તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિરણ-આમિરની અંતરંગ અંગત લાઇફસ્ટોરી:આમિર મારા બાળકનો પિતા બને એવી મને તીવ્ર ઇચ્છા હતીઃ કિરણ રાવ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘સરોગસીથી બાળક થાય તેમાં જ્યા� - Divya Bhaskar
‘સરોગસીથી બાળક થાય તેમાં જ્યા�
  • કિરણ રાવે ઓલ ઇન્ડિયા રેડિયો માટે રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે
  • ‘હું અને આમિર બંને અમુક પ્રકારના પોલિટિક્સ અને અસહિષ્ણુતાની વિરુદ્ધ છીએ’: કિરણ રાવ
  • કિરણ રાવે ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મમાં મહેમાન ભૂમિકા પણ ભજવેલી
  • ઇશા અને આકાશ અંબાણીની ડિલિવરી કરાવનાર ડૉક્ટર ફિરોઝા પારેખે જ સરોગસીથી કિરણ રાવને માતા બનવાનું સૌભાગ્ય આપ્યું

આમિર ખાન અને કિરણ રાવે 15 વર્ષના સુખી લગ્નજીવન પછી અચાનક જ છૂટાછેડા લેવાનો નિર્ણય જાહેર કર્યો અને તેનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. બોલિવૂડનાં સૌથી મૅચ્યોર કપલ પૈકીનાં એક ગણાતાં આમિર-કિરણના ડિવોર્સ પાછળનાં કારણ જાણવા માટેના ક્યાસ લગાવાઈ રહ્યા છે. ત્યારે કિરણ રાવે આજથી આઠેક વર્ષ પહેલાં ‘ઇટાઇમ્સ’ને આપેલો એક ઇન્ટરવ્યૂ અત્યારે ખાસ્સો પ્રસ્તુત બને છે. તે ઇન્ટરવ્યૂમાં કિરણે પોતાના બાળપણ, ઉછેર, મુંબઈ આગમન, આમિર સાથેનો પરિચય-પરિણય અને આમિર થકી એક બાળકની માતા બનવાની ઇચ્છા જેવી અત્યંત અંગત બાબતો મોકળા મને ચર્ચી હતી. પેશ છે તે ઇન્ટરવ્યૂના ચૂંટેલા અંશોઃ

બાળપણ
મારો જન્મ બેંગલોરમાં પણ હું ઉછરી કોલકાતામાં. બંગાળી પર મારું પૂરેપૂરું પ્રભુત્વ. મારા પપ્પા સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા. પુસ્તકો અને લાઇફમાં સારામાં સારી વસ્તુઓ વચ્ચે મારું બાળપણ વીત્યું. સ્કૂલમાં પણ નાટકો, સિંગિંગ, વક્તૃત્વ સ્પર્ધાઓમાં મારી માસ્ટરી હતી. દર શુક્રવારે રાત્રે ફિલ્મ જોવાની એટલે જોવાની જ. ફિલ્મ અને ચાની સાથે મટન સમોસા એ અમારો કાયમનો ક્રમ.

‘લગાન’ વખતે આમિર સામે ચાલીને થર્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર કિરણ રાવને મળ્યો હતો
‘લગાન’ વખતે આમિર સામે ચાલીને થર્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર કિરણ રાવને મળ્યો હતો

મુંબઈ આગમન
12મા ધોરણમાં મારાં મમ્મી-પપ્પા બેંગ્લોર સ્થાયી થયાં અને હું સોફિયા કોલેજમાં ઇકોનોમિક્સ ભણવા માટે મુંબઈ આવી. અલબત્ત, એ વખતે મને ફિલ્મોને બદલે સમાજ માટે કંઈક કરી છૂટવાની ધૂન લાગેલી. ત્યારે મને એક ડોક્યુમેન્ટરી બનાવવાની ઇચ્છા થઈ હતી.

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી મેં માસ કોમ્યુનિકેશન કર્યું અને ઓલ ઇન્ડિયા રેડિયો માટે મિડનાઇટ શોમાં રેડિયો જોકી (RJ) તરીકે પણ કામ કર્યું. દિલ્હી મારી નસોમાં દોડતું હતું, પણ મુંબઈ સાથે એવો અદૃશ્ય સંબંધ હતો જે મને પોતાના તરફ ખેંચી રહ્યો હતો.

ફિલ્મોમાં એન્ટ્રી
મુંબઈ હું આસિસ્ટન્ટ ડિરેક્ટર (AD) બનવા આવી. 1998ના એ અરસામાં મારો બેંગલોરનો એક્સ બોયફ્રેન્ડ મુંબઈમાં એડ એજન્સીમાં કામ કરતો હતો. એણે મારું નામ એડ ફિલ્મમેકર શમીન દેસાઈને સજેસ્ટ કર્યું. હું સિલેક્ટ થઈ ગઈ અને મહિને દસ હજારના પગારે મેં એમને આસિસ્ટ કરવાનું શરૂ કર્યું. એ વખતે તો એ બહુ મોટી રકમ ગણાતી.

ત્યારે મને થયું કે મારે પણ મારી પોતાની ફીચર ફિલ્મ બનાવવી જોઇએ. એ અરસામાં રીમા કાગતીએ મને ઑફર કરી કે લગાનમાં થર્ડ ADની જરૂર છે, તારે કરવું છે? રીમા કાગતી (‘તલાશ’, ‘ગોલ્ડ’ જેવી ફિલ્મોની ડિરેક્ટર અને ‘દિલ ધડકને દો’, ‘ગલી બોય’ની લેખિકા) કોલેજમાં મારી સિનિયર હતી. રીમા લગાનમાં સેકન્ડ AD હતી. હું જોડાઈ ગઈ અને ‘લગાન’ મારી ફિલ્મ સ્કૂલ બની. લગાનમાં મારું કામ હતું 11 ભારતીય, 11 બ્રિટિશર અને 1500 ગામલોકોને સાચવવાનું. કલાકારો વાળ, મેકઅપ, ગેટઅપ વગેરે સાથે ટાઇમે તૈયાર રહે એ જોવાનું કામ મારું.

‘સ્વદેશ’ના મુહૂર્ત વખતે આમિર, આશુતોષ ગોવારિકર (ડાબે), કિરણ રાવ (પાછળ), ડિરેક્ટર અયાન મુખર્જી (આમિરની પાછળ, યલ્લો જેકેટમાં) અને આશુતોષની પત્ની સુનિતા (આમિરની જમણે)
‘સ્વદેશ’ના મુહૂર્ત વખતે આમિર, આશુતોષ ગોવારિકર (ડાબે), કિરણ રાવ (પાછળ), ડિરેક્ટર અયાન મુખર્જી (આમિરની પાછળ, યલ્લો જેકેટમાં) અને આશુતોષની પત્ની સુનિતા (આમિરની જમણે)

આમિર સાથે મુલાકાત
લગાન વખતે હું આમિરને મળી, પણ એમને હું જાણતી નહોતી. અમારા ગ્રૂપમાં યંગસ્ટર્સ વધારે હતા, જ્યારે એમની દોસ્તી આશુતોષ ગોવારિકર જેવા સિનિયર લોકો સાથે હતી. અમે લોકો દર વીકએન્ડ ડ્રિંક્સ પાર્ટી કરતા, આમિર એમાં આવતા, પણ એ દારૂ નહોતા પીતા. એમણે પીવાનું 36 વર્ષની ઉંમર પછી શરૂ કર્યું. લગાનની આખી ટીમ છ-છ મહિનાથી પોતાના પરિવારથી દૂર હતી, પણ આમિર અને રીના (આમિરની એ વખતની પત્ની) બંને એટલા સરસ ડાઉન ટુ અર્થ પ્રોડ્યુસર હતાં કે બંનેએ આખી ટીમને જરાય પોતાના પરિવારની કમી મહેસૂસ નહોતી થવી દીધી. લગાન પછી મેં ‘મોનસૂન વેડિંગ’માં મીરાં નાયરને પણ આસિસ્ટ કર્યાં.

