હેલ્પ:અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ કોરોના દર્દીઓ માટે ઇંગ્લેન્ડથી 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સની વ્યવસ્થા કરી

7 મહિનો પહેલા
થોડા દિવસ પહેલાં અક્ષયે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા
  • ઓક્સિજન કંસન્ટ્રેટર્સ એક મેડિકલ ડિવાઈસ છે, તે વાતાવરણમાંથી ઓક્સિજન અલગ તારે છે
  • ગયા વર્ષે પણ અક્ષય-ટ્વિન્કલની મદદ ચાલુ જ હતી

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર સતત વધી રહ્યો છે. રોજ કોરોનાનાં કેસ અને દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા રાજ્યોમાં બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત છે. આ દરમિયાન ઘણા બોલિવૂડ સેલેબ્સ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.

ઓક્સિજન કંસન્ટ્રેટર્સ શું છે?

આ એક મેડિકલ ડિવાઈસ છે. વાતાવરણમાં 78 % નાઈટ્રોજન, 21% ઓક્સિજન અને અન્ય વાયુ હાજર હોય છે. આ ડિવાઈસ વાતાવરણની હવામાંથી ઓક્સિજન અલગ કરે છે. તેનું રેન્જીંગ 1થી 10 લિટર પ્રતિ મિનિટ છે. આ પોર્ટેબલ ડિવાઈસ છે. તેની કિંમત 40 હજારથી 90 હજાર રૂપિયા સુધીની હોય છે. ઓક્સિજન સિલિન્ડર કરતાં કંસન્ટ્રેટર્સ મોંઘા આવે છે.

અમારી પાસે ટોટલ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ છે
ટ્વિન્કલ ખન્નાએ પોસ્ટ શેર કરીને લખ્યું, એક ગુડ ન્યૂઝ છે. લંડન એલીટ હેલ્થના ડૉ. દ્ર્શ્નિકા પટેલ અને ડૉ. ગોવિંદ બંકાની દેવિક ફાઉન્ડેશનના માધ્યમથી 120 કંસન્ટ્રેટર્સ દાન કરી રહ્યા છે. મેં અને અક્ષયે 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સની વ્યવસ્થા કરી છે. અમારી પાસે ટોટલ 220 કંસન્ટ્રેટર્સ થઇ ગયા છે. લીડ્સ માટે આભાર. ચલો બધા મદદ કરીએ.

રજિસ્ટર્ડ NGO વિશે જાણકારી આપો
ટ્વિન્કલ ખન્નાએ આની પહેલાં પોસ્ટમાં લખ્યું, પ્લીઝ, મને વેરિફાઈડ, વિશ્વાસપાત્ર અને રજિસ્ટર્ડ NGO વિશે જાણકારી આપો, જે આ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ વહેંચવામાં મદદ કરે. આ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ યુકેથી ડાયરેક્ટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડીશું. ગયા વર્ષે પણ અક્ષય-ટ્વિન્કલની મદદ ચાલુ જ હતી.

અક્ષય કુમારે 1 કરોડ રૂપિયા આપી મદદ કરી
કોરોના મહામારીની બીજી લહેરમાં પણ સુપરસ્ટાર અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો. તેણે ક્રિકેટરમાંથી પોલિટિશિયન બનેલા ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા. જેથી જરૂરિયાતમંદ કોરોના દર્દીઓની મદદ કરી શકાય. શનિવારે આ જાણકારી ગૌતમે સોશિયલ મીડિયા પર શેર કરી.

ગૌતમે લખ્યું, આ નિરાશામાં દરેક મદદ એક આશાનું કિરણ બનીને આવે છે. જરૂરિયાતમંદ માટે ભોજન, દવાઓ અને ઓક્સિજન માટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અક્ષય કુમાર. ભગવાન તમારું ભલું કરે.

કોરોનાની પ્રથમ લહેરમાં પણ મદદ કરી હતી
દેશમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ અક્ષય કુમારે દિલ ખોલીને મદદ કરી હતી. તેણે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. એ પછી BMCને PPE કિટ્સ ખરીદવા 3 કરોડ રૂપિયા આપ્યા હતા. મુંબઈ પોલીસની મદદ કરવા 2 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. એટલું જ નહિ પણ શ્રમિકોથી લઈને ઇન્ડસ્ટ્રીના ફોટોગ્રાફર્સ સુધી આર્થિક મદદ પહોંચાડી હતી.