ડેડ પણ અનાઉન્સ કરી દીધી છે. OTT પ્લેટફૉર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર વેબ સિરીઝ 'તાંડવ'ના વિવાદ બાદ મેકર્સે આ સિરિઝની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આશરે 4 મહિનાના બાદ, મેકર્સે સિરિઝને 4 જૂનના રોજ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રોડ્યુસર-ડિરેક્ટર રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડી.કેના આ વેબ શૉમાં મનોજ અને સામંથા સિવાય સીમા બિસ્વાસ, સની હિંદુજા, દર્શન કુમાર, શ્રેયા ધન્વંતરી, મિમે ગુપ્તા, પ્રિયમણિ, શારિબ હાશમી અને એન અલગમપેરૂમલ પણ મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...