તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Abhishek Bachchan Gains 12 Kg For 'Bob Biswas', Sujoy Ghosh's Most Expensive Film Shot At 42 Locations In Kolkata

ભાસ્કર એક્સક્લૂસિવ:અભિષેક બચ્ચને 'બોબ બિસ્વાસ' માટે 12 કિલો વજન વધાર્યું, સુજોય ઘોષની સૌથી મોંઘી ફિલ્મ કોલકાતાના 42 લોકેશન પર શૂટ થઈ

6 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

અભિષેક બચ્ચને તાજેતરમાં જ તેની અપકમિંગ ફિલ્મ ‘બોબ બિસ્વાસ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. સેટ પર હાજર પ્રોડક્શનની ટીમે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ ભૂમિકા માટે અભિષેકે 12 કિલો વજન વધાર્યું હતું. બંગાળી એક્સેંટ માટે ડાયરેક્ટર સુજોય ઘોષ પાસેથી ટ્રેનિંગ લીધી. તે ઉપરાંત પોતાના મોસાળના 42 લોકેશન પર શૂટિંગ કર્યું. ભૂમિકામાં જીવ રેડી દેવા માટે તેને વધારે મહેનત કરી. તે એટલા માટે કે ફિલ્મ 'કહાની'માં તેને બંગાળી અભિનેતા શાશ્વત ચેટર્જીએ તેને લોકપ્રિય બનાવી હતી.

બોબ બિસ્વાસની ટ્રેજેડી બતાવવામાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મમાં બોબ બિસ્વાસની લાઈફની ટ્રેજેડી પણ બતાવવામાં આવશે. ફિલ્મ અત્યારના સમયની છે. વધેલા વજન માટે અભિષેક બચ્ચને પ્રોસ્થેટિકની મદદ નથી લીધી. તેણે શક્ય એટલું વજન વધાર્યું. ફિલ્મ સંપૂર્ણપણે ગંભીર રાખવામાં આવી છે. તેમાં ન કોઈ રી-ક્રિએટેડ ગીતો રાખવામાં આવ્યા છે અને ન તો ઓરિજિનલ. બેકગ્રાઉન્ડમાં બંગાળી ફોક લોરના ગીતોની એકાદ લાઈન સાંભળવા મળી શકે છે.

સુજોય ઘોષની સૌથી મોંઘી ફિલ્મ
આ સુજોયની સૌથી મોંઘી ફિલ્મ છે. તેના પર લગભગ 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચના કારણે સુજોયને તેના બેનર હેઠળ બીજી ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં કોસ્ટ કટિંગ કરવું પડ્યું છે. ગ્લાસગોમાં તેનું શૂટિંગ થઈ રહ્યું છે. ત્યાં ઈન્ડિયાથી ક્રૂ મેમ્બર તરીકે માત્ર એક ટીમ મેમ્બર ગયો છે. બાકીની ટેક્નિકલ ટીમ ત્યાથી હાયર કરવામાં આવી છે.

કોલકાતાનો નવો અંદાજ દેખાશે
સુજોય ઘોષ પોતાની ફિલ્મોમાં શહેરને ઇરાદાપૂર્વક પાત્ર તરીકે રાખે છે. જેમ કે, ‘બદલા’માં ગ્લાસગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. અહીં સુજોય ઘોષે કોલકાતાને નવા અંદાજમાં બતાવવા માટે ત્યાંના 42 લોકેશન એક્સપ્લોર કર્યા છે. લોકેશનનો ધમધમાટ છ મહિના સુધી ચાલુ રહે છે..

હાવડાની સાથે ઘણા લોકેશન જોવા મળશે
આ વખતે કોલકાતાના હાવડા બ્રિજને એકાદ વખત બતાવવામાં આવ્યો છે. તેની સાથે ત્યાંના બાગ બજાર, શોભા બજાર, બીકે પાલ, સાઉથ કોલકાતા, ટોલીગંજ, ઈએમ બાઈપાસ, કમેંટ પાર્ક, દક્ષિણેશ્વર મંદિર, આલમ બજાર સહિત નોર્થ અને ઈસ્ટ કોલકાતાને પણ એક્સપ્લોર કર્યું છે. સિયાલદહ અને મોટા બજારવાળા વિસ્તાર ફિલ્મમાં જોવા મળશે. સેટ પર લાઈટિંગની વ્યવસ્થા થાય ત્યાં સુધી અભિષેક ક્રિકેટ રમતો હતો.