બહુ ઓછા લોકો જાણે છે કે કિરણ રાવે આમિરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં અત્યંત ટચૂકડી મહેમાન ભૂમિકા પણ ભજવી હતી
બહુ ઓછા લોકો જાણે છે કે કિરણ રાવે આમિરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં અત્યંત ટચૂકડી મહેમાન ભૂમિકા પણ ભજવી હતી

આમિર સાથે પ્રેમનો પ્રારંભ
લગાનના લોકેશનની રેકી કરવા માટે હું બસમાં ભુજ ગયેલી. ત્યારે આમિર સામેથી આવીને મને મળ્યો અને તદ્દન સ્વાભાવિક રીતે જ પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું. પણ લગાનના શૂટિંગ વખતે હું સતત નર્વસ હતી, કેમ કે એ આટલા મોટા સ્ટાર હતા અને એટલે જ હું એમનાથી દૂર ભાગતી રહેતી. ‘દિલ ચાહતા હૈ’ના શૂટિંગ વખતે હું એમને ફરીથી મળી (કિરણ રાવે ‘દિલ ચાહતા હૈ’માં મહેમાન ભૂમિકા પણ ભજવેલી). આમિરની બહેનો અને માતા મને ખરેખર ગમી ગયાં.

2003 સુધીમાં આમિરના રીના સાથે ડિવોર્સ થઈ ગયા અને એમણે બીજા કોઇની સાથે ડેટિંગ શરૂ કર્યું. અમે બંને ફરીથી આશુતોષ ગોવારિકરની એક એડ ફિલ્મના શૂટિંગમાં મળ્યાં. હું એ વખતે આશુ સરની આસિસ્ટન્ટ હતી. એ પછી અમે બંને વારંવાર મળવા લાગ્યાં અને જેને અડધી રાત્રે પણ ફોન કરી શકાય તેવાં 2 am ફ્રેન્ડ્સ બની ગયાં.

2004થી અમે બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આમિર એવો ડાઉન ટુ અર્થ માણસ છે કે એની સાથે ચાર મિનિટ વાત કરો ત્યાં જ તમે ભૂલી જાઓ કે એ આટલા મોટા સ્ટાર છે. અમને બંનેને એકબીજાની કંપની ગમવા લાગી અને અમારી આ મૈત્રી જ અમારા સંબંધનો પાયો બની. બેમાંથી કોઇને લગ્ન કરવાની ઉતાવળ નહોતી. પરંતુ એક વર્ષ લિવ ઇનમાં રહ્યાં પછી બે કારણોસર અમે લગ્ન કરવાનું વિચાર્યું. એક, એક તો મારાં માતાપિતાને શાંતિ થાય અને બીજું, એ સ્ટાર હોવાને નાતે અમારા સંબંધને લીધે કોઈ વિવાદ ઊભો થાય એવું અમે નહોતાં ઇચ્છતાં. પ્લસ, હું આમિરની પત્ની નહીં પણ ગર્લફ્રેન્ડ હોવાને નાતે કોઈ ફંક્શનમાં જાઉં તો લોકો મને કઈ રીતે ટ્રીટ કરે એ પણ વિચિત્ર સ્થિતિ ઊભી થતી હતી.

આમિર-કિરણ રાવનાં લગ્નઃ ‘પાર્ટીમાં હું આમિરની ગર્લફ્રેન્ડ તરીકે જાઉં તો બહુ વિચિત્ર સ્થિતિ પેદા થતી’
આમિર-કિરણ રાવનાં લગ્નઃ ‘પાર્ટીમાં હું આમિરની ગર્લફ્રેન્ડ તરીકે જાઉં તો બહુ વિચિત્ર સ્થિતિ પેદા થતી’

