તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Actress Kangana Ranaut Says Coronavirus Is 'killing Humans But Healing All Else', Trollers Says She Is 'romanticising Pandemic'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીથી ટ્રોલ થઈ:કંગના રનૌતે કહ્યું, કોરોનાવાઈરસ માણસોને ભરખી રહ્યો છે, પણ પૃથ્વીની બાકીની વસ્તુઓ સરખી કરી રહ્યો છે, યુઝર્સે એક્ટ્રેસ પર ગુસ્સો ઠાલવ્યો

એક મહિનો પહેલા
એક્ટ્રેસની આ વાત પર ઘણા લોકો વખાણ કરી રહ્યા છે તો ઘણાએ તેને ટ્રોલ પણ કરી છે
  • એક્ટ્રેસે પૃથ્વીની દેખભાળ કરવા અમુક ટિપ્સ પણ આપતા કહ્યું,સસલાની જેમ પ્રજનન રોકો
  • એક યુઝરે લખ્યું, દેશમાં હજારો પરિવારોને નષ્ટ કરનારી મહામારી તને રોમેન્ટિક લાગે છે?

છેલ્લા થોડા દિવસથી કોરોનાનો કહેર દેશભરમાં સતત વધી રહ્યો છે. રોજ કેસની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાને લીધે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. આ દરમિયાન કંગના રનૌતે કોરોનાથી મૃત્યુ થનારા લોકો બાબતે સ્ટેટમેન્ટ આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું, કોરોનાવાઈરસથી માણસો મરી રહ્યા છે, પરંતુ પૃથ્વીની તકલીફો દૂર થઇ રહી છે. તેની આ વાત પર ઘણા લોકો વખાણ કરી રહ્યા છે તો ઘણાએ તેને ટ્રોલ પણ કરી છે.

અર્થ ઈઝ હીલિંગ
કંગનાએ પોસ્ટ શેર કરીને લખ્યું, આજે માનવ સ્વ-નિર્મિત વાઈરસથી તકલીફમાં છે અને તે એકબીજાની અર્થવ્યવસ્થા નીચે લાવવામાં ઉપયોગમાં આવી રહ્યો છે. હું જે કહી રહી છું તેનાથી ઘણા ઓછા લોકો સહમત હશે, પરંતુ ઘણા લોકો નહિ હોય. પરંતુ કોઈ ના નહીં પાડી શકે કે અર્થ ઈઝ હીલિંગ. વાઈરસ માણસને મારી રહ્યો છે, પણ બીજી બધી વસ્તુઓ સારી પણ કરી રહ્યો છે.

એક્ટ્રેસે પૃથ્વીની દેખભાળ કરવા અમુક ટિપ્સ પણ આપી તેણે લખ્યું, ચાલો, પૃથ્વી માટે જેન્ટલ બનીએ.

  1. આપણામાંથી દર એક વ્યક્તિએ 8 વૃક્ષ વાવવા જોઈએ.
  2. સસલાની જેમ પ્રજનન રોકો.
  3. પ્લાસ્ટિકના ઉપયોગથી બચો.
  4. ભોજનનો બગાડ ના કરો.
  5. તમારી આજુબાજુ રહેલા મૂર્ખથી જાગૃત રહો.

તું ખુશ છે, પણ ઘણા લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે
કંગના રનૌતની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, કેટલું આરામથી કહી દીધું કે વાઈરસ મનુષ્યોને મારી શકે છે. અર્થ ઈઝ હીલિંગનો પ્રચાર કરવું સરળ છે, કારણકે આના લીધે તારી આજીવિકા છીનવાઈ નથી.

અન્ય એક યુઝરે લખ્યું, દેશમાં હજારો પરિવારોને નષ્ટ કરનારી મહામારી તને રોમેન્ટિક લાગે છે? બીજા યુઝરે લખ્યું , મહેરબાની કરીને ઊંઘમાંથી ઊભી થા. આ એપ્રિલ 2021 છે, 2020 નથી.

સીએમને ટાર્ગેટ કર્યા
કંગના રનૌત અવાર-નવાર કોઈના પણ ઝઘડામાં કૂદી પડે છે અને મનફાવે તેમ લોકો પર નિશાન સાધે છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ચિઠ્ઠી લખીને મદદ માગી, એ પછી કંગનાએ ચિઠ્ઠી શેર કરીને તેની પર નિશાન તાક્યું હતું.કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, મોદીજી બચાઓ, મોદીજી બચાઓ..મારાથી જેટલું થતું હતું એ કરી લીધું. હવે આ બધું તમે જ સરખું કરો. આ રહી તકલીફો અને આ રહ્યું દિલ્હી. હવે તમે સંભાળો.

યુઝર્સે કંગનાની બોલતી બંધ કરી
કંગનાને પોતાના જ સ્ટેટમેન્ટને લીધે ફરીથી ટ્રોલ થવાનો વારો આવ્યો છે. એક યુઝરે લખ્યું, ગાંજો ઓછો પી છોકરી. અન્ય યુઝરે લખ્યું, ભગવાન ના કરે, હાલ જે જનતાને સહન કરવું પડી રહ્યું છે તે તારે સહન કરવું પડે. બીજા યુઝરે લખ્યું, મુશ્કેલ સમયમાં તું આટલી નિર્દયી કઈ રીતે બની શકે? તું સાચે ક્રૂર છે.

પોસ્ટ ડિલીટ કરવી પડી હતી
દેશમાં કોરોનાનાં વધતા જતા કેસ દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે શનિવારે પીએમ નરેન્દ્ર મોદીને રમઝાનમાં થનારા મિલન સમારોહ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. તેણે લખ્યું, કુંભ મેળા પછી....માનનીય વડાપ્રધાનને એક વિનંતી છે કે, રમઝાનમાં થનારા ગેધરિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ પોસ્ટ જોઇને યુઝર્સે તેને ટ્રોલ કરવાની શરુ કરી તો એક્ટ્રેસે પોસ્ટ જ ડિલીટ કરી હતી.

મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું
લોકડાઉન હોવા છતાં કોરોના વધી રહેલા કેસને લીધે એક્ટ્રેસ કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરીને એક્ટ્રેસે લખ્યું, ‘લોકડાઉન...આ મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવું લાગી રહ્યું છે’. એક્ટ્રેસે જે ફોટો શેર કર્યો છે તેમાં એક તૂટેલો શેડ છે. આ બધી બાજુએથી ખુલ્લો છે અને સામે દરવાજા પર કડી લગાવી છે. એક્ટ્રેસે શેર કરેલો ફોટો ઇન્ટરનેટ પર ઘણો વાઈરલ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો