તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Actress's Statement In NCB Chargesheet: Sushant Singh Rajput Used To Take Marijuana With His Sister And Brother in law

ડ્રગ્સ કેસમાં રિયાનો ખુલાસો:NCBની ચાર્જશીટમાં એક્ટ્રેસનું નિવેદન- સુશાંતસિંહ રાજપૂત તેની બહેન અને જીજાજીની સાથે ગાંજો લેતો હતો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
12 જૂનનાં રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતને એક વર્ષ થશે. સુશાંત અને તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (ફાઈલ) - Divya Bhaskar
12 જૂનનાં રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતને એક વર્ષ થશે. સુશાંત અને તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (ફાઈલ)

બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ એન્ગલમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીનું નિવેદન પોતાની ચાર્જશીટમાં સામેલ કર્યું છે. રિપોટ્સ મુજબ આ નિવેદન હાથથી લખેલું છે અને તેમાં રિયાએ સુશાંતના પરિવાર વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. રિયાના નિવેદન મુજબ, સુશાંતને ડ્રગ્સની આદત, તેની સાથે થયેલી મુલાકાત પહેલાં જ લાગી ગઈ હતી. આ કારણે જ તે તેની નજીક આવ્યો હતો.

પરિવારને જાણ હતી કે સુશાંત નશો કરે છે
રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે સુશાંત પોતાની બહેન પ્રિયંકા અને જીજાજી સિદ્ધાર્થની સાથે ગાંજો લેતો હતો અને તેના માટે તેઓ ગાંજો લાવતા પણ હતા. રિયાના નિવેદન મુજબ, સુશાંતનો પરિવાર આ અંગે બધું જ પહેલેથી જાણતો હતો કે તેને ડ્રગ્સની આદત પડી ગઈ છે.

રિયાએ NCBને એમ પણ જણાવ્યું કે જ્યારે સુશાંતની સ્થિતિ બગડવા લાગી તો તેનો ભાઈ શૌવિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવવા માગતો હતો, પરંતુ તે તેના માટે રાજી ન થયા. રિયાના જણાવ્યા મુજબ, સુશાંત તેમને એટલા મળતો હતો કે જેથી તે (સુશાંત) તેને ડ્રગ્સ અપાવી શકે.

પ્રિયંકાના મોકલેલા પ્રિસ્ક્રિપ્શનનો પણ ઉલ્લેખ
રિયાએ પોતાના નિવેદનમાં તે પ્રિસ્ક્રિપ્શનનો પણ ઉલ્લેખ કર્યો, જે 8 જૂન 2020નાં રોજ સુશાંતની બહેન પ્રિયંકાએ તેને વ્હોટ્સએપમાં મોકલ્યું હતું. તેમાં Iibrium 10 mg, nexito જેવી દવાઓનો ઉલ્લેખ હતો, જે NDPS અંતર્ગત ડ્રગ્સ હતા. પ્રિસ્ક્રિપ્શનમાં સુશાંતને આ દવાઓ લેવાનું કહેવામાં આવ્યું હતું. દવાઓનું આ પ્રિસ્ક્રિપ્શન દિલ્હીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તરૂણે સુશાંતને મળ્યા વગર જ લખી આપ્યું હતું. કન્સલ્ટેશન વગર આ દવાઓ ન આપી શકાય.

દવાઓને કારણે પણ સુશાંતનું મોત થઈ શક્યું હોત
રિયાએ NCBને આપેલા નિવેદનમાં તે વાતનો ખાસ કરીને નોટ કરાવી કે પ્રિયંકાએ મોકલેલા પ્રિસ્ક્રિપ્શનની દવાઓથી સુશાંતનું મોત પણ થઈ શક્યું હોત. 8-12 જૂન વચ્ચે તેની બહેન મીતૂ તેની સાથે રહેતી હતી. તેને આ વાતની જાણકારી મુંબઈ પોલીસને આપી હતી.

ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીને 8 સપ્ટેમ્બર 2020નાં રોજ પકડાવામાં આવી હતી અને 7 ઓક્ટોબર 2020નાં રોજ તેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.
ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીને 8 સપ્ટેમ્બર 2020નાં રોજ પકડાવામાં આવી હતી અને 7 ઓક્ટોબર 2020નાં રોજ તેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

કોઈ પણ જાતના ડર કે ધમકી વગર આપ્યું નિવેદન
રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેને સુશાંતને હોસ્પિટલમાં દાખલ કરાવવાના પ્રયાસ કર્યા હતા અને તે વાતના તેની પાસે પુરાવા પણ છે. જો કે તે વાતને લઈને સુશાંત સહમત ન હતો. તેથી આવું ન થઈ શક્યું. રિયાએ પોતાના નિવેદનમાં છેલ્લે લખ્યું છે કે તેને આ પ્રકારનું નિવેદન આપવા માટે NCB દ્વારા ધમકાવવામાં નથી આવી. તમામ અધિકારીઓએ તેની સાથે સારો વ્યવહાર કર્યો.

12 હજાર પાનાની ચાર્જશીટ, 200 સાક્ષીઓના નિવેદન
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ગત વર્ષે 14 જૂનનાં રોજ બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની મોત સાથે જોડાયેલા ડ્રગ્સ એન્ગલમાં 5 માર્ચે મુંબઈની એક વિશેષ અદાલત સમક્ષ આરોપ પત્ર દાખલ કર્યું હતું. 12,000 પાનાની ચાર્જશીટમાં એક્ટ્રેસ અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શૌવિક સહિત 33 આરોપીઓના નામનો ઉલ્લેખ કરાયો છે. આ ડોક્યુમેન્ટ્સમાં 200થી વધુ સાક્ષીઓના નિવેદન છે.

NCBએ સુશાંતના રૂમ પાર્ટનરની ધરપકડ કરી છે
તપાસ એજન્સીએ મેમાં સુશાંતસિંહ રાજપૂતના રૂમ પાર્ટનર રહેલા સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. 4 જૂનનાં રિપોર્ટ મુજબ, તેને 14 દિવસ માટે NCBની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

14 જૂન 2020નાં રોજ જ્યારે સુશાંત પોતાના બેડરૂમમાં ફાંસી પર લટકેલો મળ્યો હતો, ત્યારે તે ઘરમાં હાજર લોકોમાં પિઠાની પણ સામેલ હતો. NDPS એક્ટની સેક્શન 27A, 28, અને 29 અંતર્ગત પકડાયેલા પિઠાની વિરૂદ્ધ ડ્રગ્સ ખરીદવા અને સુશાંત સુધી પહોંચાડવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...