આમિરની કઈ વાત સ્પર્શી ગઈ
એની સેન્સ ઓફ હ્યુમર, એનું નોલેજ, બધી વસ્તુઓ પ્રત્યે જોવાનો એનો દૃષ્ટિકોણ બધું જ. અમારી વેલ્યૂ સિસ્ટમ પણ અમને એકબીજા સાથે જોડી રાખે છે. જેમ કે, અમારા બંનેમાં સ્ટ્રોંગ સિવિક સેન્સ છે, સમાજ માટે કંઇક કરી છૂટવાની લગન છે. અમુક પ્રકારના પોલિટિક્સ કે અસહિષ્ણુતા પ્રત્યે અમે બંને અકળાઈ ઊઠીએ છીએ. જોકે આમિર ઘણી વાર પોતાના કામ કે વિચારોમાં એટલા બધા ડૂબી જાય કે તમે તેની સામે બેસીને વાતો કરતા હો એ પણ એ ભૂલી જાય. એક પાર્ટનર તરીકે આ બહુ અકળાવનારી ટેવ છે.

પહેલાં હું સતત બોલ્યા કરતી અને સામેવાળી વ્યક્તિનું ફુલ અટેન્શન મેળવીને જ જંપતી. હવે જોકે હું થોડી ઠરેલ થઈ છું. જ્યારે આમિર તો કલાકો સુધી કશું જ બોલ્યા વિના તમને સાંભળી શકે. આમિરે મારા ક્રિએટિવ આઇડિયાઝને ઘાટ આપ્યો છે. એ સ્ટોરીટેલિંગની દુનિયાના ગળાડૂબ પ્રેમમાં છે. સિનેમા પ્રત્યેનું એનું માઇન્ડ અદભુત છે. એનું લેફ્ટ (ક્રિએટિવ) અને રાઇટ (એનાલિટિકલ) બ્રેઇન પર્ફેક્ટ બેલેન્સમાં છે. સ્ટોરી ગમે તેટલી ખરાબ રીતે નેટેર કરવામાં આવેલી હોય, તોય એ એક શ્રોતા-દર્શકની જેમ તેને જોઈ શકે છે. કોઈ ફિલ્મ હિટ કરવા માટે નહીં, પણ એક સ્ટોરી સાથે એ રિલેટ કરે, એમાં વિશ્વાસ કરે અને એને લાગે કે આ સ્ટોરી કહેવાવી જ જોઇએ, ત્યારે જ એ ફિલ્મમાં કામ કરે છે. એ એક જ સમયે ઇન્ટેન્સ, ફન અને રિલેક્સ્ડ હોઇ શકે છે. આવો કોઈ માણસ મેં લાઇફમાં નથી જોયો.

‘હું સતત બોલ્યા કરું અને આમિર કલાકો સુધી સાંભળ્યા કરે તોય બોર ન થાય એવો’
‘હું સતત બોલ્યા કરું અને આમિર કલાકો સુધી સાંભળ્યા કરે તોય બોર ન થાય એવો’

આમિરના બાળકની માતા
મારામાં એઝ સચ માતૃત્વના એવા ભાવ ઊમટતા નથી, પરંતુ આમિર ખાન મારા બાળકનો પિતા બને તેવી મને તીવ્ર ઇચ્છા હતી. મારે સરોગસીથી માતા બનવું પડે તેવી સ્થિતિ હતી, એટલે જ્યાં સુધી બાળક આપણા હાથમાં ન આવે ત્યાં સુધી મનમાં એક ડર, અજંપો રહ્યા કરે તે સ્વાભાવિક છે. સરોગેટ મધર આપણી સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, પરંતુ એ ગમે ત્યારે તેમાંથી ફરી જઈ શકે છે.

અમારાં ડોક્ટર ફિરોઝા પારેખને પહેલીવાર હું મુકેશ અને નીતા અંબાણીના ઘરે મળી હતી (ડૉ. ફિરોઝા પારેખે જ ઇશા અને આકાશ અંબાણીની ડિલિવરી કરાવી હતી). ફિરોઝા એક દેવદૂત છે, એન્જલ છે. જો એ ન હોત તો આજે આઝાદ (દીકરો) મારી પાસે ન હોત.

અન્ય સમાચારો પણ છે...