રાકેશ બાપટે ટ્રોલને જ ટ્રોલ કરી દીધો:શમિતા શેટ્ટી સાથે બ્રેકઅપ વિશે ટ્રોલ કરનારને એક્ટરે આપ્યો જવાબ, ડેટિંગ અને ચીટિંગને લઈને કરી વાત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા જ બંને વચ્ચે સંબંધમાં તિરાડ પડી હતી. શમિતા સાથેના બ્રેકઅપ બાદ રાકેશને સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા. ત્યારે રાકેશે ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો છે.

અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ટ્રોલર્સ પર સવાલ ઉઠાવ્યા છે. રાકેશે એક મોનોક્રોમ તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે અનેક સવાલો લખ્યા છે.

પર્સનલ લાઈફથી દૂર રહો
રાકેશ બાપતે પોતાની પોસ્ટ લખ્યું હતું કે, લોકોએ સ્ટાર્સના અંગત જીવનમાં ધ્યાન આપવાની બદલે તેમણે સ્ટાર્સની સિદ્ધિઓ અને તેમના કામમાં વધુ રસ દાખવવો જોઈએ. રાકેશે વધુમાં લખ્યું હતું કે, કોણ કોને ડેટ કરી રહ્યું છે? કોણ કોની સાથે છેતરપિંડી કરી રહ્યું છે? કોણે શું પહેર્યું છે? કોનું કુટુંબ વધુ સારું છે કે ખરાબ? કોણ કોના માટે સ્ટેન્ડ લઈ રહ્યું છે? આ બધાના બદલે જે દુનિયામાં તમે રહો છો તેમાં તમારું શું યોગદાન છે? તમારી ભવિષ્યમાં શું યોજના છે? મારી કમાણી કેટલી છે? હું કેટલો ખર્ચ કરું છું? હું પોતાનામાં શું બદલાવ કરી શકું છું? તમે કઈ કુશળતાઓ શીખી શકો છો? શું આપણે આપણી વાત બદલી શકીએ? અઘરું છે? જો કોઈ મને પ્રેમ કે છે તો કોશિશ કરો. સારું લાગશે.

નેહા ભસીને કર્યું રિએક્ટ
રાકેશ બાપટની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રાકેશની ફ્રેન્ડ અને બિગ બોસ ઓટીટી ફેમ નેહા ભસીને પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. રાકેશના ફેન્સ પણ તેની આ પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે.

શમિતા શેટ્ટીએ પણ બ્રેકઅપનો કર્યો હતો ઈશારો
શમિતા શેટ્ટીએ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક વિચિત્ર પોસ્ટ શેર કરી હતી અને બ્રેકઅપ વિશે પણ વાત કરી હતી. વધુમાં લખ્યું હતું કે, સારામાં સારા સંબંધો પણ ખતમ થઈ જાય છે! તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી શમિતા લાંબા સમયથી ક્યાંય જોવા મળતી નથી.

શમિતાએ કરિયરની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહબ્બતેં'થી કરી હતી. પરંતુ સફળ થઇ શકી ન હતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની ફ્લોપ કરિયર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, મેં મારી કરિયરમાં એવી ભૂલો કરી હતી જે મારે ન કરવી જોઈતી હતી. મને આજે પણ તેનો અફસોસ છે. જણાવી દઈએ કે શમિતા વિવાદિત શો બિગ બોસની પણ રહી ચૂકી છે, પરંતુ તે ટોપ પર પહોંચ્યા બાદ પણ વિનર ન બની શકી.