• Gujarati News
  • Entertainment
  • After 20 Years Of Friendship Turned Into Love, Honey Singh Married Shalini, Said, "I Listen To Her Every Word As It Is Always True."

હની સિંહ પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ:20 વર્ષની મિત્રતા પ્રેમમાં ફેરવાયા બાદ હની સિંહે શાલિની સાથે લગ્ન કર્યા હતા, કહ્યું હતું, તેની દરેક વાત સાંભળું છું કેમ કે તે હંમેશાં સાચી હોય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં એક જ ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા
  • એક ઈન્ટરવ્યુમાં હની સિંહે જણાવ્યું હતું, શાલિની મારા માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે

રેપર હની સિંહની પર્સનલ લાઈફ અત્યારે ચર્ચામાં છે. યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા કેસ કર્યો છે. હની અને શાલિનીના લગ્નને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. હનીએ 2014માં એક રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દરમયિાન પોતાની પત્ની શાલિનીને દુનિયાની સામે લઈને આવ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં તેણે શાલિનીની સાથે બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે, 'શાલિની મારી મિત્ર છે અને કંઈ પણ થઈ જાય, હું તેની વાત જરૂરથી સાંભળું છું. તે મારા માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે અને હંમેશાં દરેક વાતમાં સાચી હોય છે. હનીએ જણાવ્યું હતું કે, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના લોન્ચિંગના એક દિવસ પહેલા તે ઘણો નર્વસ હતો અને સેટ પર ત્યાં સુધી શૂટિંગ શરૂ ન કર્યું જ્યાં સુધી શાલિની સેટ પર ન પહોંચી. ત્યારબાદ શાલિની જ્યારે સેટ પર આવી તો હનીએ શૂટિંગ શરૂ કર્યું અને ત્યારે ચાર કલાકનું મોડું થઈ ગયું હતું.'

20 વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ લગ્ન કર્યા હતા
હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં એક જ ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તેણે બોલિવૂડના મેગા પ્રોજેક્ટ્સમાં એક્ટિંગ કરતા પહેલા જ લગ્ન કરી લીધા. હવે શાલિનીએ પતિ પર શારીરિક અને માનસિક હિંસાનો આરોપ લગાવ્યો છે.

25 દિવસમાં હની સિંહને જવાબ આપવો પડશે
કોર્ટે હની સિંહને 28 ઓગસ્ટ સુધી જવાબ આપવાની નોટિસ જાહેર કરી છે. કોર્ટે શાલિની તલવારના પક્ષમાં વચગાળાનો આદેશ પણ આપ્યો હતો, જેમાં હની સિંહને તેની પત્નીની સાથેની જોઇન્ટ પ્રોપર્ટી વેચી નહીં શકે. એડવોકેટ સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપે હની સિંહની પત્ની તલવારની તરફથી કેસ ફાઈલ કર્યો.