તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • After Aamir Khan Now 'Loveyatri' Actress Warina Hussain Also Quits Social Media, Announced By Sharing The Last Post

નિર્ણય:‘લવરાત્રિ’ ફિલ્મ એક્ટ્રેસ વરીના હુસૈને સોશિયલ મીડિયાને ગુડબાય કહ્યું, પોસ્ટમાં લખ્યું-આમિર સરની જેમ ઢોંગ કરવાના છોડી દીધા

2 મહિનો પહેલા
વરીનાએ 2018માં રિલીઝ ‘લવરાત્રિ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું
  • આમિર ખાને એક મહિના પહેલાં પોસ્ટ કરીને સો. મીડિયા છોડ્યું હતું
  • વરીનાએ ગયા વર્ષે પણ એક મહિના માટે સો.મીડિયામાંથી બ્રેક લીધો હતો

આમિર ખાન પછી હવે લવરાત્રિની એક્ટ્રેસ વરીના હુસૈને પણ સોશિયલ મીડિયાને ગુડબાય કહ્યું છે. વરીનાએ પોસ્ટ શેર કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. ગયા વર્ષે પણ વરીનાએ એક મહિના માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો હતો. ત્યારે તેણે સોશિયલ મીડિયા ડિટોક્સ કહ્યું હતું.

આમિર સરની ભાષામાં ઢોંગ કરવાના છોડી દીધા
વરીનાએ પોસ્ટમાં લખ્યું, ‘મેં ક્યાંક વાંચ્યું હતું કે પોતાના જવાના સમાચારની જાહેરાત ના કરવી જોઈએ, કારણકે આ કોઈ એરપોર્ટ નથી. પરંતુ આ હું મારા મિત્રો અને ચાહકો માટે કરું છું. તેમનો પ્રેમ હંમેશાં મારી સ્ટ્રેન્થ રહી છે.

વરીનાની પોસ્ટ
વરીનાની પોસ્ટ

આ મારી છેલ્લી પોસ્ટ છે, પરંતુ મારી ટીમ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરવાનું ચાલુ રાખશે. જેથી તમને મારા કામ વિશે અપડેટ મળતી રહેશે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું-આમિર સરની ભાષામાં ઢોંગ કરવાના છોડી દીધા.’

‘લવરાત્રિ’માં આયુષ્માન શર્મા સાથે
‘લવરાત્રિ’માં આયુષ્માન શર્મા સાથે

‘ધ કમ્પ્લીટ મેન’માં વરીના હુસૈન દેખાશે
વર્ક ફ્રંટની વાત કરીએ તો વરીના હુસૈને તેની અપકમિંગ ફિલ્મ ધ કમ્પ્લીટ મેનનું શૂટિંગ પૂરું કરી લીધું છે. વરીનાએ 2018માં રિલીઝ ‘લવરાત્રિ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ સલામન ખાન અને આયુષ્માન શર્મા હતો. વરીના ટૂંક સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની છે. એક્ટ્રેસ NTR પ્રોડક્શન ફિલ્મ સાથે એક તેલુગુ ફિલ્મ કરવાની છે. આ ફિલ્મમાં તેની સાથે કલ્યાણ રામ પણ દેખાશે.

આમિરે પણ સો.મીડિયાની દુનિયા છોડી
14 માર્ચના રોજ આમિર ખાને 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ આમિર ખાને જાહેરાત કરી છે કે તે સો.મીડિયા છોડી રહ્યો છે. તે હંમેશાંની જેમ પોતાને કળા પ્રત્યે સમર્પિત રાખશે. ચાહકોને આશા નહોતી કે આમિર આ રીતની કોઈ જાહેરાત કરશે.

આમિરની પોસ્ટ
આમિરની પોસ્ટ

સો.મીડિયામાં શું પોસ્ટ કરી?
આમિર ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. મારું હૃદય ભરાઈ ગયું. અન્ય સમાચાર એ છે કે સો.મીડિયામાં આ મારી છેલ્લી પોસ્ટ છે. હું અન્યમાં ઘણો જ એક્ટિવ છું. તેથી જ મેં આ છોડવાનો નિર્ણય લીધો છે. પહેલાંની જેમ આપણે એકબીજા સાથે કમ્યુનિકેશન કરતાં રહીશું. વધુમાં AKPએ ઓફિશિયલ ચેનલ શરૂ કરી છે. ભવિષ્યમાં મારી તથા મારી ફિલ્મની અપડેટ્સ તમને અહીંથી મળી રહેશે. આ ઓફિશિયલ હેન્ડલ છે, @akppl_official. હંમેશાં બહુ બધો પ્રેમ.'

કરીના કપૂરે આ તસવીર શૅર કરીને આમિરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
કરીના કપૂરે આ તસવીર શૅર કરીને આમિરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

મોબાઈલ નહીં વાપરે
આજના ડિજિટલ યુગમાં આપણે 15 મિનિટ પણ મોબાઈલથી દૂર રહી શકતા નથી. મોબાઈલ વગર જીવનની કલ્પના કરવી હવે તો મુશ્કેલ બની ગઈ છે. જોકે, ગયા મહિને આમિરે મોબાઈલનો ઉપયોગ ના કરવાનું નક્કી કર્યું હતું. આમિરને લાગે છે કે મોબાઈલને કારણે તેના કામમાં અડચણો આવી રહી છે.

ટીમ આમિરનો ફોન હેન્ડલ કરે છે
આમિરે 'નો ફોન પોલિસી' માત્ર સેટ પર જ નહીં, પરંતુ પર્સનલ લાઈફમાં પણ અપનાવી છે. આમિરે પહેલી ફેબ્રુઆરીથી આનો અમલ શરૂ કર્યો હતો. પરિવાર તથા નિકટના સાથીઓએ જો આમિરનો સંપર્ક કરવો હશે તો તેમણે એક્ટરના મેનેજર સાથે વાત કરવાની રહેશે.