ઓસ્કર એવોર્ડ્સ 2022:3 વર્ષ પછી સેરેમનીમાં હોસ્ટ હશે, 27 માર્ચે ડોલ્બી થિયેટરમાં વિજેતાઓ ભેગા થશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતની 'રાઈટિંગ વિથ ફાયર' રેસમાં સામેલ

27 માર્ચે યોજાનાર 94મા એકેડેમી એવોર્ડ્સને ફરીથી હોસ્ટ મળશે. 2018 પછી આ પહેલી વખત હશે જેમાં હોસ્ટ હશે. 2019માં ઓસ્કર હોસ્ટલેસ થઈ ગયો હતો. રિપોર્ટ્સના અનુસાર, હુલુ ઓરિજિનલ અને એબીસી એન્ટરટેઈનમેન્ટના પ્રેસિડન્ટ ક્રેગ એર્વિચે જાહેરાત કરી કે ઓસ્કરમાં એક હોસ્ટની વાપસી થશે. જો કે, તે કોણ હશે તેનો ખુલાસો ક્રેગે નથી કર્યો.

હોસ્ટલેસ ઓસ્કર એવોર્ડ્સ એટલા માટે થયો હતો
2017 અને 2018 સેરેમનીના છેલ્લા યજમાન તરીકે જિમી કિમેલે હોસ્ટિંગ કર્યું હતું. 2019 માટે એકેડમીએ પહેલી વખત કેવિન હાર્ટને હોસ્ટિંગ માટે પસંદ કર્યા હતા. હાર્ટે એકેડમીનો સાથ છોડી દીધો કેમ કે સંગઠને તેને વર્ષો જૂની સમલૈંગિકતાવાળી ટ્વીટ્સ માટે માફી માગવા કહ્યું હતું. કેવિને આવું ન કર્યું અને તેના પછી એવોર્ડ સેરેમની હોસ્ટ વગર યોજાઈ.

છેલ્લા એક દાયકામાં સેરેમનીના હોસ્ટમાં ક્રિસ રોક (2016), નીલ પેટ્રિક હેરિસ (2015), એલેન ડીજેનરેસ (2014), શેઠ મેકફાર્લેન (2013), બિલી ક્રિસ્ટલ (2012) અને જેમ્સ ફ્રેકો/ એની હેથવે (2011)નું નામ સામેલ છે.

તેથી હોસ્ટની વાપસીનો નિર્ણય લેવામાં આવ્યો
2019ના ઓસ્કરની જેમ એકેડમી અને એબીસીએ 2020માં પણ યજમાન વગર સેરેમની કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ લોકોએ તેમાં રસ ન દાખવ્યો. 2021માં કોરોનાના કારણે મોડેથી યોજાયેલ ઓસ્કર એવોર્ડ સેરેમની યુનિયન સ્ટેશન પરથી ટેલીકાસ્ટ થયો હતો. આ દરમિયાન એકેડમીને ઘણા ઓડિયન્સ ગુમાવવા પડ્યા હતા. તેથી 94મા એવોર્ડ સેરેમની માટે હોસ્ટને પરત લાવવાનો નિર્ણય લેવો પડ્યો.

ભારતની 'રાઈટિંગ વિથ ફાયર' રેસમાં સામેલ
આ પહેલા 21 ડિસેમ્બરે એકેડમીએ 10 કેટેગરીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી એન્ટ્રીની જાહેરાત કરી હતી. જેમાં ભારતની સત્તાવાર એન્ટ્રી કૂઝંગલ (પેબલ્સ) રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તેમજ રિન્ટુ થોમસની રાઈટિંગ વિથ ફાયર અત્યારે પણ આ રેસમાં છે.

8 ફેબ્રુઆરીએ નોમિનિશેનની જાહેરાત થશે
આ સેરેમની હોલિવૂડ એન્ડ હાઈલેન્ડ સેન્ટરના ડોલ્બી થિયેટરમાં પોતાના જૂના સ્થાને યોજાશે. ગયા વર્ષે આ સેરેમની લોસ એન્જલસના યુનિયન સ્ટેશન પરથી ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. ઓસ્કર નોમિનેશનની જાહેરાત 8 ફેબ્રુઆરીએ કરવામાં આવશે જ્યારે સેરેમની 27 માર્ચે યોજાશે અને સમગ્ર વિશ્વમાં 200થી વધુ રિઝનમાં દેખાશે. એબીસીએ મંગળવારે એવી પણ જાહેરાત કરી હતી કે ગ્લેન વિશ સતત સાતમા વર્ષે એકેડમી એવોર્ડ્સના ડાયરેક્ટર હશે. વિલ પેકર આ વર્ષે એકેડમી એવોર્ડ્સના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.