તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Aamir Khan's Second Divorce, After 15 Years Of Marriage With Kiran Rao, Decided To Divorce By Mutual Consent

આમિર-કિરણના ડિવોર્સ:આમિર ખાન-કિરણ રાવે લગ્નનાં 15 વર્ષ પછી સહમતીથી અલગ થવાની જાહેરાત કરી, દીકરા આઝાદના કો-પેરન્ટ્સ રહેશે

3 મહિનો પહેલા
આમિર અને કિરણ રાવે 2005માં લગ્ન કર્યાં હતાં.
  • છૂટાછેડાની જાહેરાત કરતું સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે, એવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે ખરું.

મીડિયા સ્ટેટમેન્ટમાં બંનેએ લખ્યું છે કે ‘આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મો અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.’

'લગાન'ના સેટ પર થઈ હતી પહેલી મુલાકાત
એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું હતું કે કિરણ સાથે તેમની પહેલી મુલાકાત ‘લગાન’ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યારે તે એક અસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. આમિરે કહ્યું હતું કે એક દિવસ કિરણનો ફોન આવ્યો અને અમારે 30 મિનિટ સુધી વાત થઈ. કિરણ સાથે વાત થયા પછી મને બહુ જ ખુશી થઈ. મારી ખુશીને હું ફીલ કરી શકતો હતો. આ ફોન કોલ પછી મેં કિરણને ડેટ કરવાનું શરૂ કર્યું. અમે એકબીજાને 1-2 વર્ષ સુધી ડેટ કર્યાં અને સાથે પણ રહ્યાં. પછી મને લાગ્યું કે હું કિરણ વગરના મારા જીવન વિશે વિચારી શકું એમ નથી. તેનામાં સૌથી સારી વાત એ છે કે, તે ખૂબ મજબૂત મહિલા છે. પછી મેં મારા સંબંધને નામ આપવાનું નક્કી કર્યું અને અમે લગ્ન કરી લીધાં.

સરોગસીથી થયો દીકરાનો જન્મ
કિરણ અને આમિરનો એક દીકરો છે, જેનું નામ ‘આઝાદ’ છે અને અત્યારે તે 10 વર્ષનો છે. આઝાદનો જન્મ સરોગસીથી થયો છે. કિરણને કન્સીવ કરવામાં તકલીફ થતી હોવાથી તેમણે સરોગસીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી આઝાદનો જન્મ 2011માં થયો હતો.

આમિર ખાન દીકરા આઝાદ અને કિરણ સાથે (ફાઈલ ફોટો).
આમિર ખાન દીકરા આઝાદ અને કિરણ સાથે (ફાઈલ ફોટો).

2002માં તૂટ્યા હતા પહેલા લગ્ન
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં પણ દેખાય છે. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

આમિર ખાન પહેલી પત્ની રીના દત્તા સાથે.
આમિર ખાન પહેલી પત્ની રીના દત્તા સાથે.
અન્ય સમાચારો પણ છે...