• Gujarati News
  • Entertainment
  • Actress Shikha Malhotra, Who Has Been Serving Corona's Patients For Six Months, Is Now Suffering From Paralysis After Corona's Right Limb Went Wrong.

ટ્રેજેડી:છ મહિના સુધી કોરોના પેશન્ટ્સની સેવા કરનારી અભિનેત્રી શિખા મલ્હોત્રાને કોવિડ મટ્યા પછી હવે પેરાલિસિસનો અટેક આવ્યો, જમણું અંગ ખોટું પડી ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિખા ક્વોલિફાઇડ નર્સ છે અને છ મહિના સુધી મુંબઈની હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની ખડેપગે સેવા કરી હતી
  • નર્સ તરીકે ફરજ બજાવવામાં જ એને કોરોનાનો ચેપ લાગ્યો હતો
  • શિખાએ શાહરુખ સાથે 'ફૅન' મુવીમાં પણ કામ કર્યું છે

કોરોનાકાળમાં પોતાનાં સેવાકીય કાર્યો માટે ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે. તેને કારણે એના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી. તેની સારવાર માટે આ અભિનેત્રીને મુંબઈની કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ધીમે ધીમે રિકવર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હજુ ઑક્ટોબર મહિનામાં જ આ અભિનેત્રી કોરોનાવાઇરસના ચેપનો ભોગ બની હતી. ગુરુવારે રાત્રે તેનું શુગર લેવલ અચાનક ભયજનક રીતે ઘટી ગયું અને તેને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ હવે તે પેરાલિસિસનો ભોગ બની છે.

આ અભિનેત્રીના પબ્લિસિસ્ટ અશ્વની શુક્લાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ડૉક્ટરોના મતે શિખાને હજી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. અશ્વની શુક્લાના કહેવા પ્રમાણે સ્ટ્રોક આવ્યા પછી તરત જ શિખાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ઇલાજનો ખર્ચો અતિશય વધારે હોવાથી તેને ત્યાંથી કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં ખુદ ચેપગ્રસ્ત થઈ
શાહરુખ ખાન સાથે 'ફૅન', તાપસી પન્નુ સાથે 'રનિંગ શાદી ડોટ કોમ' અને સંજય મિશ્રા સાથે 'કાંચલી' જેવી ફિલ્મો કરીમાં કામ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે શિખા મલ્હોત્રા પોતે પણ એક સર્ટિફાઇડ નર્સ છે. લૉકડાઉન વખતે શિખાએ પોતાની જવાબદારી સમજીને નર્સની કૅપ પહેરી લીધી હતી. એણે મુંબઈના જોગેશ્વરીમાં આવેલી 'હિંદુ હૃદયસમ્રાટ ટ્રોમા સેન્ટર'માં લાગલગાટ છ મહિના સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી હતી. આ ફરજ બજાવવા દરમિયાન જ ઑક્ટોબર મહિનામાં તેને પોતાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને વીસ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.