તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:'સાઉન્ડ ઓફ મ્યુઝિક' ફેમ ઓસ્કર વિનર એક્ટર ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની વયે નિધન, પડી જવાને કારણે માથામાં ઈજા થઈ હતી

19 દિવસ પહેલા

હોલિવૂડના દિગ્ગજ ઓસ્કર વિજેતા એક્ટર ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આ વાતની પુષ્ટિ શુક્રવારે તેના જૂના મિત્ર અને મેનેજર લો પિટે આપી છે. પાંચ દાયકાથી ક્રિસ્ટોફરનાં જીવન સાથી રહેલાં તેમનાં એક્ટ્રેસ પત્ની એલેન ટેલરે જણાવ્યું કે, પડી જવાને કારણે તેમના માથામાં ઈજા થઈ હતી, જેના કારણે તેમનું મોત નિપજ્યું છે. આ મહાન એક્ટરના નિધનથી દુનિયાભરના ફિલ્મરસિકોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. દરેક તેના શ્રેષ્ઠ કામને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે.

બે ટોની અને બે એમી એવોર્ડ પણ પોતાના નામે કર્યા
ક્રિસ્ટોફર પ્લમર ક્રિટિકલી અક્લેમ્ડ ફિલ્મ 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક'માં શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. મૂળ કેનેડાના પ્લમરે પોતાની કરિયરમાં એક ઓસ્કર, બે ટોની અને બે એમી એવોર્ડ પોતાના નામે કર્યા હતા. તે સ્ટેજ પર વિલિયમ શેક્સપિયરની ભૂમિકા માટે પણ પ્રખ્યાત હતા. 'સાઉન્ડ ઓફ મ્યુઝિક' ઉપરાંત પ્લમરે પોતાની સાત દાયકાની લાંબી કરિયરમાં 'ઓલ ધ મની ઈન ધ વર્લ્ડ' અને 'ધ લાસ્ટ સ્ટેશન' જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ માટે પણ જાણીતા છે.

2010માં ‘બિગિનર્સ’ ફિલ્મ માટે એકેડમી અવોર્ડ જીત્યો હતો
પ્લમરનો જન્મ 13 ડિસેમ્બર 1929ના રોજ કેનેડાના ટોરોન્ટોમાં થયો હતો. તેણે ફ્રેન્ચ અને ઈંગ્લિશ બંને ભાષામાં સ્ટેજ અને રેડિયો પર પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. 1954માં પોતાના ન્યૂ યોર્ક સ્ટેજ ડેબ્યૂ બાદ તેમણે બ્રોડવે અને લંડનના વેસ્ટ એન્ડમાં ઘણાં પ્રખ્યાત પ્રોડક્શનમાં એક્ટિંગ કરી હતી. પ્લમરે 'ધ સ્ટારક્રોસ સ્ટોરી'થી પોતાનું બ્રોડવે ડેબ્યૂ કર્યું હતું. તે અગાઉ પ્લમરે ન્યૂયોર્ક સ્ટેજ પર પોતાની ઓળખ બનાવી લીધી હતી. ત્યારે તેમણે 'જે.બી', 'ધ ટોની' અને 'બુક ઓફ જોબ' જેવાં નાટકોમાં દમદાર એક્ટિંગ કરી હતી. પ્લમરે 2010માં આવેલી ફિલ્મ 'બિગિનર્સ' માટે એકેડમી એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારે તે 82 વર્ષની ઉંમરે આ એવોર્ડ જીતનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા હતા. તેમણે 'ઓલ ધ મની ઈન ધ વર્લ્ડ' માટે ઓસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા.

'સ્ટેજ સ્ટ્રક' જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું
ડાયરેક્ટર સિડની લ્યૂમેટે ફિલ્મ 'સ્ટેજ સ્ટ્રક' (1958)માં પ્લમરને મોટા પડદે રજૂ કર્યા હતા. ત્યારબાદ તેમણે 'ફોલ ઓફ ધ રોમ એમ્પાયર' (1964), 'બેટલ ઓફ બ્રિટન' (1969), વોટરલૂ' (1970), 'ધ મેન હુ વુડ બી કિંગ' (1975), 'સ્ટાર ટ્રેક VI' (1991) અને 'ટ્વેલ્વ મંકીઝ' (1995) જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તે ઉપરાંત પ્લમર રોયલ નેશનલ થિયેટર અને રોયલ શેક્સપિયર કંપનીના પૂર્વ પ્રમુખ સભ્ય હતા. જ્યાં તેમણે લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ થિયેટર એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો